________________
શારદા સાગર
આપે? તેમનો જવાબ સાંભળવા જેવું છે કે જીવનમાં અપનાવવા જેવો છે. આકાશવાણી સાંભળીને તે પિતાનું ધ્યાન પાળ્યું. અને આ ખેલીને ઉંચે જોઈને બેલ્યા. નહીં, નાવને ઉંધી પાડવાથી શું લાભ થશે? અનેક ના જાન જશે. હા, જે તમારે ઉલટાવું છે તે આ બધા માણસની બુદ્ધિને ઉલ્ટાવી નાખે. કે સુંદર જવાબ છે! આમાંથી આપણને ઘણું સમજવાનું મળે છે. આજે આપે એ વાત સાંભળી. પહેલા બે સાધુની વાત સાંભળી કે જેણે માન કષાયમાં જોડાઈને કેવું કાર્ય કર્યું કે જેથી સેંકડે જ મૃત્યુના મુખમાં હોમાઈ ગયા. અને આ બીજી વાત સાંભળી કે જેણે પિતાના ઉપર અપકાર કરનારાઓને પણ જીવતદાન આપી બચાવી લીધા. આવું હોય છે સંત પુરૂષનું ચારિત્ર. તેઓ ન તે પિતાના હૃદયમાં કે ધને સ્થાન આપે છે કે ન તે પિતાની ભાવના રહે છે તે તે.
लाभा लाभे सुहे दुक्खे जीविए मरणे तहा। समो निंदा पसंसासु तहा माणावमाणओ ॥
ઉત્ત. સૂ. અ. ૧૯ ગાથા ૯૯૦ લાભ કે અલાભમાં, સુખ કે દુઃખમાં, જીવન કે મરણમાં, માન કે અપમાનમાં, નિંદા કે પ્રશંસામાં સદા સમભાવમાં રમે છે. પિતાના અપકારીને પણ તે ઉપકાર કરે છે. આ શકિત ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે તે મન અને ઇન્દ્રિઓ ઉપર પૂર્ણ કાબૂ રાખે છે ત્યારે. મારે કહેવાનો આશય એ છે કે સમ્યક દર્શન,જ્ઞાન, ચારિત્રની આરાધના કરવાવાળા સાધક આ નશ્વર દેહને ત્યાગ કરીને પણ સંસારમાં પિતાની કીર્તિ દ્વારા અમર બની જાય છે. અને જન્મ-મરણના દુઃખથી સર્વથાને માટે મુક્ત થઈને કાળને પણ પરાજ્ય કરી દે છે. આ બધે પ્રભાવ ચારિત્રને છે. મહાપુરૂષ જ્ઞાન અને દર્શનને પ્રાગ ચારિત્રના રૂપમાં કરે છે. ચારિત્ર એ જ્ઞાન-દર્શનની સાચી કસોટી પણ કહી શકાય છે. કારણ કે ચારિત્રની ઉચ્ચતા દ્વારા એની સાચી પરખ થઈ શકે છે. જેટલી ચારિત્રની ઉચતા તેટલું જીવન સફળ અને જેટલી નિકૃષ્ટતા એટલું જીવન અસફળ. ચારિત્રને દઢ અને ઉચ બનાવવાને માટે જે કે તેમને અનેક કષ્ટો સહન કરવા પડયા છે, પરંતુ જે રીતે સેનાને તપાવ્યા પછી તેનું શુદ્ધ, નિર્મળ અને ચમકદાર થાય છે તે રીતે વિવેકી આત્મા ઘણુ કષ્ટ સહન કર્યા પછી ચારિત્રવાન અને પ્રતિભાવાન બને છે.
ચારિત્રવાન બનવું સરળ નથી પણ ઘણું મુશ્કેલ છે. ઘણુ માણસ વિદ્વાન હોય છે. તેમને કેટલા પુસ્તકે તે કંઠસ્થ હોય છે અને કેટલી બધી ભાષાઓ આવડતી હોય છે. પરંતુ જે તેનામાં ચારિત્ર ન હોય તે એ બધું આવશ્યક નથી. ઘણી વાર જોવા મળે છે કે મોટા મોટા જ્ઞાની અને વિદ્વાન પણ ચરિત્રની દૃષ્ટિએ તે શૂન્ય હેય છે. ગાંધીજીએ પણ એક જગ્યાએ લખ્યું છે કે સચ્ચારિત્રના અભાવમાં ફકત બૌદ્ધિક