________________
શારદા સાગર
૭૯૩
અને એક નગરમાં ગયા છતાં ધર્મરાજાને બધા સદ્ગુણી લાગ્યા. અને દુર્યોધનને આધા દુર્ગુણી લાગ્યા. તેની ષ્ટિમાં ફેર છે. રામચંદ્રની દૃષ્ટિ પવિત્ર હતી તેથી તેમને બધુ પવિત્ર દેખાયુ. તેથી તેમણે પોતાના ભાઇ લક્ષ્મણજીને કહ્યું.
पश्य लक्ष्मण पंपायाः बकः परम धार्मिकः ।
शनैः शनैः पदं धत्ते जीवेषु वध शंकया ॥
હે લક્ષ્મણુ વીરા! જો તા ખરા. આ બગલા ચેગીની માફક પ્રભુની પ્રાર્થનામાં કેવા લીન બનીને ઉભે છે! જાણે કે પ્રભુપ્રાર્થનામાં મસ્ત કાઇ ભકત ન હાય! જૈન સાધુ ઇર્યાસમિતિ જોઈને સાવધાનીપૂર્વક પગ ઉપાડે છે ને ધીમે ધીમે જતનાપૂર્વક પગલા ભરે છે. તેમ પગલે પણ સાવધાનીથી પગ ઉપાડે છે. તેને ભય છે કદાચ પગ નીચે કેાઈ જીવ ચગદાઈ જાય. ખરેખર આ બગલા સંત જેવા પવિત્ર દેખાય છે માટે એના દન કરીને પવિત્ર મનીએ.
આ
જેવી દ્રષ્ટિ હાય છે તેવી સૃષ્ટિ દેખાય છે. જ્યારે રામચંદ્રજી ચૌદ વર્ષ વનવાસ ભાગવીને પાછા અયેાધ્યા નગરીમાં આવ્યા ત્યારે આખી અાધ્યા નગરીની જનતા તેમનુ સ્વાગત કરે છે. હીરા અને મેતીડાથી વધાવે છે. દિલમાં આનદને પાર નથી. બધાને રામચંદ્રજીએ જોયા પણ માતા કૈકયીને જોઇ નહિ. તેથી તેમના દિલમાં દુઃખ થાય છે. જનતાના હૈયા હર્ષીના હિંચાળે હીંચતા હતા. ત્યારે કૈકયી માતા મહેલના ખૂણામાં એસીને રડતા હતા. રામચંદ્રજી કૈકયી માતાના મહેલે પહોંચી ગયા ને માતાના પગમાં પડીને કહ્યું: હું માતા ! તું શા માટે રડે છે? ત્યારે કૈકયી માતા કહે બેટા! મારી ભૂલના કારણે રડું છું. મેં તને રાજગાદીને બદલે વનવાસ અપાવ્યે.. હુ પાપણી તને માતુ શુ ખતાવું? રાણી કૈકયીને આઘાતને પાર નથી. માનવ માત્ર ભૂલને પાત્ર છે. પણ ભૂલને ભૂલ કહેવી ખહુ મુશ્કેલ છે. ભગવાન મહાવીર સ્વામીના આત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સત્તાના મઢમાં આવી શૈયાપાલકના કાનમાં સીસું રેડાયું હતું. તે ભૂલને પણ પ્રભુએ પ્રગટ કરી દીધી.
આપણે રામચંદ્રજીની સરળતા ઉપર વાત ચાલતી હતી. રામચંદ્રજી માતા કૈકયીને કહે છે; હે માતા ! તુ શા માટે રડે છે ? આજે જો અયેાધ્યા નગરીમાં આ રામનુ બહુમાન થતું હાય, પિતાની આજ્ઞાનું પાલન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયુ હાય તા હૈ માતા! તારા પ્રતાપ છે. સીતાનુ સતીત્વ પ્રગટ થયું હેાય તે તે પણ તારા પ્રતા૫ છે, માતા! તુ ન હાત તે આ રામને દુનિયા કાંથી એળખવાની હતી! આમ કહીને રામ માતા કૈકયીના ચરણમાં પડી ગયા. હું તમને પૂછું છુ તમારી માતાએ આવુ કર્યું" હાય તે તમે શું કરે? એ માતાના ઉપકાર માનેા કે ત્યાગ કરેા ? મેલેા તેા ખરા ! ( હસાહસ) ટૂંકમાં મારા કહેવાના આશય એ છે કે ગુણગ્રાહી અને સરળ આત્માએ