________________
૭૫૦
શારદા સાગર
જમાઈનું સાસરે કેટલું માને હેય છે. પણ અત્યારે તેવું નથી. કારણ કે છાશવારે ને છાશવારે સાસરે જતા હોય તેનું માન ન રહે. સાસરીયા સમજી જાય કે એ તે રેજ આવે છે. એમને શું સાચવવા? જે પરદેશ રહેતાં હોય ને બે પાંચ વર્ષે આવે તે તે જમાઈ હીરા જેવા. ચાર છ મહિને આવે તે મેતી જેવા ને રોજ આવે તે કેડી જેવા હોય છે. તેનું કોડી જેટલું માન પણ સાસરે હેતું નથી.
પવનછ ખૂબ પરાક્રમી હતા. સામેથી છાનામાના સાસરે જવું તે એમના માટે યોગ્ય ન હતું. પવનને મિત્ર અને પ્રધાન પણ સાથે હતા. તેમણે કહ્યું કે આપણે મહેન્દ્ર રાજાને સમાચાર આપો.
મિત્રના વચન સુણ કરી, પવનછ ચાલ્યા છે માટે મંડાણ તે, મિત્ર પ્રધાન સાથે લીધા, નગરને ગોંદરે કર્યું છે મેલાણ તે, પવનજીએ દૂત જ મોકલે, આગળથી જઈ કહેજે જુહાર તે, પવન આણે રે આવીયા, મહેન્દ્ર રાજા સુણું કરે વિચાર તે સતી રે
પવનના દૂતે આવીને મહેન્દ્ર રાજાને સમાચાર આપ્યા કે પવનજી આવે છે. ને પવનજીએ મહેન્દ્રપુરીની બહાર આવીને પડાવ નાંખે છે. આ પરાક્રમી જમાઈ પહેલવહેલો સાસરે આવતું હોય તે કયા સાસુ-સસરાને આનંદ ન હોય! આજે અંજના હોત ને પવનજી આવ્યા હતા તે સાડા ત્રણ કેડ રેમરાય ખીલી ઉઠત. તેને બદલે મહેન્દ્ર રાજાને દૂતે સમાચાર આપ્યા કે પવન અંજનાને તેડવા માટે આવ્યા છે. આ સાંભળીને અંજનાના પિતાના પેટમાં ફાળ પડી કે હવે જમાઈને શું જવાબ આપીશું. - મહેન્દ્રરાજાની આંખમાં આંસુ આવી ગયા કે અહો! હું આ માટે ન્યાયી વિદ્યાધર રાજા અને મેં આ શું કર્યું? અરે! મેં એક પિતા તરીકેની ફરજ અદા ન કરી? આંગણે આવેલી દુખીયારી દીકરીને એટલું પણ ન પૂછયું કે બેટા ! તારી આ દશા કેમ થઈ? એટલું પૂછયું તે નહિ પણ એને એક ટીપું પાણી પણ ન આપ્યું. મેં તો બાપ થઈને કસાઈનું કામ કર્યું. અરેરે.... મારા આટલા બધા પ્રધાનેમાંથી કોઈ પણ ડાહ્યો ન નીકળે? મેં તે કેધમાં આવીને તેનો બહિષ્કાર કર્યો, સ હાજી માં હાજી કરનાર નીકળ્યા પણ મને કેઈએ સાચી સલાહ ન આપી. ગર્ભવંતી દીકરીને દુઃખ આપીને મેં કેવા ગાઢ કર્મ બાંધ્યા? હું તે નરકમાં જઈશ. મારા જે પાપી દુનિયામાં કોઈ નથી. આ રીતે મહેન્દ્રરાજા પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. રાણીને પણ ખબર પડી કે પવનછ આવે છે. પવન આણે રે આવીયા, સાંભળી માતાને ઉર પડી ફાળ તે, પેટ ફૂટે રે દેય હાથ શું, ઉદરે ઓધાન તું કિહાં ગઈ બાબતે, ઉભા થકા શિર આફળે, જાણે બલભર્યા લાગે છે બાણુ તે, માતા રે મનમાંહે ચિંતવે, કેમ મુખડું દેખાડુ જમાઈને જાણ તે સતીરે