________________
૭૮૨
શારદા સાગર
દેવાનુપ્રિયો ! આ તમારી સંસારીની વાત થઈ. પણ ભગવાન કહે છે સંસાર .. છોડીને સાધુ બન્યા પછી પણ મનની મલીનતા દૂર ન કરી. નામ બદલ્યું પણ કામ ન બદલ્યું, વેશ બદલે પણ વર્તન ન બદલ્યું, વસ્તુ છડી પણ વાસના ન ગઈ, ચારિત્ર લઈને જગતને વંદનીય બન્યો પણ વિચાર ન બદલ્યા તે વેશ પહેર્યો શા કામને? વેશ પહેરીને ભવાઈ ભજવી છે. પરંતુ સાચે સંયમી સાધક કે જેના લલાટે બ્રહ્મચર્યના તેજ ઝગારા મારી રહ્યા છે તેવા સાધક આત્માની સામે કઇ વિકારી માણસ ઊભેલો હોય તે તેનો વિકાર પણ ટળી જાય છે. આ છે બ્રહ્મચર્યની શક્તિ! પણ વેશ પહેરીને મન જે વિકારમાં રમતું હોય તે અનંતકાળ સંસારમાં રઝળવું પડશે. અને આ મેહની વિટંબણાની વેલી ચારે તરફ વીંટળાઈ વળશે. - જેના અંતરના કમાડ ખુલી ગયા છે તેવા કંઈક શ્રાવકે સંસારમાં રહેલા હોવા છતાં તેમનું જીવન સાધુ જેવું હોય છે. ઉપાસંગ દશાંગ સૂત્રમાં દશ શ્રાવકેને અધિકાર આવે છે. તેમાં એકેક શ્રાવકને કેવા ઉપસર્ગો આવ્યા! દેવ પરીક્ષા કરવા આવ્યા હતા, મારણુતિક ઉપસર્ગો આવ્યા છતાં મને કેટલું દઢ! દેવના ડગાવ્યા પણ ડગ્યા નહિ. વિચાર કરો. કેટલે મોહ જીત્યો હશે! અરે! મેહને કચડી નાંખ્યો. સોપારી ગમે તેટલી કઠણ હોવા છતાં એના કટકા કરી શકાય છે. તેમ મેહને છત કઠણ છે. છતાં જે અંતરના કમાડ ઉડે તે મેહને કચડી તેના ચૂરેચૂરા કરી શકાય છે. જેમના અંતરના કમાડ ખુલી ગયા છે તેવા બ્રહ્મચારી આત્માની સામે વિકારી આત્મા ઊભો હોય ને તેની દષ્ટિમાં દષ્ટિ મળે તે વિકારીના વિકાર નષ્ટ થઈ જાય. બ્રહ્મચર્યના તેજ આગળ હજારે સૂર્યનાં તેજ ઝાંખા પડે છે.
બંધુઓ! ચામડાના કથળામાં રાચવા ને તેના ખોળામાં માથું મુકવા કરતા તરણ તારણ એવા ત્રિલોકીનાથના મેળામાં માથું મૂકે. પામરતાનું સેવન કરવા કરતા પ્રભુતાને પામવા પુરૂષાર્થ કરે. ચક્ષુકુશીલ-અંગ સ્પર્શના પાપ નાના સૂના નથી. તેનાથી તનના અને ભાવના રંગને પોષણ મળે છે. આ મોહની મૂઢતા છે. મોહના કારણે જીવ અનાદિકાળથી રાગનું પોષણ કરી રહ્યો છે. તે રાગની આગ ભડકે બળે છે. એ આગને બૂઝાવવા માટે ત્રિલકીનાથના અને સદગુરૂના મેળે માથું મૂકી દે કેઈ અપૂર્વ શાંતિ અને શીતળતા મળશે. ઉકળતા તેલના મોટા તાવડામાં બાવન ચંદનનું એક ટીપું પડશે તે બધું તેલ શીતળ બની જશે. તેમ રાગની ભડકે બળતી આગને બૂઝવવા માટે વિરાગતા રૂપી બાવન ચંદનનું એક ટીપું બસ છે.
વિરાગભાવ એ રંગરાગની ગંજીને બાળનાર ચીનગારી છે. પણ જીવ અનંતકાળથી રંગરાગની રંગેલી પૂરીને રાગની આગમાં જલી રહ્યો છે. હવે જે કંઈક સમજાયું હોય તો રાગની સામે મોરચો માંડે જેથી એની રંજાડ ટળી જાય. વિરાગભાવની એક ચિનગારી