________________
શારદા સાગર
૮૦૫
પણ કષાયનું નિમિત્ત આવતાં સમભાવનું શસ્ત્ર ફેંકી દઈએ તે તે એક પ્રકારની કાયરતા કહેવાય. અમે સાધુ છીએ ને તમે શ્રાવક છે. તમે પાંચમા ગુણસ્થાનકે છે અને અમે છ ગુણસ્થાનક છીએ. સાધુની સામાયિક સર્વવિરતિ છે ને તમારી સામાયિક દેશ વિરતિ છે. તમે સાધુથી બહુ પાછળ નથી. સામાયિક એ સમભાવની એક શાળા છે. જ્યાં આપણે ક્ષમા અને સમતાને પાઠ શીખવાનું છે. તમે ધર્મ - સ્થાનકમાં આવીને રેજ સામાયિક કરે છે ને સમતાને પાઠ ભણે છે. પણ ઘેર જતાં ભૂલી જાય છે. તમારે બા સ્કૂલે જઈને ખૂબ ભણે પણ ઘેર આવીને બધું ભૂલી જાય તે તમે તેના ભણતર પ્રત્યે ખુશ થશો કે નાખુશ થશે? (તામાંથી અવાજ નાખુશ.) ને તેને શું કહેશે? કયારે હોંશિયાર થઈશ? ઠેઠ નિશાળીઓ કયારે મટીશ? મને તારી ચિંતા થાય છે. હવે તમે અહીં સામાયિક કરી સમતા રસનું પાન કરીને ઘેર જાવ ને કષાયનું નિમિત્ત મળતાં સમતાના પાઠ ભૂલી જાવ તે તમારા ગુરૂ તમને કેવા કહેશે? તમારા ગુરૂ પણ એમ વિચાર કરશે કે આ મારે શ્રાવક ઠેઠ નિશાળીયા જે કયાં સુધી રહેશે? એ ક્યારે સુધરશે? હવે સમજે ને થોડું થોડું જીવનમાં અપનાવતા જાવ. સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળે, તપ કરે તેના સાર રૂપે જીવનમાં મમતા - તૃષ્ણ બધું ઘટવું જોઈએ. તે સાચી સાધના કરી કહેવાય. તમે ગમે તેટલું ધન મેળો પણ ત્રણ કાળમાં તૃષ્ણાને અંત આવવાને નથી. માનવી સતેષમાં આવે તે તૃષ્ણને અંત આવે. માણસ માને કે હું આટલું કમાઈ લઉં. મોટે કેડાધિપતિ બની જાઉં. પણ એનું ધાર્યું કંઈ બનતું નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
કરોડપતિ બનવાના કેડ: એક શ્રીમંત શેઠ હતા. તેમને કેડધિપતિ બનવાના કેડ થયા. તેમની પાસે તેના દાદાની કમાણીના ૫૫ લાખ અને પિતાની કમાણીના ૪૪ લાખ એમ કુલ ૯૯ લાખ રૂપિયા હતા. એટલે શેઠે વિચાર કર્યો કે હું એક લાખ રૂપિયા કમાઉં તે મારા બંગલા ઉ૫ર કરોડપતિની વજા ફરકે. તેથી શેઠે માટે વહેપાર ખેડ્યો. દિવાળી આવતાં હિસાબ કર્યો તે અલખના ૯૯ લાખ જ રહ્યા. ત્યારે શેડના મનમાં વિચાર થયે કે અહો! મેં આટલી મહેનત કરી, આટલે મેટો વહેપાર ખેડે તે પણ નફે ન થયો! જેટલું કમાયા તેટલું ખર્ચાઈ ગયું લાગે છે. તે આ વર્ષે ઘર ખર્ચમાં કાપ કરીને એક લાખ બચાવી લઉં. એટલે શેઠે ઘરમાં ચોખ્ખા ઘીના બદલે વેજીટેબલ ઘી, બે-ત્રણ શાક બનતાં તેને બદલે એક સસ્તુ શાક, કપડાં પણ હલકા ને અનાજ પણ સતું વાપરવા માંડયું. આથી ઘરના માણસો કંટાળી ગયા કે આટલો પૈસે હોવા છતાં શેઠ આટલી કંજુસાઈ શા માટે કરે છે? આમ કસ્તાં વર્ષ પૂરું થયું ને ગણત્રી કરી તે ૯૯ લાખના ૯ લાખ રહ્યા. શેઠ ખૂબ મૂંઝાયા કે આટલી બધી કરકસર કરવા છતાં એક લાખ કેમ વધતા નથી? તેમના મનમાં વિચાર થયે કે હવે ધન કમાવા પદેશ જાઉં. કરોડપતિ બનવાના મનોરથ સેવતા શેઠ પરદેશ કમાવા ગયા. વહેપાર શરૂ