________________
૮૧૮
શારદા સાગર
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન, અનાથી મુનિ શ્રેણક રાજાને કહે છે કે રાજન! જે સાધક સાધુપણું લીધા પછી સાધુતાના ભાવમાં રહે નથી તે સનાથ બનીને પાછો અનાથ બની જાય છે. જ્યારે આત્મા સંસાર છોડીને સંયમી બને છે ત્યારે તે પ્રતિજ્ઞા કરે છે કે વર્ષ રયાનામિ ç ૩૪ પર્વજ્ઞામિ ! હું અકલ્પનીય ચીજોનો ત્યાગ કરું છું ને કપનીય (આચરવા યોગ્ય) છે તેને સ્વીકાર કરું છું. આપણે અહીં એ વિચારવું છે કે સાધુને શું ક૯૫નીય છે? સાવદ્ય અને સંદેષ વસ્તુ તેમને ક૫તી નથી. જે વસ્તુ મનને ચંચળ બનાવે અને જે સાધુને સંયમ પથથી વિચલિત કરે તેવી કોઈ પણ વસ્તુ એને ક૫તી નથી. સાધુ પોતાના વ્રતમાં વફાદાર રહે. જે વસ્તુ પિતાના વ્રતને ભંગ કરે, વિકાસને રૂંધે તેનો દઢતાપૂર્વક ત્યાગે કરી દે. એ ત્યાગ બાહ્ય દેખાવ પૂરતું નહિ. શ્રાવકની દષ્ટિએ ઉંચું ચારિત્ર બતાવવા માટે નહિ પણ પિતાના આત્માને નિર્મળ બનાવવા માટે શુદ્ધ ચારિત્રનું પાલન કરે. જ્યાં સુધી પિતાના વ્રતમાં વફાદાર રહીને સાધક ચેખું ચારિત્ર પાળતો નથી ત્યાં સુધી એની સાધનાના વૃક્ષને ફળ આવતા નથી. જેવી રીતે કઈ વ્યકિત આંબે વાવે અને ચૌદ વર્ષ સુધી એને પાણી સિંચે, ખાતર પૂરે ને ખૂબ મહેનત કરે તે પણ એના ઉપર જે ફળ આવે નહિ તે એને ચિંતા તો થાય ને? તેમ સાધુ અને શ્રાવક વર્ષો સુધી સાધના કરે ને તેની પાછળ કઠોર પરિશ્રમ કરે પણ સરવાળે તે એ જોવાનું છે કે એ સાધનાના વૃક્ષને કેટલા ફળ અવ્યા? શું? જ્યાં જાય ત્યાં માન - સન્માન મળે, પ્રશંસાના પુષ્પો પથરાય, હજારો ભકની ભીડ જામે. આ બધું શું સાધનાનું ફળ છે? ના. આને સાચે સાધક સાધનાનું ફળ માનતો નથી. આવું બધું તે રાજ્યના નેતા પણ પામી શકે છે. કષાયની મંદતા, જીવનની પવિત્રતા એ સાધના રૂપી વૃક્ષના સાચા ફળ છે.
બંધુઓ! કષાયની મંદતા અને સરળતા જ્યાં સુધી આપણા જીવનમાં આવતી નથી ત્યાં સુધી સાધનાના વૃક્ષને ફળ આવતા નથી. મુનિને શું ક૯પે ને શું ન કપે તેની વાત આપણે ચાલતી હતી. સાધુને શું કહપે ને શું ન કપે તે જાણવું જરૂરી છે, તેમજ શ્રાવકને પણ તેના આચારનું પાલન કરવાનું ભગવાને કહ્યું છે. તેમણે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખીને મહા આરંભનો ત્યાગ કરવો જોઈએ. જેમ બને તેમ જીવનમાંથી વ્યસન અને કંદમૂળને ત્યાગ કરે જઈએ. ને આરંભથી બચવાની ભાવના કેળવવી જોઈએ.
આપણુ ચાલુ અધિકારમાં પણ સાધકના આચારની વાત આવે છે. તેમાં જે સાધુ મહાવ્રતને અંગીકાર કરીને તેનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી, ઈન્દ્રિયોનો નિગ્રહ કરતા નથી ને રસોમાં આસકત બની જાય છે તે સાચો સાધક નથી. તે સનાથ બનીને પાછો અનાથ બની જાય છે. હવે અનાથી નિગ્રંથ આગળ વધીને કહે છે કે,