________________
૭૯૬
શારદા સાગર
સાધુદર્શીન પવિત્ર છે કારણ કે સાધુ તીર્થરૂપ હાય છે. સાધુઓને સમાગમ જીવેાને તારી દે છે. જુએ, આવતાકુમારે કઢી સાધુને જોયા ન હતા. પહેલી વાર દર્શન કર્યાં ને તેનું હૃદય નાચી ઉઠયુ, અને બૈચરી વહેારાવી સાથે ચાલ્યા. એટલામાં તેા તેને દીક્ષા લેવાનુ મન થઈ ગયું. મા અધુએ! તમે પણ કેટલી વખત સાધુના દર્શન કર્યાં! ગાચરી વહેારાવીને સાથે પણ ચાલ્યા હશે! છતાં તમને સાધુની ઝોળી પકડવાનું મન થાય છે? સાધુના દર્શનથી મહાન લાભ થાય છે તે તેમના સમાગમ કરવાથી કેટલે। મહાન લાભ થાય? સાધુની સંગતિ કેવી છે તે પણ એક Àાકમાં કહ્યું છે. " चंदनं शीतलं लोके चन्दनादपि चन्द्रमा |
चन्द्र चन्द्रनयोर्मध्ये, शीतला साधु संगति । ”
ચઢન જગતમાં શીતળ છે. અને ચંદનથી પણ ચંદ્રમા 'અતિ શીતળ છે. ચક્રન અને ચંદ્રમા એ બંનેથી પણ સાધુઓની સંગતિ અધિક શીતળ છે.
અયવતાકુમારે સંતના દર્શન કર્યાં. અને સંતની સાથે ચાલતાં, તેમની સાથે વાતચીત કરતાં અંતરમાં અપૂર્વ શીતળતા વ્યાપી ગઇ. ગૌતમ સ્વામીની સાથે ખાળકે પ્રભુના સમેસરણમાં પ્રવેશ કર્યાં ને પ્રભુના દર્શન કર્યાં. પ્રભુની વાણી સાંભળીને એક વખતમાં વૈરાગ્ય રંગે રંગાઇ ગયા. તમે વર્ષથી વીતરાગ વાણી સાંભળેા છે પણ વૈરાગ્યના રંગ લાગ્યા છે?
માતા મને આજ્ઞા આપા - અયવતાકુમાર કહે છે પ્રભુ! મને તમારા જેવા મનાવી દે. પ્રભુ કહે છે એમ ન પ્રનાવાય. તારા માતાપિતાની રજા લઈને આવ. તરત પ્રભુ પાસેથી નીકળી માતા પાસે આવીને કહે છે હું માતા ! મારે દીક્ષા લેવી છે. મને આજ્ઞા આપો. દીકરાની વાત સાંભળીને માતા મૂર્છા ખાઈને પડી ગઇ. દાસદાસીએ શીતળ જળને છંટકાવ કરે છે, કાઇ વીંઝણા વીઝે છે ત્યારે શુદ્ધિમાં આવે છે ને કહે છે બેટા ! તું તેા હજુ નાના છે. તું દીક્ષામાં શું સમજે? ત્યારે પુત્ર કહે છે હે માતા મારી વાત સાંભળ. [ ખાનામિ તું ન બાળમિ, ગં ન ગામિ ત બાળમિ। હે માતા ! હુ જેને જાણું છું તે નથી જાણતા ને નથી જાણતા તેને જાણું છું. માતા કહે છે બેટા !
આ તારી ગૂઢ વાત હું સમજી શકતી નથી. તું શું કહેવા માગે છે? ત્યારે કહે છે હું માતા! જ્યારે કે ત્યારે એક દિવસ આ નશ્વર દેહના ત્યાગ કરીને જવાનુ છે તે હું જાણું છું. પણ કયારે જઇશ તે હું નથી જાણતા. ચાર ગતિમાંથી કંઈ એક ગતિમાંથી આવ્યે છું તે જાણું છું. પણ અહીંથી મરીને કઇ ગતિમાં જઇશ તે હું નથી જાણતા. મારે હવે ચાર ગતિનું પરિભ્રમણ કરવું નથી. તે પરિભ્રમણ ટાળવા માટે મારે દીક્ષા લેવી. છે. વળી હું એ વાત સમજું છું કે આત્મા દેહરહિત અને નિત્ય છે. ધ્રુવ છે. અચલ છે. અમર છે. તે હવે મારે આ વિનાશી પઢાર્થીના સંગ કરવા નથી.