________________
૮૨૦
શારદા સાગર
કરીશ તે ચાલશે. પણ તારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવા માટે તત્પર રહેવું પડશે. તેમાં જરા પણ આંખ મીંચામણ ચાલશે નહિ. આવી ભગવાનની આજ્ઞા છે. સાધુએ યત્નાપૂર્વક ચાલવું જોઈએ. જેમ સેનાનું ચિહ્ન કે નિશાન માનવામાં આવે છે તેમ ઈર્યાસમિતિ એ સાધુ-સાધ્વીનું ચિહ્ન છે. એટલા માટે સાધુ-સાધ્વીજીએ ઈર્યાસમિતિ વિષે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. સાધુ સંસારની ધમાલ જવામાં કે વાતમાં ન પડતા ભગવાનની આજ્ઞાનું પાલન કરે. જેમ રાજાની આજ્ઞાનું પાલન કરનાર નોકરને લાભ થાય તેનાથી પણ અધિક લાભ જ્ઞાનીની આજ્ઞામાં છે. માટે સાધુએ કોઈપણ કાર્ય માટે ચાલતી વખતે કોઈ પણ જીવની હિંસા ન થાય તે માટે ખૂબ સાવધાની રાખવી જોઈએ.
સાધુ સાધ્વીને કેવી રીતે ચલાય?- ઈર્યાસમિતિને અર્થ છે સારી રીતે જોઈને ચાલવું. જોયા વિના ચાલવાથી અનેક પ્રકારનું નુકશાન થાય છે. નાના કેટલાય જીવોની હિંસા થાય છે, તેથી કર્મોનું બંધન થાય છે. બીજું પગમાં કાંટા આદિ ભેંકાઈ જવાથી તથા પથ્થર આદિની ઠોકર લાગવાથી શરીરને કષ્ટ પડે છે. નીચે જઈને ચાલવાથી કેટલાય લાભ થાય છે. પગમાં ઠોકર નથી લાગતી. નાના નાના નિરપરાધ પ્રાણીઓની હિંસાથી પણ માનવ બચી જાય છે. અહિંસાનું મહત્વ ફકત જેને કે હિન્દુમાં છે તેમ નથી પરંતુ બધા ધર્મો અહિંસાને માને છે. મુસ્લિમ ધર્મ પણ કહે છે કે જમીન પર હજારો જીવજંતુ છે તેથી જેઈને ચાલે.
ઈર્યાસમિતિનું પાલન કરવું તે ફક્ત સાધુ માટે નથી, પરંતુ દરેક સ્ત્રી-પુરુષને માટે આવશ્યક છે. અનુભવી અને જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યું છે કે ઈર્યાસમિતિનું શુદ્ધ ભાવે પાલન કરવાથી, ચૌદ પૂર્વનું જ્ઞાન થઈ શકે છે. એનું કારણ એ છે કે જોઈને ચાલવાથી અસંખ્ય જીવોની હત્યાથી બચી શકાય છે. અને એ રીતે અહિંસાનું પાલન થાય છે. ધર્મનું મૂળ અહિંસા છે. મોટા મોટા આલિશાન મકાન પાકે ખૂબ મજબૂત હોય તો ટકી શકે છે. તે રીતે અહિંસા રૂપી પાયે મજબૂત હોય તે ધર્મનું વિશાળ ભવન તેના ઉપર ઉભું કરી શકાય છે અને તે ખૂબ સુદઢ બનીને ટકી શકે છે. અહિંસામાં આત્માનું ઉત્થાન છે ને હિંસામાં આત્માનું પતન છે. અહિંસા સુખને રાજમાર્ગ છે અને હિંસા દુઃખ અને અશાંતિની કેડી છે. આજે સંસારના સમસ્ત જી સુખાભિલાષી હોવા છતાં પણ દુખની આગમાં સળગી રહ્યા છે. ચારે બાજુ હાહાકાર, અશાંતિ, અને વ્યાકુળતાનું સામ્રાજ્ય છે. રકતક્રાંતિઓ, મુડીવાદ, સામ્યવાદ આદિ વર્ગોને સંઘર્ષ, હાઈડ્રોજન, એટબ આદિ સંહારક શસ્ત્રને પ્રયોગ, આ બધું હિંસાનું ફળ છે. હિંસાએ સંસારને નરક સમાન બનાવી દીધું છે. કયાંય શાંતિનું નામનિશાન દેખાતું નથી. આ અશાંતિથી બચવા માટે જ્ઞાની પુરૂષોએ