________________
શારદા સાગર
૭૬૩
અને મનને ગુલામ નથી. પણ તેને સ્વામી છું. અનંતજ્ઞાનને પુંજ છું. અનંત શકિતને અધિપતિ છું. પણ વિષય-વિકાર, વિલાસ, વૈભવ આદિ વિભાવની રાખમાં આળે ટનારો ગર્દભ નથી. આ હુંકાર લાવે અને મન રૂપી મહેલમાં દુર્ભાવનાના કચરા ભરે નહિ. વાલકેશ્વરના ભવ્ય ઉપાશ્રયમાં રાખના ઢગલા થવા દે ખરા? ના. તે વિચાર કરે. મનરૂપી બંગલામાં પણ કુવાસનાના કચરા ભરાય ખરા? ના. તમે ઉપાશ્રયમાં આવી સામાયિક લઈને સંતની સામે વ્યાખ્યાન સાંભળવા બેઠા છે. પણ મન મહેલમાં તે વહેપાર અને વ્યવહારના તરગો ઉછળતાં હોય તે યાદ રાખજો કે તમે રાખના ઢગલા ભેગા કરી રહ્યા છે.
બંધુઓ ! તમારે વહેપાર અને વ્યવહાર આ બધે આશ્રવ છે. તમે માનતા હે કે અમારો ધંધે ઉજળે છે. અમે કયાં પાપ કરીએ છીએ? પણ ઊંડાણથી વિચાર કરશે તે સમજાશે કે તમારે ઉજળે વહેપાર પણ આશ્રવ છે. વહેપારમાં આત્મા વેચાઈ રહ્યો છે ને વીંધાઈ રહ્યો છે. કાળા-ધોળા કરી નાણું ભેગાં કરી કર્મબંધન કરે છે. અત્યારે સમજાતું નથી પણ કર્મરાજાની સજા ભોગવવી પડશે ત્યારે ભાન થશે. જે સદ્ગુરૂની વાત સમજાતી હોય ને અંતરની આંખ ખુલતી હોય તે હવે સામાયિક કરી સંવરના ઘરમાં આવે. તે આત્મા કર્મના ભારથી હળ બનશે. દેહનગરીમાં બાંધેલી મનની મહેલાતમાં જે વિષય-કષાય અને દુભાવનાના કચરા ભરાઈ ગયા છે તેને સાફ કરવા માટે સક્યુરૂના વચનરૂપી સાવરણું હાથમાં લઈ કચરો વાળશે તે મન મહેલ સાફ થશે. ને આત્મા પવિત્ર બનશે. ત્યારે અંતરાત્મા બેલી ઉઠશે, કે હે ચેતન! હવે તું જાગ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞાનું સેવન કરવામાં અનંત કાળ વીતાવ્યું. આ ચાર સંજ્ઞામાં પહેલે નંબર આહાર સંજ્ઞાને છે. શા માટે? આ જીવ જ્યાં ગમે ત્યાં તેણે પહેલે આહાર કર્યો છે. માતાના ગર્ભમાં આવ્યું ત્યાં સર્વપ્રથમ માતા-પિતાના અશુચી પુગલોને આહાર કરે છે. એટલે પહેલે નંબર આહાર સંજ્ઞાન છે.
પેટ એ ગેડાઉન છે. જિહવા ઈન્દ્રિય દલાલ છે. તે લાલ દ્વારા પેટ રૂપી ગોડાઉનમાં માલ ભરાય છે. ગોડાઉનમાં ગમે તેટલું ભરાય પરંતુ જિહ્વાઈન્દ્રિયને કંઈ લેવા દેવા નથી. જીભ સ્વાદ પિતે કરે છે અને દુઃખ આપે છે પેટને ! આ જીભ હરામ ખેરની જાત છે. જીભના ચટકાથી તે શરીરના પ્રત્યેક અંગ વિફરે છે. માથું દુખે છે. પેટ દુઃખે છે. હાથ-પગમાં કળતર થાય છે. આ ગોડાઉનમાં કેટલું નાંખ્યું! છતાં જ્યારે જુઓ ત્યારે ખાલી ને ખાલી.
જીભ એ દલાલ છે. બધી ઈન્દ્રિઓમાં જીભનું જોર વધારે છે. દરેક ઈન્દ્રિઓ બે છે. જ્યારે જીવ એક છે છતાં બે કામ કરે છે. એક ખાવાનું અને બીજું બોલવાનું. આ