________________
શારદા સાગર
૭૯૧
થઈને જંગલમાં પડયા છે.
પવનછ જ્યાં છે ત્યાં માતા પિતા તથા સાસુ-સસરાનું આગમનઃ આ તરફ પવનજી તેમના માતા-પિતા પાસેથી જમ્યા વિના નીકળી ગયા એટલે માતા-પિતાને પણ દુઃખ તે થાય ને? અને દીકરો ગયો એટલે મા-બાપ બેસી તે ન જ રહેને? માતા-પિતા મુખ ઢાંકીને પવનજીના ગયા પછી ખૂબ રડયા કે આપણું ગુણીયલ વહુ તે ગઈ ને આપણે દીકરો પણ ગયે. આપણે રત્ન જેવી વહુને ન ઓળખી. તેણે તે ઘણું કહ્યું પણ આપણે માન્યા નહિ. તે આપણે પસ્તાવાને વખત આવ્યે. હવે આપણે જાતે દીકરા-વહુની તપાસ કરવા જઈએ. એમ વિચાર કરીને પવનજીના માતા-પિતા મોટું લશ્કર લઈને પહેલાં મહેન્દ્રપુરી આવ્યા. ત્યાં પણ રાજ્યમાં રોકકળ ચાલે છે. કારણ કે દરેકના દિલમાં પોતાની ભૂલને પશ્ચાતાપ થતું હતું. માતા-પિતા કહે કે જે દીકરી અહીં ન આવી હોત તે એમ થાત કે અહીં આવી જ નથી. પણ પિયરની મોટી આશાએ તે બાર બાર વર્ષે આવી. ત્યારે આપણે તેના સામું પણ ન જોયું. તેને પાણી પણ ન પીવડાવ્યું. આ રીતે ખૂબ પશ્ચાતાપ કર્યો. પ્રહલાદ રાજા અને કેતુમતી રાણી તેમજ મહેન્દ્ર રાજા અને મને વેગા રાણી આદિ બંને રાજાએ પોતાનું સૈન્ય લઈને પવનજી અને અંજનાની શોધ કરતાં કરતાં જ્યાં પવનછ બેભાન થઈને પડ્યા છે ત્યાં આવ્યા.
પવનજીને સમજાવવા લાગ્યા કે બેટા! તારા જેવા શૂરવીર અને પરાક્રમી પુત્રને આ શું શોભે છે? મોટા બળવાન વરૂણ રાજા સાથે યુદ્ધ કરતાં તેં આટલા ઘા સહન કર્યો ને એક પત્નીને ઘા સહન કરી શકતો નથી? કર્મ આગળ કઈ બળીયું નથી. અમારી બધાની મોટી ભૂલ થઈ ગઈ છે. તેમાં ના નથી. પણ હવે તું બેઠે થા. ઘણું ઘણાં ઉપચાર કર્યા અને શીતળ પવન આવ્યું એટલે પવનજી ભાનમાં આવ્યા, પણ કેઈની સાથે કંઈ બોલતા નથી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૯૦ આસો સુદ ૧૧ ને ગુરૂવાર
તા. ૩૦-૧૦-૭૫ અનંતજ્ઞાની મહાન પુરૂષ કહે છે કે હે ભવ્ય છે ! જે તમારે ભવના ફેરા અટકાવવા હોય તે સર્વપ્રથમ જીવનમાંથી વકતાને કાઢવી પડશે. તમારે બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ હશે તે તે વજ ફરકાવવા માટે વાંકીચૂકી લાકડી કામ નહિ લાગે. સીધી લાકડી લેવી પડશે. તે રીતે મેક્ષમાં જવું હશે તે આપણી જીવન રૂપી લાકડીને સરળતાથી સીધી બનાવવી પડશે. જીવન રૂપી વાંકીચૂકી લાકડી ઉપર સગુણને વજ ફરકાવી શકાશે નહિ. જીવનમાં જેટલી સરળતા હશે તેટલા તમે જગતમાં પ્રિય બની