________________
૭૭૪
શારદા સાગર
તેમણે ધ્યાન પાળ્યું.
મહિનાઓથી આવી ઉગ્ર સાધના અને ધ્યાનમાં ઉભા રહેલા મુનિઓની ઉચ્ચ ભાવના, શુદ્ધ ધ્યાનદશા અને નિર્મળતા - જઈ ભકિત કરતા દેવે મુનિને ધ્યાનમાંથી ચલિત થયેલા જોઈને કહ્યું. ગુરૂદેવ ! આમ કેમ? ત્યારે મુનિ કહે છે જે તું અમારી ભકિત કરતે હેય ને અમારા ઉપર પ્રસન્ન થયું હોય તો અમારું એક કામ કર. દેવે કહ્યું-શું? મુનિએ કહ્યું તું કુણાલા નગરીમાં વરસાદ વરસાવ. ત્યારે દેવ કહે કે દિવસે વરસાવું કે રાત્રે? તે કહે દિવસ-રાત બને વખતે. દેવ કહે કેટલા દિવસ વરસાવું? એક, બે કે ત્રણે દિવસ? તે કહે-ના-ના સાત દિવસ અને સાત સાત વરસાવ. તે કહે ધીમે વરસાવું કે ભારે? મુનિ કહે-મૂશળધાર વરસાવ.
બંધુઓ! અહાહા...સાધુપણાનું ભાન ભૂલાઈ ગયું. કષાય શું નથી કરતી? મુનિ માન કષાયમાં જોડાઈને કેટલા અધમ વિચારે પહોંચી ગયા ! સંતને ધર્મ એક પણ જીવની હિંસા ન કરવી. છકાયની રક્ષા કરવી તે તેમને ધર્મ છે. તેના બદલે દેવ પાસે કેવી માંગણી કરી! કષાયના રોગમાં વિચાર પણ ન સૂઝયો કે હું આ શું માંગણી કરું છું? અને આના પરિણામે સેંકડો છેના મૃત્યુ થઈ જશે ને ઘેર હિંસાનું તાંડવ સર્જાઈ જશે તેટલો વિચાર પણ મુનિએ કર્યો નહિ. સાધુ સાધુવેશમાં રહ્યા પણ પરિણામથી તેમનું સાધુપણું ચાલ્યું ગયુ. દેવ તે વચન પ્રમાણે કાર્ય કરવા તૈયાર થઈ ગયા.
દેવાનુપ્રિયે! વિચાર કરશે. આ સંતોની સાધના કેવી ઉગ્ર હતી! સહેજ દુર્ગધ આવે તે આપણું માથું ફાટી જાય. આવી દુર્ગધમાં ધ્યાન સહિત ઉપવાસ કરીને ઉભા રહ્યા. પણ લેકેના વચન પચાવી શક્યા નહિ. એટલે કે ધની જ્વાળા ભભૂકી ઉઠી. અને દેવને વરસાદ વરસાવવા કહ્યું. એટલે દેવે વરસાદ વરસાવ્યું. એક કલાક મૂશળધાર વરસાદ વરસતાં કુણલા નગરીમાં પાણી પાણી થઈ ગયું. એક કલાકમાં આટલા પાણી ભરાઈ ગયા તે સાત દિવસ અને સાત રાત્રી વરસાદ વરસે તે શું ન થાય? આખી નગરી ડૂબી ગઈ. આસપાસના ગામડા તણાઈ ગયાં ને હજારે મનુષ્ય તથા ઢેરાના મડદા પાણીમાં તણાવા લાગ્યા. જે સંત એક કીડી જેવા જીવની પણ દયા પાળનારા તેના દેધના આવેશથી આટલા જેની હિંસા થઈ ગઈ. જે સાધના દ્વારા મોક્ષની ટિકિટ મેળવવાની હતી તે સાધના દ્વારા દુર્ગતિની ટિકિટ ફંડાવી. આક્રેશ વચનને પરિષહ સહન ન કરી શક્યા તે ચારિત્રની પેઢી ડૂલ થઈ ગઈ. સાધુને ધર્મ છે કે ગમે તેવા પ્રસંગે ચારે કષાય, પાંચ ઈન્દ્રિઓ અને મન ઉપર વિજય મેળવી જોઈએ. સાચે સાધુ કે હોય છે?
પાંચ ઇન્દ્રિય વશ કરે, મનને રાખે અંકુશમાં, કામ, ક્રોધ, મદ, લાભને, છતી સ્થિર રહે સંયમમાં.