________________
૮૧૦ -
શારદા સાગ૨
તમને વહેપાર વધારવાનું મન થાય છે. પણ કદી એમ થાય છે કે હવે સંત સમાગમમાં વધુ રહીએ! પૈસે જેટલું વધશે તેટલું પાપ વધશે ને સત્સંગ વધશે તેટલું પાપ ઘટશે. પાપ કરીને પૈસા કમાયા પણ સરકાર ટેકસ નાંખીને, રેડ પાડીને તમારા પૈસા લઈ લે છે પણ ભેગું પાપ લે છે? પૈસાની સાથે પાપ લઈ જાય તે વાંધો નહિ. પાપ તે તમારે ભેગવવાનું રહે છે. તે બંધુઓ ! હવે કયાં સુધી આ વેઠ કર્યા કરશે? આ ઈન્દ્રિ પણ તમને સિગ્નલ આપીને ચેતાવે છે કે આ કાનમાં રેડિયો નાંખવો પડે, કેશ કાળા ફીટીને ઘેળા થયા. આંખે ઝાંખુ દેખાવા લાગ્યું, શરીરનું બળ ઘટી ગયું તે હવે તે આત્માનું ભાતું ભરો. અત્યારે દિવાળી આવી એટલે ચેપડ ચેમ્મા કરવામાં પડ્યા છે પણ આત્માને ચોપડે ચેખે કરવાનું મન થાય છે?
- ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે તે રાજન્ ? કંઈક મનુષ્ય અનાથમાંથી સનાથ બનવા માટે પ્રવજ્ય અંગીકાર કરે છે. છતાં તેઓ એવા આચરણ કરે છે કે તે સનાથમાંથી અનાથ બની જાય છે. આગમમાં ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જે આચરણ કરે છે તે સાચે સાધુ છે. અને તે પ્રમાણે આચરણ ન કરતે હોય તે વેશધારી સાધુ છે..
તમે સિદ્ધાંતના પાના લે તે ખબર પડે ને કે ભગવાને સાધુને કે આચાર પાળવાનું કહ્યું છે. દશવૈકાલિક સૂત્રમાં સાધુના આચારની વાત કરી છે. તમે સંસારી, પણ શાસ્ત્રનું વાંચન કરે, શકિત અનુસાર આચરણમાં ઉતારે ને શાસ્ત્રની શ્રદ્ધા કરે. સાધુએ તે નિગ્રંથ પ્રવચનની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ, તે તે સાચે સાધુ છે. શ્રાવકેએ પણ નિર્ગથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. અને વ્યવહારમાં એ નિગ્રંથ પ્રવચન પ્રમાણે તે સાધુનું આચરણ છે કે નહિ, તે જોવું જોઈએ. તમે પૂર્ણ નથી કે તેમના આંતરિક ભાવેને જાણી શકે એટલે અપૂર્ણ માટે તે વ્યવહાર જે ઉચિત છે. તેથી સાધુઓ વ્યવહારમાં નિથ પ્રવચનનું પાલન કરે છે કે નહિ? તેમના મૂળ વ્રત બરાબર છે ને? તેમ જાણવું જોઈએ.
દાખલા તરીકે તમે કઈ માણસને તમારા મુનીમ તરીકે રાખે. તે મુનીમ નામું બરાબર કરે છે. જમા ઉધારના ખાતા ચોખ્ખા રાખે છે ને હિસાબ પણ બરાબર રાખે છે. પણ તેનું હૃદય ચેપ્યું છે કે મેલું? નિશ્ચયમાં તેનું હૃદય કેવું છે તે તમે જાણતા નથી પણ વ્યવહારનું બરાબર પાલન કરે છે એટલે તમે મુનિમ માનશે. પણ કેઈ મુનિમનું હૃદય સાફ હોય પણ વ્યવહારનું કામ બરાબર ન કરતો હોય તો તમે તેને મુનિમ તરીકે રાખશે ખરા? તમે એમ કહેશે કે જે મુનિમ વ્યવહાર જાણતો નથી તે મુનિમ અમારે શા કામને? એટલે જ્યાં સુધી પૂર્ણ જ્ઞાની ન બનાય ત્યાં સુધી વ્યવહાર દ્વારા કઈ પણ બાબતની પરીક્ષા કરી શકાય છે. જો કે વ્યવહારની સાથે