________________
શારદા સાગર
૭૮૭
રૌદ્રધ્યાનથી સીઝાયા કરે છે. આ સાધુ સાધુપણામાં હોવા છતાં પરિણામથી સાધુ દશાથી ચલિત થયેલ ખરેખર અનાથ છે.
' ભગવાને ઠાણાંગ સૂત્રની અંદર ચોથા ઠાણે ચાર પ્રકારની દીક્ષા બતાવી છેઃ (૧) એક પુરૂષ સિંહની જેમ શૂરવીર બનીને દીક્ષા લે ને સિંહની પેરે પાળે તે ભરત ચક્રવર્તિની માફક. (૨) એક સિંહની પરે દીક્ષા લે અને શિયાળ જેવો થઈને મૂકી દે તે કુંડરીકની માફક, પુંડરીક અને કુંડરીકની વાત તમે ઘણીવાર સાંભળી હશે. કુંડરીકે વૈરાગ્ય પામીને સિંહની માફક શૂરવીર બનીને સંયમ લીધે પણ રોગ થતાં પિતાના ભાઈના રાજ્યમાં આવ્યા ને ભાઈના રાજ–વૈભવ જોઈને પડવાઈ થયા હતા. (૩) એક શિયાળની પેરે દિક્ષા લે અને સિંહની પેરે પાળે તે અંગારમન આચાર્યના શિષ્યની પેરે. દીક્ષા લીધી ત્યારે તેમના ભાવ મધ્યમ હતા. પણ દીક્ષા લીધા પછી ઉઘાડ થતાં જેમનું ચારિત્ર વિશુદ્ધ બન્યું ને શિયાળની પેરે દીક્ષા લીધી હતી પણ સિંહની પેરે પાળી. (૪) અને ચોથા પ્રકારના છ એવા છે કે શિયાળની પેરે દીક્ષા લઈને શિયાળની પેરે પાળે તે કાળકાચાર્યના શિષ્યની પેરે.
બંધુઓ! જે આત્માઓ શૂરવીર છે તેમની દેવ જેવા દેવ પરીક્ષા કરવા આવે તે પણ ડગતા નથી. નમી રાજર્ષિ દીક્ષા લેવા માટે તત્પર બન્યા તે સમયે તેમની પરીક્ષા કરવા માટે ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને મનુષ્ય લેકમાં આવ્યા ને કહેવા લાગ્યા...હે નમિરાજ! તું દીક્ષા લેવા નીકળે છું પણ જરા પાછું વાળીને તે જે. આ તારી મિથિલા નગરી ભડકે બળી રહી છે. તારા અંતેઉરની રાણીએ કાળે કલ્પાંત કરે છે. દેવે બધી માયા રચી હતી એટલે જેનારને તે એમ લાગે કે નગરી જલી રહી છે. અંતેશ્વરમાં રાણીઓ રૂદન કરે છે ને આખા ગામમાં કેલાહલ મચી ગયો છે. પણું નમી રાજર્ષિએ તે ઈન્દ્રને રોકડ જવાબ આપી દીધું કે હે બ્રાહ્મણ !
सहं वसामो जीवामो, जेसि मो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचणं ॥
ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૧૪ હું તે સુખપૂર્વક વસું છું ને સુખપૂર્વક જીવું છું. જે મારું છે તે મારી પાસે છે. મિથિલા નગરી બળતાં મારું કાંઈ બળતું નથી. વળી તમે કહો છો કે નગરીના લેકે રડે છે ને રાણુઓ રડે છે. તે શું એ બધા મને રડે છે? મને કઈ રડતું નથી. સૌ પિતાના સ્વાર્થને રડે છે. જેમ કે ઘટાદાર વૃક્ષ પર પક્ષીઓ રાત્રે આવીને બેસે છે તે વૃક્ષને કેઈ કુહાડો લઈને કાપી નાંખે અગર વૃક્ષ પડી જાય તે પક્ષીઓ સાંજ પડતાં ત્યાં આવીને રડે છે. તે શું પક્ષીઓ વૃક્ષને રડે છે? ના. એ તો પિતાને બેસવા માટેનું વિશ્રામસ્થાન ચાલ્યું ગયું તેને રડે છે. તેમાં મને કોઈ રડતું નથી, નમી રાજર્ષિના