________________
શારદા સાગર
૭૪૬
પણ સરિતાના નીરની જેમ વિચારેાના તરગા આવતા ને શમી જતા હતા.
આ સમયે સરિતાના કિનારે કોઇ એક માણસ આવ્યા. સાધુના મનમાં થયું કે આ અડધી શત્રે આ નદી કિનારે કેણુ માણુસ આવ્યા હશે ? પેલા આવનાર માણસે શું કર્યું...? તેણે નદી કિનારે આવી કપડા ઉતારીને સર્વ પ્રથમ સ્નાન કર્યું. અને એક નાનકડી લૂંગી પહેરી લીધી. કપડા એક પથ્થર પર મૂક્યા અને પગ પર સ્થિર ઉભે રહી હાથ જોડીને આંખેા બંધ કરી ધીમે ધીમે કઇક એલવા લાગ્યા. ધીમે ધીમે કરતાં થોડી વારે તેના શબ્દોના રણકાર વધવા લાગ્યા. આછા આછા અજવાળામાં માણુસ દેખાતા હતા. ખૂખ શાંતિ હતી એટલે તેના મુખમાંથી નીકળતા શબ્દો પણ સ્પષ્ટ સમજાતા હતા. એ માણસ આંખા બંધ કરીને એકાગ્ર ચિત્તે ખેલતા હતા કે “ પ્રભુ નામ સત્ છે બીજુ બધુ ગપ છે.” ધીમે ધીમે એની એકાગ્રતા વધી ગઈ કે હું કયાં ઉભે। છું? મારું ઘર કયાં છે? અધું ભૂલીને ભગવાનના નામમાં મસ્ત ખની ગયા. અસ, એક જ ધૂન, એક જ રટણ હતું કે “ પ્રભુ નામ સત્ છે ખીજુ બધું ગપ છે.” મધુએ ! આ વાત તમારા હૈયામાં બેસે છે? (શ્રેાતામાંથી અવાજ:- હા ) જરા સમજીને હા કહેજો ને માથું ધુણાવો. તમને પ્રભુના નામસ્મરણ સિવાય ખીજું બધુ ગપ લાગતુ હાય તા આવી જાવ અમારા ઘરમાં. (હુસાહસ). જે સત્ સત્કાર અને સાક્ષાત્કાર કશવે તે છે. બીજુ બધુ ગપ છે. તે વાત તેા સાચી છે. પણ હજુ તમારા હૈયામાં ઉતરતી નથી.
સત્
પેલા ખારીમાં બેઠેલા સન્યાસીના મનમાં થયું કે આ માણસ એકાગ્ર ચિત્તે મેલે છે કે પ્રભુ નામ સત્ છે ને ખીજું બધું ગપ છે તેા લાવ તેની પરીક્ષા કરી જોઉં. કે તેની એકાગ્રતા સાચી છે કે ખાટી ? એટલે તે સાધુએ તેના ઉપર એક કાંકરા ફૂંકયા. પણ તે સ્હેજ પણ હાલ્યા નહિ. તેને ખખર પણ ન હતી કે મારા ઉપર કાંકરા પડયા. એ તેા ભગવાનના નામમાં એટલા મસ્ત ખની ગયા હતા કે આખું જગત એની ધૂનમાં ડૂબી ગયું હતું. ખરાખર વીસ મિનિટ આ રીતે તે ધૂનમાં એકાગ્ર ચિત્તે મસ્ત રહ્યા. પછી તેના અવાજે ધીમેા પડી ગયા. ખરાખર અડધા કલાક પૂરા થતાં તેમની ધૂન બંધ પડી ગઈ. જાણે કોઇ દ્વિવ્ય જળમાં સ્નાન કરીને બહાર નીકળ્યેા હાય તેમ હળવા બની ગયા હતા. કપડાં પહેરીને પ્રસન્ન વદને પેાતાને ઘેર જવા લાગ્યા. સન્યાસી તરત નીચે ઉતરીને બહાર આવીને ઉભા રહ્યા. આછા અજવાળામાં સાધુને ઉભેલા જોઈને પેલા માણસ તેમને પગે લાગ્યા. ત્યારે સાધુએ કહ્યું કે ભાઈ! તમે કાણુ છે ? અને રાત્રીના બાર વાગે નદી કિનારે આવીને આ શું કરે છે? ત્યારે પેલા માણસે કહ્યું - મહારાજ ! હું જાતિના કણુખી છું. ભગવાનનું નામ લેવામાં કદી સમજતા ન હતા. પણ એક દિવસ મારા ભાગ્યેઢી તમારા જેવા સાધુને સમાગમ થયે ને તેમણે મને દરરાજ આ મંત્રનું અડધા કલાક સ્મરણુ કરવાનું કહ્યું છે. મારે ઘણી જમીન છે. પત્ની, છોકરા મૃત્યુ છે. ખેતીના કામમાં દ્વિવસે ટાઇમ મળતા નથી. ખેતરમાંથી શત્રે ઘેર