________________
શારદા સાગર
૮૦૯ નથી. હું તારા ચરણમાં પડવાને લાયક છું. એટલું કહેતાં પવનની આંખમાં આંસુ આવી ગયા. હદય ભરાઈ ગયું. અંજના કહે- સ્વામીનાથ! આપ તે મહાન છે. દેષ બધે મારા કર્મને છે. હવે દુઃખના દિવસે પૂરા થયા છે. શાંતિ રાખે. એમ કહીને પવનજીને બેસાડ્યા ને અંજના પતિના ચરણમાં પડી ગઈ. ત્યાં નાનકડે હનુમાન દેડ આવ્યા. હનુમાનને જોઈને પવનજીનું લેહી ઉછળ્યું ને તેને ઉંચકીને બાળામાં બેસાડી દીધે. પવન એક ક્ષણ હનુમાન કુમારની સામે દૃષ્ટિ કરે છે ને બીજી ક્ષણે અંજનાના સામું જોઈને આનંદ પામે છે. હૈયામાં હર્ષની ઉર્મિ ઉછળે છે. હર્ષ સમાતું નથી. અને બીજી ક્ષણે એ વિચાર કરે છે કે આ સતીએ કેટલા દુઃખ વેઠયા ! આ પ્રતાપી પુત્ર છે. એને જન્મ કયાં થયું હશે? હું કે પાપી! પુત્રને મહત્સવ પણ ઉજવી શકો નહિ. મનમાં ખૂબ દુઃખ થાય છે. હર્ષ ને વિષાદના કારણે પવનછ કંઇ બેલી શકતા નથી. એમનું હૈયું હળવું થશે પછી એ અંજના તથા વસંતમાલાને પૂછશે કે તમે કેવા કેવા કષ્ટ વેઠયા, તે વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૦ર આસો વદ ૧૩ ને શનિવાર (ધનતેરસ) તા. ૧-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના નિધાન ભગવતે જગતના જીવે ઉપર વાત્સલ્યના વહેણ વહાવી આગમ વાણી પ્રકાશી, વાત્સલ્ય ભરી વાણીના વહેણ વહાવનારા, વિશ્વની વિરલ વિભૂતિ વીતરાગ પ્રભુ અત્યારે આપણી સામે ઉપસ્થિત નથી પણ તેમના વારસ્ટાર સંત બિરાજમાન છે. એ સંતના સાનિધ્યમાં રહેવાથી પણ જીવને મહાન લાભ થાય છે. સંતના સમાગમથી પથ્થર જેવો માનવ પણ પારસ બને છે ને મેલા માનવીનું અંતર આરસ જેવું સ્વચ્છ બને છે. મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે સંતને સમાગમ થાય છે. એક કવિએ પણ
कोटि जन्मको पुण्य कमाई, तब संतनको संगति पाई।
संत संगति जन पावे, जब ही, आवागमन मिटावेत वही ॥ કેડે જ મનાં પુણ્ય ભેગા થાય ત્યારે સંત સમાગમ થાય છે. જીવ જે સાચે સમાગમ કરે તે તેના ભવના ફેરા ટળી જાય છે.
in શ્રેણીક સજા મિથ્યાત્વી હતા. પણ અનાથી મુનિને સમાગમ થતાં સમ્યકત્વ પામી ગયા. જે જીવને વીતરાગ વચનની શ્રદ્ધા થાય છે તે સમકિત પામે છે. અને જે સમકિત પામે છે તેને સંસાર કટ થયા વિના રહે નથી. વહેપારમાં ન થાય તે