________________
૭૫૪
શારદા સાગર
ખ્યાલ આવે છે કે ગઈ કાલની સુકુમાર કાયા આજે કેવી રોગથી ઘેરાઈ ગઈ છે. યાદ રાખજે. કદાચ વ્યાધિથી માનવી બચી શકશે પણ સંદર્યના દુશમન જેવી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તે સંદર્યને નાશ થવાને છે. આ રીતે કેઈને બળનું અભિમાન હેય તો તેણે પણ વિચાર કરવાની જરૂર છે કે જે ચક્રવર્તિઓ એક બાણ વડે એક લાખ
દ્ધાઓને મારી શકતા હતા તેઓ પણ કાળ રાજા આગળ સદાને માટે સૂઈ ગયા. લોખંડની બેડીઓને કાચા સૂતરના તાંતણાની માફક તેડી નાંખવાની શકિત ધરાવનાર બહાદુર પણ કાળના મુખમાં ઝડપાઈ ગયા. ત્યાં તેમનું બળ કામ કરી શકયું નહિ. માટે જ્ઞાનીઓ કહે છે કે બધું અભિમાન છોડીને તું તારા જીવનમાં એવું કાર્ય કરી જા કે તારા ભવના ફેરા ટળી જાય કારણ કે આ માનવ જન્મ ફરી ફરીને મળવાનું નથી.
આ માનવ જન્મ એક લેટરી સમાન છે. તેના દ્વારા અવશ્ય મહાન પુણ્યને સંચય કરી શકાય છે. તે એટલે સુધી કે તીર્થકર નામ કર્મ બાંધીને પછી મુકિતને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ પૂર્વ ભવમાં જે પાપ કર્મો કર્યા હોય તે ચાહે છેડા હોય કે વધુ હોય પરંતુ તે બધા કર્મોના ફળ તેને અવશ્ય ભોગવવા પડે છે. એક પણ કર્મ બાકી રહેતું નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે
यथा धेनु सहस्त्रेषु वत्सो विन्दति मातरम् ।
एवं पूर्वकृतं कर्म, कर्तारमनुगच्छति ॥ જેવી રીતે વાછરડું હજાર ગાયોની વચમાં પણ પોતાની માને શોધી લે છે તે રીતે પહેલાના કરેલા કર્મો પણ કર્તાને ઓળખીને તેની પાછળ જાય છે. ભગવાન મહાવીર તીર્થકર હતા પરંતુ તેમને પણ પિતાના પૂર્વે કરેલા કર્મોના કારણે કાનમાં ખીલા ઠેકાણ. માટે જ્ઞાનીઓ કહે છે કે કર્મબંધન કરતાં પાછા વળો. જ્યારે આત્મા વિભાવ દશામાં જોડાય છે ત્યારે કર્મબંધન કરે છે. પણ સ્વભાવ. દશામાં આવે છે ત્યારે કર્મબંધનને તેડે છે.
આત્મા ચંદનની સમાન સુગંધવાળો છે પણ દુરસંગને લીધે એમાં અશાંતિ રૂપ દુર્ગધ પેદા થવા પામી છે. તે દુઃસંગ કર્યો? આ પ્રશ્નના જવાબમાં જેન સિદ્ધાંત કહે છે કે દુરસંગ કર્મ જનિત પાપ છે. વેદાંતીઓ એને “માયા” કહે છે અને સાંખ્ય લોકો એને “પ્રકૃતિ' કહે છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન દાર્શનિકેએ દુરસંગ વિષે ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરી છે. પણ એ બધાને સાર એટલો છે કે આત્મા પોતે સુગંધમય છે. પણ દુરસંગને લીધે તેમાંથી દુર્ગધ આવે છે. અર્થાત્ આત્મામાં તે શાંતિ છે. પણ કમસંગને લીધે શાંત આત્મા પણ અશાંત બની ગયો છે. અને દુઃખ અનુભવી રહ્યો છે. કર્મસંગને લીધે આત્માને અશાંતિ ભોગવવી પડે છે.
એક કરોડપતિ શેઠને એક પુત્ર હ. શેઠે મરતાં પહેલા પુત્રને એવી શિક્ષા આપી