________________
૭૯૦
શારદા સાગર કહી સાસુ-સસરાને તરછોડીને પવનજી તેમના મિત્રની સાથે જંગલમાં આવ્યા. ઠેરઠેર અંજનાની તપાસ કરવા લાગ્યા.
વનમાંહે કુંવરજી ટળવળે, કિહાં ગઈ દાન યા તણું વેલ તે, કિહાં ગઈ ધર્મની ધુંસરી, કિહાં ગઈ શિયળ સતોષની કેલ તે, આવે ને મારી આગળ રહે, જેમ જેઉં તુમ તણું મુખનું સ્વરૂપ તે, કેટકેથી કુશળ હું આવીયે, એમ કહી રૂદન કરે બહુ ભૂપતે-સતી રે.
પવનજી વનવગડે ઘૂમે છે ને અંજના વિના તરફડે છે. તે વનના વૃક્ષની સામે ઉભા રહીને કહે છે, હે વૃક્ષો ! દાન અને દયાની વેલ સરખી મારી અંજનાને તમે જોઈ છે? એની નસેનસે ધર્મની ભાવના રહેલી છે. એનું શીયળ તે કેટલું નિર્મળ છે. હે વનમાં વિહરનારા પંખીડાઓ! તમે આવી પવિત્ર અંજનાને જતાં જોઈ છે? તે અહીં આવી હતી? તમે મને જલ્દી બતાવે. મેહમાં માણસ ભાન ભૂલે છે ત્યારે એને ભાન નથી રહેતું કે હું આ વૃક્ષને પૂછું તે શું તે મને જવાબ આપશે? કઈ જવાબ આપતું નથી. ત્યારે પવનજી કહે છે. કેઈ બતાવો કેઈ બતા અંજના” અરે કે બતા અંજના રેઇ રેઈને રાતી થઈ છે આંખલડી, અરે કઈ બતાવે મને અંજનાજી.
અરેરેહે વૃક્ષે ! હે પ્યારા પંખીડાઓ! તમે મને કેમ જવાબ આપતા નથી? શું! મારી અંજના અહીં નહતી આવી? જે આવી હતી તે તમે એને રોકી કેમ નહિ? આમ બેલે છે. પણ કઈ જવાબ દેતું નથી ત્યારે એ બેલે છે તે અંજના! તું મારાથી કેમ રીસાઈ ગઈ છે? ક્યાં જઈને સંતાઈ ગઈ છે? હું તારા વિના ગૂરી રહ્યો છું. તને મારી એટલી પણ દયા નથી આવતી? હું યુદ્ધમાં વરૂણ રાજાને હરાવીને વિજયની વરમાળા પહેરીને આવ્યો છું. તે તને એમ પણ નથી થતું કે હું જલ્દી મારા પતિને મળું. તું જ્યાં હોય ત્યાંથી મારી પાસે આવી જા. તારું મુખ જોઈશ ત્યારે મને શાંતિ થશે. હું તારા વિના જીવી શકીશ નહિ. આમ બેલતા જાય ને પવનજી રડતા જાય છે. તેમને કરૂણ કલ્પાંત જેઈને વનના પક્ષીઓ પણ રડી પડયા ને વૃક્ષે ધ્રુજી ઉઠયા.
પવનજીનો મિત્ર પણ વિચાર કરે છે કે જે સતીને ગર્ભવતી આવા વગડામાં કાઢી મૂકી એ આવા જંગલમાં જીવતી રહી હશે? એનું શું થયું હશે? એ તે જ્ઞાની જાણે પણ મિત્રને એવું કહેવામાં આવશે તે ખૂબ આઘાત લાગશે. એટલે પવનજીને કહે છે વીરા ! તું હિંમત રાખ. શાંતિ રાખ. આપણે ગમે ત્યાંથી અંજનાદેવીને શોધી કાઢીશું. એમ હિંમતભર્યા શબ્દથી આશ્વાસન આપે છે. પણ પવનજીની ધીરજ ખૂટી ગઈ છે. ભૂખ્યા ને તરસ્યા વગડામાં ઘૂમવા લાગ્યા. ભૂખ-તરસ અને બીજુ અંજનાના વિયેગનું દુખ પવનજીને ખૂબ સતાવવા લાગ્યું. અંજનાને પત્તે નહિ પડવાથી પવન બેભાન