________________
૭૪૮
શારદા સાગર લાગ્યો. ત્યારે શેઠે હજામને પૂછ્યું, તું આ શું બેલે છે? ત્યારે એણે કહ્યું. શેઠ! હું ધન મેળવું છું. શેઠે પૂછ્યું- કેવી રીતે? ત્યારે હજામે કહ્યું - આ બધા શેઠીયાના નામની સાથે તેમની મિલ્કતને યાદ કરું છું. એટલે તેમનું ધન મારી પાસે આવી જશે. ત્યારે શેઠે હસીને કહ્યું - અરે મૂર્ખ ! એમ તે કંઈ ધન મળતું હશે? ત્યારે હજામે પણ કહ્યું કે શેઠ! તમે મોટા અવાજે રે જ “રામ ભાર્ગવ પાર ભયે બોલે છે એથી કંઈ ચેડા પાર ઉતરવાના છે? તમે તે ઘરાકને છેતરે છે, અનીતિ કરે છે. બતાવે છે - જુદું ને આપે છે જુદું. તે પાર કયાંથી થશે? હજામના આટલા શબ્દોથી શેઠની આંખ ખુલી ગઈ.
બંધુઓ ! તમે પણ આવી માળા તે નથી ફેરવતા ને? માળા તે જડ છે. એ જડ માળા પણ તમને મૂંગે ઉપદેશ આપે છે.
માળા કહતી હૈ તુઝકે, કયા ફેરત હૈ મુઝકે,
મન ફેરા લે જગસે, પાર ઉતારું તુઝકે - હે માનવ ! તું મને ફેરવે છે પણ તારું મન જગતમાં ફરે છે. તે મનને તું તારામાં પરવી દે તો તારો બેડો પાર થશે. બાકી ગમે તેટલી માળા ફેરવીશ તે પણ તારું કલ્યાણ થવાનું નથી. પણ તારા જીવનમાં વિચાર અને સઆચરણ સહિત માળા ગણવાથી તારું કલ્યાણ થશે.
• આપણે આત્માની વાત ચાલતી હતી. આત્મા કર્મને ર્તા ને ભોક્તા છે. આત્મા ઘણીવાર વિના કારણે સંસારમાં કર્મો બાંધે છે. ઘણીવાર શાક મારકીટમાં લીંબુ મરચાં ને કેરી સારા આવે તે એક બહેન બીજી બહેને કહી આવે કે આજે મારકીટમાં અથાણાં માટે કેરી, મરચાં ને લીંબુ આવ્યા છે. જેને લેવા હોય તે જલ્દી જાવ. પિતે પાપ બાંધ્યું તે ઓછું હતું કે બીજાને આમંત્રણ દેવા ગઈ. આ પાપનું આમંત્રણ છે. આ મારી કોઈ બહેન એમ કહેવા કયારે ગઈ હશે કે ઉપાશ્રયમાં પૂ. મહાસતીજી આવ્યા છે તે ઘરકામ છોડીને બધા જલ્દી ઉપાશ્રયે આવજે. (હસાહસ) મારી બહેને! દલાલી કરે તે ધર્મની કરો. કર્મની ના કરશે. આવી પાપની દલાલી કરી છવ કર્મ બાંધે છે. ને તેના ફળરૂપે જીવને પિતાને દુખ ભેગવવા પડે છે. પાપ કરવાથી આત્મા મલીન બને છે.
જ્યારે શરીરમાં કઈ બિમારી આવે ત્યારે પહેલાં ડોકટર પૂછે છે કે તમારું પેટ સાફ આવે છે ને? સહેજ શરદી થાય, માથું દુખે તે પણ પૂછે છે કે પેટ સાફ આવે છે ને? કારણ કે બધી બિમારીનું મૂળ કારણે પેટને બગાડ છે. પિટ ક્યારે બગડે તે તમે જાણે છે ને? પેટમાં બાદી થાય ત્યારે પેટ બગડે છે. જે તેમાં ધ્યાન ન અપાય તે મોટી બિમારી આવે છે. ને હેરાન થઈ જવાય છે. તેમ જ્ઞાની ભગવંતે કહે છે કે દુર્બુદ્ધિથી જીવ પાપ કર્મ કરે છે. બિમારીનું કારણ પેટને બગાડ છે તેમ પાપકર્મ કરવાનું