________________
૭૮૬
શારદા સાગર
બેસા. કાઇ વસ્તુમાં જો મીઠું ઓછું પડયું અથવા આ મારી બહેને મીઠું નાંખવુ ભૂલી ગઈ અથવા કોઇ વસ્તુમાં કંઇ ઉણપ રહી ગઇ તે તમે થાળી પછાડીને ભાગેથી ઉભા થઇ જાવ, પરંતુ સાવૃત્તિને ગ્રહણ કરવાવાળા આત્મા શુ એવુ કરી શકે ? ના. તેમને' ' વસ્ત્ર મળે તે ઠીક ને ન મળે તેા પણ ઠીક. એ રીતે આહારાદ્ધિ મળે તે ઠીક અને ન મળે તેા ઠીક. “ામુત્તિ ન મખિન્ના ગામુત્તિ ન સોન્ગ। ” મળે તે અભિમાન ન કરે ને ન મળે તેા શાક ન કરે. આવી રૂક્ષ વૃત્તિ હોવાના કારણે તેઓ બધા પરિષહાને સહન કરે છે તેનું પિરણામ એ આવે છે કે આસકિતના અભાવથી તેમને કર્મબ ંધન થતું નથી.
સચમી સાધક ધન તેા રાખતા નથી તેથી ધન પ્રત્યેના લાભ કે લાલસાને પ્રશ્ન જ નથી હાતા. તેએ નવ ફાટીએ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેથી કામ લેાગ તરફ તેમનું મન જતુ નથી. તેથી વાત રહી વસ્ત્ર પહેરવાની અને પેટ ભરવાની. આપ જાણા છે કે સાધુને શ્વેત વસ્ત્રા સિવાય કોઇ પણ રંગનુ કિંમતી વસ્ર ખતુ નથી. અને શ્વેત વસ્ત્ર પણ મર્યાદાથી વધુ ન જોઇએ. કારણ કે પોતાના વસ્ત્ર, પાતરા આદિ પાતે સ્વયં લઇને દેશદેશ વિચરે છે. પેાતાનું વજન કાઇને આપતા નથી. આવી સ્થિતિમાં તે અધિક વસ્ત્ર રાખતા નથી. અને જે મર્યાદિત રાખે છે તેના પર તેમને મમત્વ નથી હતુ. આ રીતે આહાર માટે છે. અચેત અને નિર્દોષ આહાર મળે તે ગ્રહુણ કરે છે. ક્યારેક લૂખા સુકા જેવા આહાર પણ મળે છે. સરસ કે નિસ આહાર ફકત શરીર ટકાવવા માટે લે છે. તેમને મન તે સરસ અને નિરસ આહાર અને સમાન છે. કારણકે તે સ્વાદને માટે નથી ખાતા. ફકત પેટને ભાડું આપવાને માટે ખાય છે. એટલા માટે ખાદ્યપદાર્થ માં પણ તેમની લેાલુપતા રહેતી નથી. આ સિવાય તે પેાતાના સંપૂર્ણ પરિવારને છેાડીને સંયમી બની ગયા. તેથી મેાહ કેાના પર રહે? તેમને માટે તે સંસારના દરેક જીવા સમાન છે. તેથી કેાઇ જીવા પ્રત્યે તેમની મમતા નથી રહેતી. એટલા માટે સૂકી માટીના ગાળા સમાન તેવા આત્માને ક ચાંટતા નથી.
હે રાજન! આવે છે સાધુ માર્ગ. ગમે તેવા કપરા પ્રસંગેામાં પણ પેાતાના નિયમથી ચલાયમાન ન થાય અને ઉત્કૃષ્ટ ભાવે મહાવ્રતનું પાલન કરતા સંયમની આરાધના કરે તે સાચા સનાથ છે. પણ જ્યારે આથી વિરુદ્ધમાં આહાર ન મળતાં ક્ષુધાના પરિષહ વેઠવે પડે, પાણી ન મળતાં તૃષાનેા પરિષહ વેઠવા પડે, સત્કારને બદલે તિરસ્કાર, માનને અદ્દલે અપમાન, મીઠા વચનેાને બદલે આક્રેશ વચન સહન કરવાના પ્રસંગા ઉભા થાય તે સમયે જે સાધક પોતાના પરિણામથી પાછે પડીને એમ વિચારે કે મને આવી ખખર ન હતી. આ કરતાં મારુ' ઘર અને મારા પરિવાર સારા. આવા જે અધ્યવસાયા કરે છે તે સાધક સયમના પરિણામથી ચલાયમાન થયેલે છે. તેથી તે સાધુ અવસ્થામાં હાવા છતાં કાયરતાને કારણે દુઃખી બને છે તે મનમાં આધ્યાન અને