________________
શારદા સાગર
૮૧૯
आउत्तया जस्स न अत्थिकाई, इरियाए भासाए तहसणाए। आयाण निक्खेव दुगुच्छणाए, न वीरजायं अणुजाइ मग्गं ।
ઉત્ત. સૂ. અ. ર૦ ગાથા ૪૦ હે રાજન! દીક્ષા લીધા પછી જે સાધુ ઇર્ષા, ભાષા, એષણ, આદાન નિક્ષેપ અને ઉચ્ચાર પાસવર્ણ આદિ સમિતિઓમાં અવિવેકથી કામ લે છે, જેમ કે ચાલવામાં, બલવામાં, ગૌચરી આદિ કરવામાં, વસ્તુ ઉપાડવા તથા મૂકવામાં ને પાઠવવામાં જે ઉપયોગ રાખતા નથી તે વીર પ્રભુના માર્ગને અનુયાયી બની શકતો નથી. એટલે કે શૂરવીર પુરૂષના માર્ગનું અનુસરણ કરી શકતું નથી. કારણ કે પાંચ મહાવ્રત, ઈર્યા સમિતિ આદિ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓનું યથાવિધિ પાલન કરવું એ ધીર-વીર પુરૂષનું કામ છે. કાયરનું કામ નથી. એટલે જે સાધક તેનું યથાર્થ રીતે પાલન કરતો નથી તે મહાવીર પ્રભુના માર્ગને અનુયાયી બની શકતું નથી.
આ ગાથામાં પાંચ સમિતિની વાત કરવામાં આવી છે. પાંચ સમિતિ અને ત્રણ ગુતિમાં સાધુતાની સમસ્ત ક્રિયાને સમાવેશ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે સાધુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન કરતા નથી તે વીરના માર્ગે જતો નથી પણ અનાથતાના માર્ગે જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ઈયોસમિતિને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિવેક બતાવવામાં આવ્યા છે. તેમાં કહ્યું છે કે સાધુ જ્યારે ચાલે ત્યારે એમ વિચારે કે મેં બધા કામ છોડી દીધા છે. મારે અત્યારે ફકત ચાલવાનું કામ કરવાનું છે. સાધુએ ચાલતી વખતે આડી અવળી દષ્ટિ કરાય નહિ. પુરો ગુમાયા, માણો મહું રે સાચે સાધુ ધૂસરા પ્રમાણે ભૂમિને ,
તો યત્નાપૂર્વક પૃથ્વી ઉપર ચાલે. જે પ્રમાણે પાણીથી ભરેલો ઘડો માથે ઉપાડી પનીહારી ચાલતી વખતે સાવધાની રાખે તે પ્રમાણે મુનિએ પણ ચાલતી વખતે સાવધાની રાખવાની હોય છે. -
માની લે કે કોઈ રાજાએ એના નેકરને આજ્ઞા કરી કે આ જરૂરી કામ છે. તે તું જલદી કરીને પાછો આવજે. તે કામ પતાવવા માટે બહાર ગયે. માર્ગમાં એક નટડી નાચતી હતી તે જોવામાં તે રેકાઈ ગયો. તે વખતે કઈ હિતસ્વી માણસે આવીને કહ્યું કે ભાઈ ! તું અહીં કેમ રોકાઈ ગયે છે? પહેલાં રાજાની આજ્ઞાનું પાલન કર. તું રાજાની આજ્ઞાનું પાલન કરીને જે રાજાને પ્રસન્ન કરીશ તે આવો ખેલ તારે ઘેર પણ કરાવી શકીશ. આ ન્યાય સાધુઓને લાગુ પડે છે. સાધુઓ સ્વેચ્છાથી ભગવાનના સેવક બન્યા છે. કેઈના દબાણથી નહિ, પણ સ્વેચ્છાથી ચારિત્ર અંગીકાર કર્યું છે. તે ભગવાનની આજ્ઞા છે કે હે સાધક! જ્ઞાન ઓછું હશે તે ચાલશે, કદાચ તપ ઓછો