________________
શારદા સાગર
૮૦૩ છું. આ હુંકાર જે હોય તે કાઢી નાંખજે. જ્યાં સુધી નહીં કાઢે ત્યાં સુધી ગુરૂને ઉપદેશ પણ અંતરમાં કેવી રીતે ઉતરી શકવાને છે? અહં અને મમ ને ભૂલવાના સ્થાને આવીને પણ જે ન ભૂલાતાં હોય તે કયાં ભૂલશે? એક ભકતે પણ ગાયું છે કે - હે.પાવનદ્વારે-છે- મારું સુધરે ના વર્તન, હે આવું કેમ બને ભગવાન
હે મનડું ર્યા કરે મંથન હે પાવન દ્વારે.... આવું તમારી સમીપે પ્રભુ તેયે અવગુણુ મને ઝાલી રાખે જેવું વ દુનિયામાં તેવું વર્તુ સ્થાનકમાં
મુજને નાવે તમારી શરમ હે પાવન દ્વારે જ્યાં આવીને પાપને છોડવાનું છે ત્યાં હું કર્મનું બંધન કરું છું. તે હે ભગવંત! મારા ખરાબ વર્તનનું પરિવર્તન ક્યારે થશે? આ ભકતના દિલમાં આ વિચાર થયે, તે મારા બંધુઓ! તમારા દિલમાં એ વિચાર આવે છે ખરે કે હું આટલા વર્ષોથી દર્શન કરું છું. વ્યાખ્યાન સાંભળું છું. સામાયિક, પ્રતિકમણ, ઉપવાસ, આયંબીલ, એકાસણું આદિ ધર્મારાધના કરું છું પણ સંસારની કેટલી વિસ્મૃતિ થઈ ને પ્રભુની સ્મૃતિ કેટલી થઈ? હું ને મારું ભૂ છું કે નહિ?
દેવાનુપ્રિયે! જેને આત્મા જાગૃત બનેલું છે તે શું વિચાર કરે? “gોડ્યું નથિ જે શોર્ડઆ સંસારમાં હું એકલું છું. મારું કઈ નથી. સંસારના સુખમાં તથા સ્વજનેમાં આજ સુધી ભક્તિથી મારાપણની કલ્પના કરી. પણ જિનવાણીના પ્રભાવથી અને સદ્દગુરૂના સમાગમથી મારી જાતિ ટળી ગઈ ને આત્માની ક્રાન્તિ ખીલી ઉઠી. હવે મોહરાજાની સત્તા નીચે હું દબાઈશ નહિ. હવે હું ને મારું છેડીને અનાસકત ભાવથી સંસારમાં રહીશ. અનાદિકાળથી પરની સાથે પ્રીત બાંધીને હું દુઃખી થયે છું. આ સંસારની રંગભૂમિ ઉપર નવા નવા સ્વાંગ સજીને નાટકીયાની માફક અનંતી વાર નાચ કર્યા. હવે મારે એ નાચ કરવા નથી.
- અનાદિકાળથી મેહ રૂપી મદારી આ જીવ રૂપી માંકડાને સંસારના સુખ-રૂપી મુઠીભર ચણાની લાલચ આપીને ભવના બજારમાં હજારે માણસોની હાજરીમાં પિતાની ઈચ્છાપૂર્વક નચાવી રહ્યો છે. આ જીવ રૂપી માંકડુ પણ મુઠીભર ચણાની લાલચમાં હર્ષથી નાચે છે. પણ આવો વીતરાગ ધર્મ પામ્યા પછી બાહાભાવમાં નાચવું શેભે નહિ. મેક્ષની આરાધના કરવી હોય તે કર્મરાજાની સામે કરડી નજર કરે. ને ભોગ રૂપી ભંગીથી દૂર રહે. વિષય રૂપી વિષનું વમન કરી લો. પણ હું તમને એક વાત પૂછું છું કે તમને ભેગ ભંગી જેવા ને વિષયે વિષ જેવા લાગે છે ખરા? પૈસા એ પિશાચ જેવા ને બંગલાને મેહ આત્માનું બગાડનારા લાગ્યા છે? સદગતિના શત્રુ કષાય એ કસાઈ જેવા લાગે છે ખરા? કામિની કરવત જેવી ને મેટરે મારનારી લાગી