________________
શારદા સાગર
૭૯
શરીરમાંથી લેહી-માંસ સૂકવી નાંખ્યા. એવા ઉગ્ર તપની સાધના કરવા છતાં માયાની ગ્રંથિ છેડી નહિ હોય તે એક વાર નહિ પણ અનંતી વાર ગર્ભમાં આવવું પડશે. જીવનમાં સરળતા નહિ હોય તો આવી કઠોર સાધના પણ તેને જન્મ મરણના ફેરામાંથી છેડાવી શકતી નથી. ભગવાન તો કહે છે કે મારે સાધુ હોય કે શ્રાવક હોય પણ જે તેનામાં સરળતા નથી તે કલ્યાણ નથી. “માય મિચ્છાદિઠી, અમાથી સર્દીિ ” જે આત્મા માયાવી છે તે મિથ્યા દષ્ટિ છે, ને માયા વગરને આત્મા સમ્યક્રષ્ટિ છે. જેનામાં દંભ કે માયા નથી તે આત્મા સમ્યકત્વ રૂપી સૂર્યના કિરણને પ્રકાશ મેળવી શકે છે. હૃદયની સરળતા અને પવિત્રતા વિનાની તમામ સાધનાઓ પ્રાણ વિનાના કલેવર જેવી છે. ભલે તેનાથી પુણ્ય બંધાશે ને દેવલોકના સુખ મળશે. પણ જન્મ-મરણના ફેરા ટળશે નહિ. માટે ભલે થોડી સાધના કરે પણ કપટ રહિત શુદ્ધ કરે. એ થેલી સાધના પણ કર્મના ભારથી આત્માને હળ બનાવશે.
દા. ત. અંતગડ સૂત્રમાં અયવંતાકુમારને અધિકાર આવે છે. તેમણે ફકત નવ વર્ષની છેટી ઉંમરમાં દીક્ષા લીધી હતી. તેમને કેવી રીતે વૈરાગ્ય આવ્યું હતું તે જાણો છો? અયવંતાકુમાર રાજમહેલના ચેકમાં સરખે સરખા મિત્રો સાથે ગેડીદડા રમતા હતા. ગેડીદડની રમત રમવામાં ખૂબ રસ જામ્યો છે. આ તમારે સંસાર પણ જો તમે સમજે તે ગેડી દડાની રમત જેવો છે. જેમ દડે આમથી તેમ ફેંકાય છે તેમ તમે ઘેરથી ઓફિસે જાય છે ને એફિસેથી ઘેર આવે છે આ એક રમત છે ને! રમત રમતાં રમતાં અયવંતાકુમારની દષ્ટિ ત્યાંથી ચાલ્યા જતાં એક વીતરાગી સંત ઉપર પડીને રમતને રસ ઉડી ગયે. બધા મિત્રને છોડી રમત પડતી મૂકી દોડતે સંતની પાસે ગયો. સંતને જોઈ તેના હૃદયમાં અપૂર્વ ઉલ્લાસ આવી ગયે. મુનિને વંદન કરી ભાવપૂર્વક પિતાને ઘેર લાવે છે. આંગણામાં પગ મૂકતાં માતાને વધામણી આપતાં કહે છે હે માતા ! આપણે ઘેર ભગવાનને તેડી લાવ્યો છું. એ સંત બીજા કેઈ નહિ પણ પ્રભુ મહાવીરના પટ્ટ શિષ્ય ૌતમસ્વામી હતા. ગૌતમસ્વામીને જોઈને માતાના દિલમાં અતિ હર્ષ થયા. ને નિર્દોષ આહાર-પાણી વહેરાવ્યા. બૈચરી કર્યા પછી સંત પાછા ફરે છે. ત્યારે નાનકડે અયવંતાકુમાર પણ તેમની સાથે જાય છે. ચૈતમસ્વામીને જોઈને એને એટલે હર્ષ થયે કે હું એમને શું આપી દઉં! સંતના હાથમાં ગૌચરીની ઝળી હતી. તે જોઈને બાલુડે કહે છે ભગવાન! મને આ ઉંચકવા આપે ને! ત્યારે ગૌતમ સ્વામી કહે છે કે આ ઝેબી જે અમારા જેવા થાય તે પડી શકે. ત્યારે બાલુડો કહે છે. મને તમારા જેવું બનાવી દે ને! બંધુઓની સાધુનું દર્શન પણ કેટલું લાભદાયી છે.
साधुनां दर्शनं पुण्य, तीर्थभूता हि साधवः तीर्थ पुनाति कालेन, सद्य साधु समागमः ॥