________________
શારદા સાગર
સ્વપ્નમાં કંઇક જોયું. સવાર પડતાં છાતીફાટ રૂદન કરવા લાગ્યા. શેઠાણી પૂછે છે સ્વામીનાથ! છે શું? આટલા બધા કલ્પાંત શા માટે કરે છે? કઇ મૂંઝવણુ હાય તે કહેા. ત્યારે શેઠ કહે તું મને કંઇ પૂછીશ નહિ. ફરીને શેઠાણી કહે. વહેપારમાં ખાટ - ગઈ છે? કઇ નુકશાન થયું છે? જે હાય તે મને કહેશે। તા તમારું હૈયુ હળવુ થશે. ત્યારે શેઠ કહે તુ મને કંઇ પૂછીશ નહિ. હું મહાપાપી છું. મારા કરેલા પાપ ફૂટી નીકળ્યા છે. શેઠાણી ખૂખ શાણી હતી. તે કહે. સ્વામીનાથ! શું થાય છે? મને કહેા ને. તે સમયે કાલ આવ્યે કે શેઠના એકના એક દીકરા અમેરિકા ભણવા માટે ગયા છે. તેને મેટરના એકિસડન્ટ થતાં તે મૃત્યુ પામ્યા છે.
990
આ સમાચાર સાંભળતા શેઠ અને શેઠાણી છાતી ને માથા ફૂટવા લાગ્યા. શેઠને આવુ રવપ્ન આવ્યું હતું ને તેવા સમાચાર મળ્યા. દીકરા ગયા. વહેપારમાં ખેત ગઇ. ગાડાઉનમાં આગ લાગી ને લાખાના માલ ખળી ગયા. શેઠ દુઃખી દુઃખી થઇ ગયા. આવા દુઃખમાં તેમને કેાઈ વીતરાગી સંતને ભેટો થયેા. ને આ સમયે શેઠે સદ્ગુરૂની સામે પેતે કરેલું પાપ પ્રગટ કર્યું. હું પાપી છું. રાક્ષસથી પણ ભયંકર છું. મહાન ભી છું. ગુરૂદેવ! મારા પાપની શી વાત કરૂ? મેં પ્રવીણ નામના છેકશને વિના ગુન્હાએ અભિમાનથી મશીનમાં પીલી નાંખ્યું તે મારા યુવાન દીકરો આ રીતે મૃત્યુ પામ્યા. પછી શેઠે પ્રવીણની માતા પાસે જઇને તેના ચરણમાં પડીને માફી માંગી. માતા! તારા લાડકવાયાને મારનાર હું છું. મને માફ કર. માતા ! તું તે મને માફ઼ કરશે પણ મારા કર્માએ તા મને ખરાખર સજા કરી છે, ને તે સજા મને મળી ગઇ છે. પછી શેઠ સદ્ગુરૂ પાસે ગયા. સદ્ગુરૂએ પણ અવસર જોઇને શેઠને ઉપદેશ આપ્યા કે તમે અજ્ઞાન અવસ્થામાં ઘણાં પાપ કર્યાં છે. પણ હવે કેાઈ જીવને દુઃખ થાય તેવું કરશેા નહિ. અને તેટલી ધર્મારાધના કરો. અંતે શેઠે પાછલી જિંઢંગી ધર્મારાધનામાં વ્યતીત કરી. તે પેાતાના ભવિષ્યકાળ સુધાર્યા.
બંધુએ ! સતના સમાગમથી આપણું જીવન પલ્ટાઇ જાય છે. સદ્ગુરૂએ સમજાવે છે કે આ દેહ નગરીમાં બાંધેલા બાસઠ લાખના મનરૂપી મહેલમાં વિષય-કષાયની રાખના ઢગલા કરશે નહિ. તમે સાંભળી ગયા ને કે એક માન કષાયને કચરા મનરૂપી મહેલાતમાં ભરાઇ જતાં શેઠ કેવું મેાટુ' પાપ કરી બેઠા ! એ પાપ કર્મના ઉદ્દય થતાં કેવું દુઃખ ભાગવવુ પડયું ? જો તમારે આવા દુઃખ ભાગવવા ન હેાય તેા પાપ કરતાં પાછા વળેા. ભગવાનના શ્રાવક પાપભીરૂ હાય. સાચા શ્રાવક પંદર કર્માદાનના વહેપાર ન કરે. આશ્રવમાં રચ્યા-પચ્યા ન રહે. એને તે એમ થાય કે ક્યારે આ દીકરા તૈયાર થાય, આ બધુ સંભાળી લે. ને હું આ ઝંઝટમાંથી છૂટુ ને આત્મસાધનામાં જોડાઉં. આશ્રવમાં ખેઠા હાય પણ તેનુ મન સવરમાં રમતુ હાય છે. આવા શ્રાવક ક્ષણે ક્ષણે આત્માને પાપ