________________
શારદા સાગર
૭૬૭ મુહપત્તિ ઉપાશ્રયમાં મૂકીને વિદાય થઈ ગયા. રજોહરણ અને મુહપત્તિ ઉતારીને મૂકી દીધા પણ ચલે ને પછેડી તે રહ્યા. કારણ કે પૈસા ન હતા. તેથી બીજા કપડાં લાવીને પહેરે કેવી રીતે! સાધુ પગપાળા ચાલ્યા જાય છે. એક ગામના પાદરમાં પહોંચ્યા. ત્યાં એક જાણકાર શ્રાવક ઠંડીત જવા માટે ગામ બહાર આવેલે, મહારાજને જોઈને તે ઓળખી ગયે કે આ તે ફલાણુ મહારાજ સાહેબના શિષ્ય છે. પણ આમ કેમ? તિખુને પાઠ ભણું વંદન કરીને સુખશાતા પૂછી આ શ્રાવક ખૂબ ગંભીર હતે. એટલે એકદમ કંઈ ન બેલતાં ઈશારાથી પૂછયું કે મહારાજ સાહેબ! તમારી મુડપત્તિ કયાં? આગળના શ્રાવકે સાધુના ચરણમાં “મઘેણું વંદામિ” કહીને માથું નમાવતા. પણ સાથે ટકરા મારીને પરીક્ષા પણ કરતા હતા. પેલા સાધુ તે શ્રાવકને જોઈને શરમાઈ ગયા. ને મનમાં થયું કે હવે શું જવાબ આપીશ? વિચાર કરીને સાધુ કહે છે. ભાઈ! ગુરૂદેવ પાછળ આવે છે. મારા મનમાં થયું કે હું આગળ જાઉં ને ગુરૂદેવ માટે જહદી બૈચરી પાણી લઈ આવું. તેમ ઉતાવળ કરતાં મુડપત્તિ બદલીને બાંધવા જતા બાંધવી ભૂલી ગયે. શ્રાવક કહે-ગુરૂદેવ! કંઈ વાંધો નહિ. પધારે સ્થાનકમાં.
સાધુ સ્થાનકમાં ગયા. શ્રાવકે પિતાના પથરણામાંથી મુહપત્તિ કાઢીને આપી. મુહપત્તિ તે બાંધી પણ પૂજીને બેસવા માટે રજોહરણ તે જોઈએ ને? રજોહરણ તો છે નહિ. એટલે શ્રાવક કહે છે ગુરૂદેવ! રજોહરણ કયાં ગયે? શું જવાબ આપે? રજોહરણ અને મુહપત્તિ તો સાધુના જીવનના સાચા સંગાથી છે. રાતદિવસ મુહપત્તિ અને રજોહરણ તે સાધુની પાસે હોય છે. સંતેથી રાત્રે પણ મુહપત્તિ કઢાય નહિ.
સાધુ તે એવા લજજાઈ ગયા કે અહો! હું તે સાધુવેશ છોડીને નીકળે છે. છતાં આ શ્રાવક મને લળી લળીને વંદન કરે છે. સુખશાતા પૂછે છે. ચરણસ્પર્શ કરે છે. મારા કરતાં એ ઉત્તમ છે. શ્રાવકને વંદન કરતા જોઈ સાધુના ભાવ પલટાઈ ગયા ને તે શ્રાવકના ચરણમાં નમી પડયા. શ્રાવકજી! હું તે ગૃહસ્થ કરતાં પણ બેદ છું. હું તે સાધુ પણું છોડીને સંસારમાં જવા ચાલી નીકળ્યું હતું. પણ તમે મને મળી ગયા તે મારી ભૂલનું મને ભાન થયું. હવે હું મારા ગુરૂદેવ પાસે પાછો જાઉં છું. જુઓ, શ્રાવક સારા અને સાચા હોય તે સાધુને ઠેકાણે લાવી શકે છે. ઘણી વખત સાસુ વઢકણું હોય પણ જે વહ વિનયવાન અને ગુણીયલ હોય તો વઢકણું સાસુ પણ શાંત થઈ જાય છે. કેધી પ્રકૃતિના ગુરૂ હોય પણ શિષ્ય વિનયવાન હોય તે ગુરૂ પણ શાંત થઈ જાય છે. પંથકજીના ગુરૂ કેવા હતા ? ખાઈ પીને પડયા રહેતા હતા પણ પંથકછ વિનયવાન હતા તે ગુરૂનું ઉત્થાન થયું. તેમ પેલા શ્રાવકને ભાવપૂર્વક વંદન કરતા જોઈને સાધુને પિતાની સ્થિતિનું ભાન થયું. શ્રાવકને સત્ય વાત જણાવી દીધી. ને તેમને ઉપકાર માનતાં ગુરૂની પાસે પાછા ગયા. પિતે કરેલી ભૂલને પશ્ચાતાપ કરી ગુરૂના ચરણમાં પડીને ક્ષમા માંગી.