________________
શારદા સાગર
૭૫૧
પવન અંજનાને તેડવા આવ્યા છે. તેવા સમાચાર રાણું મને વેગાના મહેલમાં પહોંચી ગયા. આ સમાચાર સાંભળતાં રાણીનું હૈયું થડકવા લાગ્યું. અરેરે. મારી વહાલી દીકરી! તું ક્યાં ગઈ? ગર્ભવતી તું મારા મહેલે આવી અને મેં તારા સામું પણ ન જોયું! દીકરીના દુખનો વિસામો માતા છે. સાસરેથી દીકરી અકળાઈ મૂંઝાઈ આવી હોય તે મા પાસે વરાળ કાઢે ને મા અકળાઈ હોય તે દીકરીના મોઢે વરાળ કાઢે. પણ મેં તે દીકરીને દરવાજેથી જ વિદાય કરી. અરે! પાણી વગર તરફડતી હતી. કંઠ સૂકાઈ જતા હતા. પાણી પાણી કરતી હતી. છતાં મેં દયા ન કરી અને બીજાને પણ પાણી પીવડાવવા દીધું નહિ. અરે રે, હું કેવી ઘેર પાપિણી ! હું કયા ભવે પાપમાંથી છૂટીશ? અરે! મારી દાસીઓ ! મે તે દીકરીને મહેલના દરવાજે ઉભા રહેવાની ના પાડી અને તમે ભેગી થઈને તેને લાત મારી. પણ દયા ન કરી. મારી દીકરીનું શું થયું હશે ? એ કયાં ગઈ હશે ? એમ બોલતી બેભાન થઈને પડી ગઈ. દાસીઓએ ઉપચાર કર્યા બાદ ભાનમાં આવતા બે હાથે પેટ અને છાતી કૂટવા લાગી. અને મનમાં વિચાર કરે છે કે જમાઈને શું મોઢું બતાવું? જમાઈ આવતાં હર્ષ થવાને બદલે શકય વાતાવરણ થઈ ગયું છે. પોતાની કરેલી ભૂલના કારણે પવનજીના સામા જવાની કેઈની હિંમત ચાલતી નથી. સાસુ-સસરા કાળ કપાત કરે છે. હવે પવનજીને સામૈયું કરીને ગામમાં કેવી રીતે લાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૬ આ વદ ૬ને શનીવાર
તા. ૨૫-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસનપતિ ચરમ તીર્થકર મહાવીર ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત ભગવંતની વાણી અત્યંત નિપુણ અને પ્રમાણિક છે. જિનેશ્વર દેવનું વચન એવું અભૂત ને પ્રમાણિક છે કે જેના દ્વારા આપણે જડ અને ચેતન પદાર્થોને વાસ્તવિક રૂપે જાણી શકીએ છીએ. ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, નિર્જર, બંધ અને મોક્ષ વિગેરે તનું પ્રતિપાદન કરનાર હોય તે જિનવચન છે. આ જગતના છને જિન વચનને આધાર ન હેત તે મનુષ્યને ગમે તેવી આત્મકલ્યાણની ભાવના હોવા છતાં તે પિતાનું કલ્યાણ કરી શકત નહિ ઘેર મોહાંધકારથી ભરેલા સંસારમાં વીતરાગ પ્રભુની વાણુ સહસ્ત્ર રશ્મિનું કામ કરે છે. ભવવનમાં ભૂલા પડેલા જેને માટે ભોમિયા સમાન છે. ભવસમુદ્રમાં ઝોલા ખાતા માનવી માટે જહાજ સમાન છે. મેહરૂપી તાલકૂટ વિષ ઉતારવા માટે પરમ મંત્ર સમાન છે. અશરણુ અને નિરાધાર છે માટે અપૂર્વ શરણભૂત છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત છે માટે વિસામાન ઘટાદાર