________________
૭૬૬
શારદા સાગર
સંજ્ઞા આદિ ચારે સંજ્ઞાઓને તેાડવાના પુરૂષાર્થ કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં ભૃગુ પુરાહિત અને જશાભાર્યા અને તેમના બે પુત્રા એ ચાર જીવાને સમજાયું ત્યારે પલવારમાં સંસાર છોડી સાધુ બન્યા. ને તેમની છાંડેલી ઋદ્ધિ ઇષુકાર રાજા ગાડા ભરીને પેાતાના રાજ્યમાં લાવે છે. કમલાવતી રાણીને આ વાતની ખબર પડી ત્યારે ફટ દઈને ઇષુકાર રાજાને કહી દીધુ-હે સ્વામીનાથ! વસેલા આહારની ઈચ્છા કાણુ કરે, કરે વળી શ્વાન ને કાગ, સાંભળ હૈ। રાજા....બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરી.
આ વધેલા આહાર કણ ખાય? જે સંપત્તિનું વમન કરીને જે બ્રાહ્મણ આફ્રિ ચાર જીવા સયમ માર્ગે ચાલ્યા ગયા તેને રાજ્યમાં લાવીને તમારે શું કામ છે? ક્રમલાવતી રાણીએ ઈષુકાર રાજાની આંખ ખેાલી દીધી. પણ આ શ્રાવિકા કમલાવતી રાણી જેવી નથી કે તમને એમ કહી દે કે સ્વામીનાથ! તમે એછું કમાશે। તા આધુ વાપરશુ. સાદાઈથી રહીશુ પણ તમે કાળાખજાર કે અનીતિ કરશે નહિ. એ તે એમ જ વિચાર કરે છે કે મારે હીરાના બુટીયા, વીટી વિગેરે ઢાગીના જોઈએ. અને ટી વી. જોઇએ. અને તમે પણ એની ઇચ્છા પૂરી કરવા માટે તૈયાર છે. સંસારની તમામ ક્રિયામાં આશ્રવ છે. કાઈ પણ ક્રિયા સંવરની નથી. ને સંયમમાં એક પણ ક્રિયા સંવર વગરની નથી.
વિતર ગ પ્રભુની આજ્ઞા પ્રમાણે જો સાધુ ચાલે તે ચક્રવર્તિ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવા કરતાં પણ તે અધિક સુખી છે. પણ જે ચારિત્રમાં કાયર છે ને પડવાઈ થવાની તૈયારીમાં હાય છે તેને ચારિત્ર એજારૂપ લાગે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કેઃ
11
4. 'लज्जा दया संयम बंभचेरं, कल्लाण भागिस्स विसोही ठाणं ।
જેનામાં લજ્જા, દયા, સયમ અને બ્રહ્મચ એ ચાર હાય તે પતનના પંથે જતા અટકે છે. ભગવંત કહે છે હું મારા સાધકેા! તમારા જીવનમાં લજ્જા, દયા અને સંયમ હશે પણ જો બ્રહ્મચર્ય ગયું તેા સમજી લેજો કે બધું ગયું. કારણ કે બ્રહ્મચર્ય એ જીવનનુ સાચું નૂર છે. એ મહાન વ્રત છે. બ્રહ્મચર્યંને રાખીને યા, સયમ કે લા હશે તે તુ પાપથી અટકીશ. લજ્જા શું કામ કરે છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજાવુ.
એક સાધુએ ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાળ્યું. પણ તેના પૂર્વ કર્મોના યથી તેમના મનમાં થયું કે ઘણાં વર્ષ સુધી સાધુપણું પાળ્યું. હવે મારે સાધુપણું પાળવુ નથી. છદ્મસ્થપણાની લહેર આવી ગઇ ને સંસારમાં જવાનું મન થયું. ખસ, હવે સાધુપણું છોડીને સ’સારમાં ચાલ્યા જાઉં, પેાતાના પુરૂષાર્થની કચાશને કારણે સયમ પ્રત્યે નફરત આવી ગઈ. એટલે ગુરૂની આજ્ઞા લીધા વગર રોહણુ, પાતરા અને