________________
શારદા સાગર
૮૧૩
વર્ષોથી ભેગી કરેલી લક્ષમી દેશના બંધુઓ માટે લૂંટાવી દીધી. આ રીતે તમારી સંપત્તિનો
સ્વયમી બંધુઓની સેવામાં, દુઃખીની અને સમાજની સેવામાં સદુપયોગ થશે તે તમને ઘણે લાભ થશે. શાંતિ મળશે ને આનંદ આવશે. પણ જો એ નાણાં બીજાને માટે નહિ વાપરે ને માત્ર તમારા પટારા ભર્યા કરશે તે કદી સુખ, શાંતિ કે આનંદ મળવાને નથી. એ સંગ્રહેલી સંપત્તિ વિપત્તિ રૂપ બની જશે. આજે તમારી સંપત્તિની કઈ દશા છે?
આજના દિવસે મારે તે તમને એ કહેવું છે કે આ દિવાળીના દિવસો આવે છે. શ્રીમંતને ઘેર મીઠાઈના બેકસ આવશે. એની મીઠાઈ બગડી જશે પણ કઈ ખાશે નહિ. જ્યારે ઘણું ઘર એવા હશે કે એક ગોળની કાંકરી માટે છોકરા રતા હશે. પણ તમે તે માન્યું છે કે મેં ખાધું એટલે બધાએ ખાઈ લીધું. “મારું પેટ ભરાયું એટલે પાટણ ભરાયું. હું જન્મ્યો એટલે જગત જન્યું.” પણ આવા ભૂખ્યાની સંભાળ લેજે. જ્યાં છે ત્યાં આપે છે. પણ જ્યાં નથી ત્યાં કોઈ આપતું નથી. એવા દુઃખીને શોધીને આપશે તે તમે ધનતેરસ ઉજવી ગણાશે. તમે એમાદેદરાણી, જગડુશાહ જેવા બનજો. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૩
વિષયા- “પાંચ સમિતિનું સ્વરૂપ” આસો વદ ૧૪ ને રવીવાર (કાળી ચૌદશ) તા. ૨-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
વીતરાગ પ્રભુની વાણું ભવ બંધનના ફેરા તથા ત્રિવિધના તાપને ટાળનારી છે, ને શાશ્વત સુખને આપનારી છે. પણ એ કયારે બને? આ વાણી સાંભળીને આચરણમાં ઉતરે ત્યારે. વીતરાગવાણીનું શ્રવણ, મનન અને ચિંતન કરવામાં આવે તે આત્મા શુદ્ધ બની જાય છે. આ દિવાળી આવી એટલે બહેનેએ ઘરની સાફસુફી કરી અને તમે ચેપડા ચેખ્ખા કર્યા. પણ જે સાફ કરવા જેવો છે તેને તે તમે મેલો રાખ્યો છે. ખરેખર જે સાફ કરવા જેવો હોય તે આપણો આત્મા છે. તેને સાફ કરવા માટે કાંઈ કર્યું છે? આજે તે છઠ્ઠ કરીને બેસી જવું જોઈએ તેને બદલે તમે તે બધા ખાવા પીવામાં ને હરવા ફરવામાં પડી ગયા છે. આજે તે અમારી બહેનેએ ઘરમાંથી ફૂટલા - તુટવા વાસણ અને કચરા સાફ કરીને કકળાટ કાઢયે હશે! પણ જ્યારે આત્મા ઉપરથી કેધ-માન-માયા-લોભ, મોહ, ઈર્ષ્યા આદિ દુર્ગુણોની કાળાશ કાઢો ત્યારે સાચે કકળાટ કાઢો કહેવાય. આત્માને પવિત્ર બનાવવા માટે વીતરાગ વાણી સાંભળો.