________________
શારદા સાગર
૭૮૧ અજ્ઞાનપણે જીવે ભૌતિક સુખ મેળવવા ફાંફા મારે છે. એને ખબર નથી કે હું ગર્લભ લઈને ઘેડા આપી રહ્યો છું.
બોલે, આમાંથી તમે કઈ ઘેડા આપીને ગર્દભ ખરીદે ખરા? (હસાહસ) તમે બધા તે એટલા ચતુર છો કે ઘેડા આપીને ગર્દભ ખરીદે તેવા નથી. કેમ બરાબર ને! તે વિચાર કરે. સંસારના ભૌતિક સુખમાં આત્મસાધનાને સોનેરી સમય વેડફી નાંખવે તે ઘોડા આપીને ગધેડા ખરીદવા જેવું નથી? ભગવાન કહે છે કે- “વાળો રાજસ્થાન ૩ મો ” સંસારમાં પાંચ ઈન્દ્રિયજન્ય સુખ અનર્થની ખાણ જેવા છે. તેને છોડી દે અને ત્યાગ માર્ગમાં અલ્પ સમયનું કષ્ટ વેઠીને લાંબા કાળનું સુખ મેળવી લે. સંસારના સુખ મેળવતાં ચારે કષાયના કારણે ઉભા છે. માની લો કે તમને કષાય આવી જાય તે પ્રસંગે ઉપસ્થિત થયે. તે સમયે જે સમતાભાવ રહે તે ઘણાં કર્મો ખપી જાય. પણ જે સમતા ન રહે અને બંને વ્યકિત સરખા બને તે મોટો કષાયરૂપી ભડકો થાય. કદાચ કેઈના ઘરમાં આગ લાગશે તે મર્યાદિત વસ્તુઓ બાળશે અને બંબા આવશે તે ઓલાશે. પણ કષાયની આગ એવી ભયંકર છે કે તે જે ફાટી નીકળશે તે આપણી ભવોભવની સાધનાને બાળીને ખાખ કરી નાંખશે જીવને કષાય શા માટે થાય છે? અંતરમાં રાગ-દ્વેષ અને મોહ ભર્યા છે માટે. આ રાગ-દ્વેષ અને મોહિની ત્રિપુટી ટળે તે કલ્યાણ થાય. જ્ઞાની કહે છે કે
ઉઘડે અંતરના કમાડ, મીટે મેહની મનવાર,
ટળે રાગની રંજાડ, સુખ વૃષ્ટિ શતધાર, જે અંતરના કમાડ ખુલે તે પરભાવમાં ભમતે આત્મા સ્વમાં આવી જાય. કમાડ ખુલે તે ખબર પડે કે હું કયાં ભણું છું? બાહાભાવમાં રખડતો આત્મા બાહ્ય પદાર્થોને દેખે છે. પિતાને દેખતે નથી. તમારી તિજોરીના કમાડ ખુલે તે તેમાંથી પૈસા અને દાગીના મળે, પણ તિજોરીનું બારણું બંધ રાખીને કહે કે પૈસા જોઈએ છે તે મળે? ન મળે. તેમ અંતરના દ્વાર બંધ રાખીને અવિનાશીને પ્રજાને મેળવે છે તે તે કયાંથી મળે? જેના અંતરના દ્વાર ખુલી જાય છે તેને બાહા અને આત્યંતર મેહ છૂટી જાય છે. મોહનીય કર્મની પ્રકૃતિ ૨૮ છે. તેમાં ૨૫ ચાત્રિ મેહનીયની અને ત્રણ દર્શન મોહનીયની. તમે પરણવા ગયા ત્યારે ચોરીમાં બેઠા હતા ને? જેમ ચોરીના ચાર છોડ હોય છે. અને એકેક છોડમાં સાત સાત માટલી એમ ૭૪૪ = ૨૮ માટલી હોય છે. તેમ ચેરીના ચાર છોડ સમાન ચાર ગતિ છે. અને ૨૮ માટલી સમાન ૨૮ મોહનીય કર્મની પ્રકૃતિ છે. એ સંસારની ચેરીમાં બેઠા એટલે ચતુર્ગતિના ફેરા ફરવાના સમજી લેજે. ભોગ વિષયમાં સુખ માનીને જીવ તેની પાછળ દેડી રહ્યો છે પણ આત્મા તરફ લક્ષ કર્યું નથી.