________________
૮૧૨
શારદા સાગર
કરાવી કે હું સાથે લઈને પર્દેશ કમાવા માટે જાઉં છું. તે જેને આવવાની ઇચ્છા હાય તે મારી સાથે ચાલે. માર્ગમાં ખાવા-પીવાની તથા દ્રવ્ય વિગેરેની વ્યવસ્થા હું કરીશ. અને વહેપાર કરવા માટે પૈસાની જરૂર હશે તે તે પણ હું આપીશ. આ શેઠ કહેવાતા શેઠ ન હતા પણ દુઃખીના દુઃખ દૂર કરવાની ભાવનાવાળા હતા. તમે પરદેશ કમાવા જતા હશે। ત્યારે ગામમાં તે નહિ પણ તમારી જ્ઞાતિમાં તે આવી જાહેરાત કરતા હશેાને? અરે! કઇંક તા એવા હાય છે કે પેાતાના સગા ભાઈને પણ ખખર ન આપે. ભ!ઈ જાણી જાય તે ભાગ પડી જાય. કેમ ખરાખર છે ને? (હસાહસ). શેઠે જાહેરાત કરાવી. વગર ખર્ચે કમાવાનું મળતુ હાય તેા કાણુ ભૂલે? ઘણાં માણસે શેઠની સાથે જવા તૈયાર થયા. શેડ બધી વ્યવસ્થા કરીને મેટા કાફલા સાથે રવાના થયા. તે સમયે ટ્રેઇન કે મસાની સગવડ ન હતી. પગપાળા જવાનું હતું. ચાલતાં ચાલતાં એક માઢું જંગલ આવ્યું. શેઠે સાના માણસાને કહ્યું કે ભાઇએ ! તમે મારી સાથે આવ્યા છે એટલે તમારી જવાબદારી મારા માથે છે. તેા તમે બધા મારી એક સૂચના ધ્યાનમાં રાખજો.
આ જંગલમાં નદીલ નામના વૃક્ષેા છે. તે વૃક્ષેા દેખાવમાં ઘણા સુંદર છે. તેની સુગંધ પણ માહક છે. તેની છાયા પણ શીતળ છે. તેના ફળ દેખાવમાં મેાસખી–સતરા જેવા સુર ને ખાવામાં મીઠા છે. એ વૃક્ષેા એવા આકર્ષક છે કે તે મનુષ્યને પેાતાની તર્ફે ખેંચે છે. તે વૃક્ષ નીચે જઇને બેસવાથી તેનુ ફળ ખાવાની ઇચ્છા થાય છે. પણ તે નદી વૃક્ષના ફળ ખાનારનું મૃત્યુ થઈ જાય છે. એટલે તે ફળ મીઠું ઝેર છે. માટે ખૂખ સાવધાની રાખો. કડવા વિષથી ખચવું હેલ છે. પણ આ મીઠા વિષથી અચવુ' મુશ્કેલ છે. માટે તમે કાઇ વૃક્ષની સુદ્રરતાથી, સુગંધથી, છાયાની શીતળતાથી કે ફળના મધુર સ્વાદથી લાભાઇ જશેા નહિ. મારી આ સૂચના ધ્યાનમાં શખી તમે મારી પાછળ આવશે। તે આ અટવી સુખરૂપ પાર કરી શકશે. પણ જો વૃક્ષના ફળ ખાવામાં લેશભાઇ જશે! તે તમે આ અટવીમાં મરણને શરણ થઈ જશેા. આ પ્રમાણે બધાને સૂચના કરીને શેઠ આગળ વધ્યા. જે માણસા શેઠની શિખામણુ હૃદયમાં ઉતારી તેમની પાછળ ચાલ્યા ને નંદીવૃક્ષના ફળમાં લેઃભાયા નહિ જંગલને સુખરૂપ પાર કરી ગયા. પણુ ઘણાં માણુસે નદીવૃક્ષના ફળ જોઇને એમ કહેવા લાગ્યા કે શેઠને એના રવાદની શુ ખખર હાય? આવા સરસ મીઠા ફળના સ્વાદ ચાખ્યા વિના કેમ જવાય? એમ વિચારી નદીફળ હાથમાં લીધા. ચાખ્યા ને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યા એટલે ખૂબ સ્વાપૂર્વક ખાધા. પછી તેનુ ઝેર શરીરમાં પરગમ્યું ને તેમની નસે તૂટવા લાગી. ત્યારે તેમને ભાન થયું કે શેઠની વાત સાચી હતી. શેઠની હિતશિખામણ યાદ આવી. તે પસ્તાવા લાગ્યા પણ ફળ ખાધા પછીને પસ્તાવા શા કામના ? અંતે મરણને શરણ થયા.