________________
શારદા સાગર
૮૧૫
ભયંકર દુષ્કાળ પડે ત્યારે શું લેવા ઈચ્છશે ?
એક વખત એક દેશમાં ભયંકર દુષ્કાળ પડે. અને અન્ન પાણી વિના માણસે તરફડવા લાગ્યા. ચારે ય બાજુ અન્ન-પાણી માટે પિકાર કરવા લાગ્યા. ત્યારે એક દીકરી એક વાડકે મોતીને ભરીને પિતાના પિતાને ઘેર જાય છે. ને રડતી રડતી કહે છે પિતાજી! મારા કુમળા ફૂલ જેવા બાળકો અન્ન વિના તરફડે છે. તે આ મેતીને ભરેલો વાટકે તમે રખે ને આના જેટલી જુવાર મને આપ. પુત્રીની કરુણ કહાની સાંભળીને પિતાનું હૃદય ભરાઈ આવ્યું અને કરૂણ સ્વરે કહે છે બેટા! આવા બે વાડકા ભરીને મોતી તું અહીંથી લઈ જા અને કયાંકથી એક વાડકો જુવાર લાવી આપ. બંધુઓ ! આવા સમયે કઈ તમને કહે કે અમારી પાસે પાંચ કિલે મોતી છે ને પાંચ કિલો જુવાર છે તે બેમાંથી તમે જે ઈચ્છો તે લઈ શકે છે. જોકે, હવે તમે શું લેશે? મેતી કે જુવાર? (શ્રેતામાંથી અવાજ:- આવા સમયે તે જુવાર લેવાનું પસંદ કરીશું). સમજી લે. હીરા અને ખેતી વિના એક પણ માનવી મરી જતો નથી પણ અન્નના અભાવે હજારે માનવીઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. પેટમાં રોટલે પડશે તો બધું ગમશે. રોટી વિના કંઈ ગમતું નથી. કેઈ માણસ ભૂખે પડતું હોય તે સમયે તેને ધર્મ આરાધના કરવાનું કહેવામાં આવશે તે ગમશે નહિ. ભૂખ્યાને ભોજન આપ્યા પછી ધર્મને ઉપદેશ આપવામાં આવશે તે તેને ગમશે. રાજસ્થાનીમાં એક કહેવત છે ને કે
મણે મન હોય જોવા
यह लो कंठी और यह लो माला ।" પેટમાં ભેજન પડયું હોય તે ભજન કરવું ગમે. નહિતર માળા ફેરવવી પણ ન ગમે. કારણ કે ઘડામાં પાણી પૂરું ભર્યું હશે તો તે સ્થિર રહી શકે છે. પણ જે તે અધૂરે હશે તે સ્થિર નહિ રહી શકે. તે રીતે સામી વ્યકિતનું પેટ ભૂખ્યું હોય ને તેનું ચિત્ત અસ્થિર હોય ત્યાં સુધી તે આપણી ધર્મની સારામાં સારી વાત પણ સાંભળી શકશે નહિ. માટે પહેલાં એની સુધા શાંત કરે. એની ભૂખ મટે એટલે એના ચિત્તમાં સ્થિરતા આવે છે. અને પછી તે ધર્મની વાત સાંભળી શકે છે.
- પેટ જ્યારે ભૂખ્યું હોય ત્યારે તેની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. એક સંસ્કૃત લેકમાં કહ્યું છે કે -
त्यजेत् क्षुधातां महिला स्वपुत्रं, खादेत् क्षुधातां भुजंगी स्वमण्डम् । बुभुक्षित. किं न करोति पापं, क्षीणा नरा निष्करुणा भवन्ति ॥
સુધાથી પિડિત સ્ત્રી પોતાના બાળકને તજી દે છે. સપિણી પિતાના ઈડાને ખાઈ જાય છે. ભૂખે માણસ શું પાપ નથી કરતો? ભૂખે માણસ નિય બની જાય છે. ગુજરાતીમાં પણ કહેવત છે ને કે “ભખી કુતરી ભોટીલા ખાય” જે કૂતરી ભૂખી