________________
૭૯૮
શારદા સાગર
અનેક વિમાન લંબાવીયા, અણુ પલાણ્યા કેઈ ફરે તુરંગ અસવાર તે,
કેટલાક નર પાલા ફરે, સાંઢીયા દેડાવ્યા દેશવિદેશ ઠાર તે,
એ સતી દીસે તો જીવવું, નહિતર પગ મારી કરું કાલ તે, દેશવિદેશે જેવતા, અંજના પ્રગટી છે માય મસાલ તે સતી રે
માતા પિતા અને સાસુ સસરા બધા વિદ્યાધર હતા. એટલે તેમની પાસે ઘણાં વિમાનો હતા. દેશદેશ ને ગામેગામ વિમાન દ્વારા માણસોને તપાસ કરવા મોકલ્યા. કેટલાક માણસે પગે ચાલીને ગિરીગુફાઓમાં તપાસ કરે છે. કંઈક જગ્યાએ ઘેડા અને સાંઢણીઓ ઉપર માણસોને મોકલ્યા છે. બધાને ગયા દિવસે થયા, પણ કંઈ સમાચાર મળતા નથી. તેથી પવનછની ધીરજ ખૂટી ગઈ. તે કહે છે કે જે હવે આઠ દિવસમાં મને અંજનાના સમાચાર મળશે તે જીવવું છે. નહિતર આ તલવાર મારા ગળા ઉપર ફેરવીને મરી જઈશ.
પવનજીની વાત સાંભળીને સૌના હાજા ગગડી ગયા. હૈયા ધડકવા લાગ્યા. ધડકતે હૈયે સૈ પવનજીને આશ્વાસન આપે છે. આમ કરતાં આઠ દિવસ પૂરા થયા પણ અંજના સતીના કંઈ સમાચાર ન આવ્યા. એટલે પિતે હાથમાં તલવાર લઈને ગળા ઉપર મારવા તૈયાર થયા. માતા - પિતા અને સાસુ - સસરાના હાથ-પગ ભાંગી ગયા. હવે શું કરીશું? આપણું કાળું મેટું જગતને કેવી રીતે બતાવીશું? હે પ્રભુ! અંજના જીવતી મળી જાય તે સાસરા અને પિયરની લાજ રહે. સૌ પવનજીને વાળવા જાય છે. હાથમાંથી તલવાર ઝૂંટવી લે છે. પણ પવનજી કહે છે હવે હું કઈ રીતે જીવવાનું નથી. તમે બધા દૂર જતા રહે. મને મારા માર્ગે જવા દે. આમ કહી પવનછ આંખ બંધ કરી હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને ભાભવ અંજના સતીને સથવારો મળજો. મેં એને જે દુખ દીધું છે તેના પ્રાયશ્ચિતમાં હું આજે મારા જીવનને અંત લાવું છું. આમ પ્રાર્થના કરે છે. બીજા બધા પવનજીને ઘેરીને ઉભા છે. સૌની આંખમાં આંસુની ધારા વહે છે. સૌ નિરાશ બનીને ઉભા છે.
હજારે નિરાશામાં પણ કયારેક આશાની વીજળી ઝબૂકે છે. તેમ અહીં પણ શું બન્યું? બધા ગમગીન બનીને ઉભા હતા. ત્યાં દૂરથી ખૂબ ધૂળ ઉડતી દેખાઈ ને એક ઘડેસ્વાર મોટા અવાજથી બોલે છે. સબૂર કરે..સબૂર કરે. હું અંજના સતીના શુભ સમાચાર લઈને આવ્યો છું. અંજના સતી જીવતા છે. હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઘેડેસ્વારે સમાચાર આપ્યા ત્યાં સેના હૈયા હરખાઈ ગયા. ને સમાચાર લાવનારને કહે છે ભાઈ ! તારી જીભની અમે આરતી ઉતારીએ! તારા મેઢામાં સાકર મૂકીએ. આજે તેં આવા શુભ સમાચાર આપીને અમારા બંનેના કુળની લાજ રાખી છે. પણ ભાઈ! તું એ તે કહે કે અંજના સતી કયાં છે? ત્યારે તે કહે છે. એમના મોસાળમાં