________________
શારદા સાગર
૭૯૭
બંધુઓ! વિચાર કરે. નવ વર્ષના બાલુડામાં આત્માનું આવું ઊડું જ્ઞાન કયાંથી આવ્યું? દીક્ષા લેવા માટેની કેટલી તીવ્ર તમન્ના છે ! તમને કદી આવી તમન્ના જાગી છે? તમે પણ સ્વ–પરનું જ્ઞાન કરતા જાઓ કે મારે આત્મા તે શુદ્ધ છે. અસંગી છે. રાગ-દ્વેષ અને મહ વિનાને છે. નિર્મળ જ્ઞાનવાળે છે. તે તમને પણ ક્યારેક ભાવના જાગશે. અયવંતાકુમારને તેની માતાએ કસી છે. છેવટે થયું કે હવે મારે દીકરો સંસારમાં રેક રેકાય તેમ નથી. એટલે સામેથી હાથીની અંબાડીએ બેસાડીને પ્રભુ પાસે લાવીને માતા પિતાના વહાલા પુત્રને પ્રભુના ચરણમાં સમર્પિત કરે છે. પ્રભુને સોંપતા પહેલાં વહાલસોયા પુત્રને શિખામણ આપતાં કહે છે કે
કહે છે રે માવડી સુણ રે જાયા, જળ નેણુ વરસાવી,
મુજને છેડી અપર માવડી, મત કરજે ભાઈ
હે વહાલસોયા દીકરા ! તું મને છોડીને જાય છે. મને રડાવીને જાય છે તે હવે બીજી માતાને રોવડાવવી ન પડે તેવી તું સંયમ માર્ગમાં રત્નત્રયની આરાધના કરજે. અને વહેલે વહેલે મોક્ષના સુખને પામજે. એવા મારા તને અંતરના આશીર્વાદ છે. આવી સુંદર શિખામણ આપીને પ્રભુને સોંપે છે. ને અયવંતાકુમાર દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા લઈને ખૂબ સરળતાપૂર્વક પ્રભુની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા. અને નવા વર્ષની લઘુવયમાં આત્મદશા પ્રાપ્ત કરી, જ્ઞાન-દર્શન ચારિત્રની આરાધના કરી કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી તે ભવે મોક્ષમાં ગયા, અને શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું. આવું સુંદર ચારિત્ર જે પાળે છે તે સાચે સનાથ છે, બંધુઓ ! બાલુડો અયવંતા મુનિ એક વખતના સંત સમાગમમાં તરી ગયા. બોલે, તમે કેટલે સંત સમાગમ કર્યો ! હવે શું કરવું છે તે વિચારી લેજે.
ચરિત્ર:- “પવનજીને નિરાશામાં આશાનું કિરણ પ્રગટયું” :- પવનજીના માતા-પિતા અને સાસુ સસરા તેમને ખૂબ સમજાવે છે કે તમને જેવું દુઃખ છે તેવું અમારા દિલમાં દુઃખ છે. પણ હવે શું કરવું? તારા જેવા પરાક્રમી પુત્રને આવું રૂદન કરવું છાજે નહિ. ત્યારે પવન કહે છે હે માતા-પિતા! હું અંજનાના મોહમાં પાગલ બનીને ઝૂરતું નથી. પણ મારા દિલમાં એક જ દુઃખ છે કે મેં બાર બાર વર્ષ સુધી તેના સામું જોયું નહિ ને કટકે જતાં પાછો વળી ત્રણ દિવસ ગુપ્ત રીતે ચાર બનીને તેના મહેલમાં રહો. ફકત ત્રણ દિવસુખ આપ્યું. તેની પાછળ તેના માથે આભ તૂટી પડે એટલા દુઃખ પડયા. બાર વર્ષમાં કદી એણે કઈને જાણવા દીધું નથી કે મારે પતિ મને બોલાવતું નથી. જયારે બીજી સ્ત્રી હોય તે બાર વર્ષને બદલે બાર દિવસમાં ઢેલ પીટાવે કે મારે પતિ આવે છે. એણે તે તમને પણ જાણ કરી નથી. એના ગુણે મને રડાવે છે. માતા-પિતા કહે છે બેટા ! ધીરજ રાખ. જરૂર અંજના મળશે, આપણે તપાસ કરાવીએ છીએ.