________________
૮૦૮
શારદા સાગર
સમાચાર આપ્યા કે અંજના એના મોસાળમાં સહીસલામત છે. હું પાકા સમાચાર લાવ્યું છું. આ સાંભળી દરેકના દિલમાં આનંદ થયે. તેમાં પવનને વિશેષ આનંદ થા. દરેકના હૈયા હર્ષથી નાચી ઉઠયા. જેને મળવા માટે મને તલસી રહ્યું હોય તે મળે તે કે આનંદ થાય?
તમારે દીકરે અમેરિકાથી જેટ વિમાનમાં અમુક તારીખે આવવાને છે. તેથી તમારા હૈયામાં હર્ષને પાર ન હોય પણ ખબર મળી કે વિમાન અમેરિકાથી ઉપડયું ને વચમાં હોનારત થઈ છે. તે વિમાનમાં દીકરે આવવાનો છે તે આ સમાચારથી માતા-પિતાનું હૈયું ચીરાઈ જાય છે. કે મારા દીકરાનું શું થયું હશે ત્યાં સમાચાર આવે કે વિમાનમાં અકસ્માત થયે પણ બધા બચી ગયા છે. તે કેટલે આનંદ થાય! તે રીતે અંજના જીવતા મળશે એવી કેઈ આશા ન હતી. પણ જીવતાના સમાચાર સાંભળ્યા એટલે પવનજીના મેરેમમાં આનંદ થયે ને અંજના પાસે જવા તૈયાર થયા. આગળથી પવનજી ચાલીયા, પંકેથી આવ્યું છે સઘળે સાથ તે, આવ રે સહીયરે ઓળખ્યો, એ કહીએ સ્વામીની તુમ તણે નાથ તો, અંજના આવી છે પાયે નમી, ખેલે બેસાડે છે હનુ રે કુમાર તે, ક્ષણે એક પુત્ર સામુ જુએ, ક્ષણ એક જુએ છે અંજના નાર તે સતી રે
અંજનાના સમાચાર સાંભળ્યા. હવે પવનજી ક્ષણ પણ રેકાય ખરા? માતા-પિતા સાસુ-સસરા બધાને છોડીને પવનજી પિતાના વિમાનમાં બેસીને જલ્દી રવાના થઈ ગયા. ને બીજા બધા પાછળથી જાય છે. પવનજીનું વિમાન હનુપાટણમાં પહોંચી ગયું. તેમનું મોસાળ સાસરું છે. એટલે જે સમાચાર આપે તે તેમનું સ્વાગત ને સન્માન ખૂબ થાય. પણ પવનછ અંજનાને મળવા એટલા અધીશ બની ગયા છે કે જલ્દી અંજનાનું મુખ જોઉં. તેમને સ્વાગત સત્કારની પડી ન હતી. એટલે સીધા અંજનાના મામાના મહેલ પાસે પહોંચી ગયા. તે વખતે વસંતમાલા મહેલના ઝરૂખે ઉભી હતી. તેણે પવનજીને જોયા એટલે હર્ષભેર અંદર જઈને કહે છે બહેન...બહેન! પવનછ આવ્યા. જલ્દી બહાર નીકળ. ત્યારે અંજના કહે છે વસંતમાલા! તું મારી મશ્કરી ન કર. બધી મશ્કરી કરજે. પણ આ મશ્કરી ન કરીશ. શું પવનજી એમ થોડા જ આવે! એ આવશે ત્યારે મારા મામા તેમનું ઠાઠમાઠથી સ્વાગત કરશે. એમ છાનાછૂપા નહિ આવે.
વસંતમાલા કહે- બહેન! હું મશ્કરી નથી કરતી, સાચું કહું છું. તરત અંજનાએ ઝરૂખે આવીને પવનને જોયા. અને ઓળખ્યા કે આ પવનજી છે. તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. પવનજી પણ ઝડપભેર મહેલમાં પ્રવેશ કરીને ઉપર ચઢે છે ત્યાં અંજના સતી પિતે નીચે ઉતરે છે. ને પતિના પગમાં પડવા જાય છે. ત્યાં પવનજી તેને ઉંચકીને ઉભી કરતાં કહે છે- હે અંજના ! તું મારા ચરણમાં પડે એ લાયક હું