________________
શારદા સાગર
૭પપ કે હે પુત્ર! તું મુનીમ જેવા સારા માણસની સંગતિ કરજે ને એમનું કહ્યું માનજે, પણ ખરાબ લેકની સંગતિમાં પડીશ નહિ. આ પ્રકારની શિખામણ આપી શેઠ મૃત્યુ પામ્યા. પુત્ર યુવાન હતું એટલે યુવાનીના નશામાં શેઠની શિક્ષા ભૂલી ગયો. માનવી યુવાનીના નશામાં પડી જઈ મોજમઝા માણે છે અને હિતસ્વીઓએ આપેલી હિતશિખામણ પણ ભૂલી જાય છે. આ પુત્ર પણ પિતાની હિતશિખામણ ભૂલી ગયે. અને સત્સંગતિ છડી ખરાબ સંગતિમાં પડી ગયે. તેને મુનિમને સારે સંગ હવે ખટકવા લાગે. એટલું નહિ પણ જ્યારે મુનિમ વગેરે કુસંગ છોડી દેવાની હિતશિક્ષા આપે ત્યારે તે એમ વિચારો કે આ બધા લેકે મારી મજમઝામાં વિશ્ન ઉભા કરવા ઈચ્છે છે. જ્યારે મનુષ્ય વિષયની લાલસામાં પડી પિતાની હિત શિક્ષાની અવહેલના કરે છે ત્યારે મુનિમ આદિની શિખામણની તેને શી પરવા હોય! વિષયી પુરૂષને તે જે વિષયભોગની વાત કહે તે પ્રિય લાગે છે. અને જે તેને વિરોધ કરે તે અપ્રિય લાગે છે.
શેઠનો પુત્ર વિષયવાસનામાં પડી જઈ ધનને ઉડાડવા લાગ્યા. થોડા દિવસોમાં તે તેનું બધું ધન સાફ થઈ ગયું. અને પરિણામે મકાન વગેરે સ્થાવર મિલ્કત પણ ગીરવે મૂકવા પડયા. શેઠના પુત્રની દશા ભિખારી જેવી થઈ ગઈ. ત્યારે તેના માજશેખના સાથીઓ પણ તેને છોડીને ચાલ્યા ગયા. જ્યારે શેઠના પુત્રને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા ત્યારે તેને ભિક્ષા માગીને પેટ ભરવાનો સમય આવ્યે. બીજાનું કરજ ચૂકાવવામાં કદાચ મોડું થાય તે ચાલી શકે પણ પેટનું કરજ તે ચૂકવવું પડે છે. હવે ભીખ માંગીને પેટ ભરવા સિવાય બીજો રસ્તો ન હતે. તે ભિખારી બનીને ગામમાં ભટકવા લાગે. કેઈ વાર તેને પકવાન જેવું સારું ખાવાનું મળતું તે કઈ વાર રટવાના ટુકડાના પણ સાંસા પડે સારું ખાવાનું મળે ત્યારે તે પ્રસન્ન થતે અને જયારે લુખ સૂકો રોટલાને ટુકડે મળતું ત્યારે દુઃખી થતું. આ પ્રમાણે શેઠના પુત્રના દિવસે પસાર થવા લાગ્યા.
એક દિવસ તે ભીખ માંગતે માંગતે મુનીમને ઘેર આવી પહોંચે. તે મુનીમને તે ન ઓળખી શક્યો. પણ મુનીમ તેને ઓળખી ગયા કે આ મારા શેઠને પુત્ર છે અને મારે માલિક છે. મુનીમે તેને ઉપર બેલા. પહેલાં તે તે મુનીમની પાસે જતાં ગભરાયે પણ જ્યારે મુનીમે તેને આશ્વાસન આપ્યું ત્યારે તે તેની પાસે ગયે, મુનીમે તેને પૂછ્યું કે તું મને ઓળખે છે? ત્યારે શેઠના પુત્રે કહ્યું કે તમે તે મેટા માણસ છો એટલે તમને કૅણ ન ઓળખે? મુનીએ કહ્યું- તું તે મને ભૂલી ગયે છે પણ હું તને ભૂલ્યું નથી. તારો મુનીમ છું. મેં તને ખરાબ માણસના સંગથી દૂર રહેવા ખૂબ કહ્યું હતું પણ તેં મારું માન્યું નહિ. એટલે હું તારા ઘરને છેડીને ચાલ્યો આવ્યો છું. છતાં પણ પૂર્વના સંબધને કારણે તું મારે માલિક છે ને હું તારે મુનીમ છું.