________________
શારદા સાગર
૭૬૫ આજના ભણતર યુગમાં પેટ અને પૈસા માટે માનવ પાપ કરતાં અચકાતું નથી. તેથી જ્ઞાની ભગવંતોએ તપ ઉપર ખૂબ ભાર મૂક્યું છે. જો કે તપ આત્માના રેગના નાશ માટે કરવાનું હોય છે. છતાં તપ કરવાથી શરીરના રોગો પણ નાશ પામે છે. ખેડૂત ધાન્ય રૂપી ફળ માટે બીજ વાવે છે. ઘાસ તે ફળ પહેલાં ઓટોમેટીક આવે છે. તેવી રીતે તપ એ આત્મા માટે કરવાને છે. પરંતુ તપ દ્વારા શરીરની સુખાકારી ઓટોમેટીક પ્રાપ્ત થાય છે.
સિદ્ધાંતમાં કહ્યું છે કે જે લૂખું ખાય છે તે ચેપલું ખાય છે અને જે પડેલું ખાય છે તે લૂખું ખાય છે. આ માટે એક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. એક કસાઈને ત્યાં ગાય અને તેનું વાછરડું છે. કસાઈ ગાયને દરરોજ સૂકું ઘાસ ખાવા આપે છે અને ઘેટાને રોજ સારું ખાવા આપે છે. આ જોઈને વાછરડું ગાયને કહે છે કે મા! મા ! આ ઘેટાને કેવું સારું ખાવાનું મળે છે ! એને કેવું સુખ છે! ત્યારે ગાય કહે એ સુખ સુખ નથી પણ દુઃખ છે. તને એની વાત થોડા દિવસ પછી ખબર પડશે. છ મહિના પછી એક માંસાહારી માણસ માંસ લેવા આવ્યા. તેને માંસ ઘણું જોઈતું હતું. ઘેટ સારું સારું ખાઈને હૃષ્ટપૃષ્ટ થયે હતે. કસાઈએ તરત છરીથી તેના કકડે કકડા કરવા માંડયા. ઘેટે કારમી ચીસો પાડવા લાગે. પણ તેની શડ સાંભળે કોણ? ત્યારે ગાયે વાછરડાને કહ્યું કે જેયું ઘેટાનું સુખ!
એવી રીતે આપણને મહારાજા સારી સારી સામગ્રી ખાવા આપતા હોય છે તે આપણી ઘાત કરવા માટે હોય છે. કારણ કે સારું ખાવાથી રેગ ખૂબ થાય છે. અને તે દ્વારા પાપ ખૂબ બંધાય છે. તેના પરિણામે જીવને દુર્ગતિમાં જવું પડે છે.
તપ એ આત્માની બ્રેક છે. મોટર ખૂબ ઝડપે ચાલતી હોય, સુંદર હોય પણ તેને બ્રેક ન હોય તો તે કયારેક એકસીડન્ટ સર્જી દે છે. હેડી કે સ્ટીમરની અંદર ગમે તેવી એશઆરામની સામગ્રી હોય, રેડિયે, પંખે, એરકન્ડીશન બધું હોય પણ હોડીમાં છિદ્ર હોય તે એ હેડી ડૂબાડે છે. તેમ જીવન એ હેડી છે. સંસાર ભયંકર સાગર છે. તપશ્વર્યા દ્વારા જીવનરૂપ હેડીના છિદ્રને વેડીંગ કરાય તો સંસારસાગરને સારી રીતે તરી શકાય. ઘડિયાળમાં મશીન ગમે તેટલું સારું હોય છતાં પણ જો તેમાં બે કાંટા ન હેય તે એ ઘડિયાળ નકામું બને છે. તે રીતે જે જીવનની અંદર બીજા ગમે તેટલા ગુણ હોય પરંતુ તપ અને ત્યાગરૂપી કાંટા ન હોય તે એ જીવનની ઘડિયાળ નકામી કરે છે. તેથી જ્ઞાની ભગવંતોએ જિહવા ઈન્દ્રિય પર કાબૂ મેળવવા માટે તપ કરે છે. તે અનેક રીતે જીવને લાભ કરે છે. આહાર સંજ્ઞામાંથી ભયસંજ્ઞા મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. બધી સંજ્ઞાનું મૂળ આહાર સંજ્ઞા છે. જ્યારે તપ એ આહાર સંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે. જે આત્માને સમજાઈ જાય છે તે આહાર