________________
૭૬૪
શારદ સાગર
જીભના બત્રીસ પહેરેગીર છે. તે ક્યા? દાંત. એક વાર પહેરેગીરોને જીમ ઉપર અસંતોષ થવાથી બળવો કરવાનું મન થયું. ત્યારે એ બત્રીસ પહેરેગીરોએ જીભને કહ્યું કે તું સરખી રહેજે. નહીં તે અમે બત્રીસ દાંત તારો કચ્ચરઘાણ કાઢી નાંખીશું. તું એક છે ત્યારે અમે બત્રીસ છીએ. જીભે દાંતને કહ્યું, કે તું મને કચરી નાંખીશ તે પહેલાં હું તારો કાંટો કાઢી નાંખીશ. બે ખરાબ વચન કોઈને કહીશ તો પછી તારી બત્રીસીને ભાંગીને ભૂકો કરવાનું કામ મારે રમત છે. માટે મને સતાવવામાં મજા નથી. આ બતાવે છે કે જિહવાઈન્દ્રિયનું પ્રાબલ્ય ઘણું છે. જે સારું બેલે તે બીજાને આનંદ થાય અને બોલતાં ન આવડે તે અઢી ઈચની જીભ માણસને ઉભે બાળી મૂકે છે. વળી સ્વાદ પણ જીભ કરે છે ને દુઃખ પેટને ભેગવવું પડે છે.
આ જીભના ચટકે સ્વાદ પૂરા કર્યા તે શરીરમાં રોગ થાય છે. આજે હટલે રેસ્ટોરન્ટ, લેજો, કલબે જેમ જેમ વધી તેમ તેમ રેગો પણ વધ્યા. તેથી જેટલા ડોકટરે હોય છે તેટલા ઓછા પડે છે. દવાખાનામાં દવા લેવા માટે લાઈનો લાગે છે. નિત્ય નવી નવી દવાઓ શોધાય છે. તેની સાથે નવા રંગો પણ ફેલાય છે. જે ટી. બી. ને ઉપાય મળે તે કેન્સરને રોગ નીકળે અને કેન્સરને પણ ઉપાય જડશે તે એના કરતાં પણ ભયંકર રોગ પેદા થશે. આ જગતની અંદર ભૂખથી જેટલા માણસો મર્યા નથી તેનાથી વધારે માણસો વધુ ખાવાથી મરી ગયા છે. અને વધુ ખવરાવવાનું કામ જીભ કરે છે. ઠાણાંગ સૂત્રના સાતમા ઠાણે ભગવંતે કહ્યું છે, કે સાત કારણે આયુષ્ય તૂટે છે. તેમાં એક બેલ છે કે આહાર - અજીર્ણથી પણ આયુષ્ય તૂટે છે. માનવના પેટમાં ખાધેલું પાચન ન થાય, અજીર્ણ થઈ જાય છતાં જીભને સ્વાદ લાગે એટલે પેટમાં નાંખ્યા કરે. પરિણામે અજીર્ણ વધતાં મરી જાય છે. માટે જ્ઞાની કહે છે કે “અતિ સર્વત્ર વર્જયેતા દરેક વસ્તુ માપમાં સારી. અતિ સારી નહિ. દારૂગેળામાં જો જરૂરિયાતથી વધુ દારૂ ભરવામાં આવે તે દુશમનને નાશ કરવા જતાં પહેલાં પિતાને-નાશ થઈ જાય છે. એંજિનના બેઈલરની અંદર પણ વધારે પડતી વરાળ ભેગી કરવામાં આવે તે બોઈલર ફાટી જાય છે. તે રીતે પેટમાં વધુ નાંખવાથી લાભના બદલે હાનિ થાય છે. ઓછું ખાવાવાળાની બુદ્ધિ અને વિચાર સારા રહે છે. તેની તબિયત સારી રહે છે. એટલે ડૉકટરના દવાખાના પણ શોધવા પડતા નથી. દવાનો ખર્ચ બચી જાય છે.
આ પેટ દુકાળીયું અને દેવાળીયુ છે. દુકાળમાંથી આવેલ માણસ જેટલું આપે તેટલું ખાઈ જાય છતાં ધરાતે નથી. તેને ઓછું પડે છે. તેવી રીતે આ પેટને ગમે તેટલું ખાવા આપ્યું હોય તે પણ ધરાતું નથી. તે બીજે દિવસે ખાલી થઈ જાય છે. પિટને રાક્ષસની ઉપમા આપી છે. રાક્ષસને ગમે તેટલું ખાવા આપ છતાં તે ધરાતે નથી તેમ આ પેટને પણ જ્યારે આપો ત્યારે તે ભરવા તૈયાર હોય છે.