________________
૭૫૮
શારદા સાગર
કર્મો જીવે ખાંધ્યા છે તે હસતાં કે રડતા પેાતાને ભાગવવાના છે. બહારની કોઈ પણ વ્યક્તિ જીવને સુખ કે દુઃખ આપી શકતી નથી. માતા-પિતા પોતાની દીકરીને સારું ઘર શેાધીને પરણાવે છે. પણ જો તેના અશુભ કર્મના ઉદય હોય તે તેને દુઃખ પડે છે. અને પુણ્યના ઉદય હાય તે। દુઃખ સુખમાં પલટાઈ જાય છે.
કે
સુરસુંદરીએ તેના પિતાજીને કહ્યું કે હું પિતાજી! તમે બધાને સુખી કે દુઃખી કરી શકે છે. પણ મયણાસુંદરી સમકિત પામેલી હતી. તેણે તેના પિતાજીને કહી દીધુ કે પિતાજી ! દુનિયામાં કાઇ કાઈને સુખી કે દુ:ખી કરનાર નથી. સુખી કે દુ:ખી કરનાર પાતાના કર્મો છે. સુરસુંદરીના જવાબથી તેના પિતા ખુશ થયા. ને તેને રાજકુમાર સાથે પરણાવીને ખૂબ કરિયાવર કર્યાં. અને મયણાસુંદરીએ પેાતાને (રાજાને) ગમતા જવાબ ન આપ્યા એટલે ગુસ્સે થઈને કાઢીયા સાથે પરણાવી. પરંતુ સુરસુંદરીના અશુભ કર્મના ઉદ્દય થતાં દુ:ખી ખની ગઇ ને મયણાસુંદરીને પુણ્યના ઉદય થતાં દુઃખીમાંથી મહા સુખી બની ગઇ. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે સુખ-દુઃખના કરનાર પેાતાના આત્મા છે.
કઢિય સમયે સ્વદોષ જોવા ને પરદોષ જોવા નહિ એ સમકિતીનુ લક્ષણ છે. દરેક જીવાત્મા આવી ષ્ટિ કેળવે તે તેના જીવનમાં દુ:ખ આવે નહિ. આપણા આત્મા કર્મના કર્તા અને ભેાકતા છે ને કને તાડનારા પણ છે. એટલે સુખ દુઃખનેા કર્તા અને ભેાકત્તા આપણા આત્મા છે. સ્વભાવમાં રમણતા કરતા એવા આત્મા પેાતાને મિત્ર છે ને વિભાવમાં રમણતા કરનારા આત્મા પોતાના શત્રુ છે. હજુ અનાથી મુનિ શ્રેણીક રાજાને શુ વાત સમજાવશે તે વાત અવસર.
ચરિત્ર: પવનજી અંજનાની શેાધમાં પવનજી આણે આવે છે તેવા સમાચાર મળતાં અંજનાના માતા પિતાને ખૂબ દુઃખ થયું. જમાઇને શું જવાબ આપીશું? તે વિચારે તેમના મેઢા પડી ગયા. ખૂબ રડવા લાગ્યા. ત્યારે ડાહ્યા પ્રધાન કહે છે મહારાજા | તમને મેં ઘણાં સમજાવ્યા હતા પણ તમે અમારી વાતને સાંભળી નહિ. જે થયુ તે થયું હવે આમ રડવાથી કઇ ચાલશે નહિ તમે પવનજીને સામૈયું કરીને તેડી લાવે. પછી જે થવુ હશે તે થશે. એટલે રાજા પવનજીનું સામૈયુ કરવા તૈયાર થયા.
સેના મલી કરી સંચર્યા, સસરા જમાઇની સામે જાય તે,
અતિ દુઃખ રાયને સાંભરે, મનમાંહે પુત્રીના અતિ ઘણા દાહ તા, પુરાહિત પવનજી આવીયા, કાળુ મુખ કરી મલીયા નરેશ તા, પવનછ ઇંહાં રે પધારીયા, મહેન્દ્ર હે હું કેવા ઉત્તર દેશ તે-સતી
પવનજીના સસરા સ્વાગત કરવા માટે સામા આવ્યા. ઘણું માણસ સાથે છે. ખૂબ ધામધૂમથી સ્વાગત કરે છે. પણુ સસરાજીના મુખ ઉપર બિલકુલ હ નથી. આ જોઇ