________________
૭૪૪
શારદા સાગર છે નહિ તે કયાંથી મળે તેવી રીતે આત્મારૂપી મૃગ પોતાના સુખમય સ્વરૂપને ભૂલી ગયે છે ને બહારથી સુખ મેળવવાની આશા રાખે છે. તે સુખને બહાર શોધે છે પણ જે સુખ આત્મામાં રહેલું છે. તે બહારથી તેને કેવી રીતે મળી શકે? આત્મા પિતાના અનંત સુખમય સ્વરૂપને ભૂલીને બાહ્ય પદાર્થોનું શરણું લે છે ત્યારે તે વાસનામાં ફસાઈ જાય છે. અને પિતાના સ્વરૂપથી દૂર થઈ જાય છે એટલા માટે જ્ઞાની પુરૂએ આત્મશકિતનું ભાન કરાવવા માટે કહ્યું છે કે તું જ તારો મિત્ર છે. બહારના મિત્રોની ઈચ્છા ન કર. આત્મામાં અનંત શકિત છે તેમાં તું આત્મદર્શન કરી તેમાં તેને અનંત શકિતને સાગર લહેરાતો દેખાશે. જે સંસારિક સહાય આપીને ઉપકાર કરે છે તે દ્રવ્ય મિત્ર કહેવાય છે. બાહ્ય મિત્રનો ઉપકાર પારમાર્થિક થઈ શક નથી. કારણ કે તેનાથી પરમ પુરૂષાર્થની સિદ્ધિ થતી નથી. બાહા મિત્રોને કરેલે ઉપકાર એકાંતિક નથી હેતે કારણ કે તે ઉપકારથી અપકાર પણ થઈ શકે છે. તે ઉપકાર હંમેશને માટે ટકી શકતા નથી. તેથી પારમાર્થિક, એકાંતિક અને આત્યંતિક ઉપકાર કરવાવાળો મિત્ર પિતાને આત્મા છે. આત્મા પિતાને મિત્ર છે તેનો અર્થ એ છે કે આત્માની શુભ પરિણતિ તે મિત્રનું કામ કરે છે અને આત્માની પરિણતિ જયારે અશુભ હોય છે ત્યારે તે શત્રુનું કામ કરે છે. શુભ પરિણતિથી શુભ કર્મોનું બંધન થાય છે. અને અશુભ પરિણતિથી અશુભ કર્મોનું બંધન થાય છે. અથવા શુભ પરિણતિના ઉદયથી સુખરૂપ હેવાથી તે મિત્ર છે અને અશુભ પરિણતિના ઉદયથી તે દુઃખરૂપ હેવાથી શત્રુ છે. આત્મસ્વરૂપના ભાન વિના અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયના ભાવો જે ઉછળી રહ્યા છે તે શત્રુ છે. માટે તેવા ભાને સંગ કરવા જેવો નથી.
બંધુઓ! જે આત્મા સમ્યક્ દષ્ટિ છે, સ્વરૂપમાં સ્થિર બનેલો છે અને જેણે પિતાના આત્માને મિત્ર બનાવ્યું છે તેને મન સંસાર અને સંસારના તમામ સુખે હેય છે. તે સંસારમાં રહેતું હોય પણ ક્ષણે ક્ષણે તેને આત્મા કહેતે હોય છે કે આ સંસાર એકાંત દુઃખથી ભરેલું છે. એટલે સંસારના દરેક કાર્યો તે અનાસક્ત ભાવથી કરે છે. કારણ કે સંસારના દરેક કામમાં આશ્રવ રહેલો છે. અને જયાં આશ્રવ છે ત્યાં કર્મનું બંધન છે. એટલે સમકિતી જીવડે સ્વપ્ન પણ સંસારને ઉપાદેય (આદરવા યોગ્ય) માનતો નથી અને મિથ્યાત્વી જીવડો સંસારની વાડી લીલી કેમ રહે તે માટેના પ્રયત્ન કર્યા કરે છે. એક કામ પૂર્ણ થયું ત્યાં બીજુ તૈયાર ને બીજું પૂર્ણ કર્યું ત્યાં તેના માટે ત્રીજું તૈયાર થઈ જાય છે. એક એફીસ શરૂ કરી. બરાબર જામી એટલે બીજે ગામ ઓફીસ ખોલી. એક બંગલો બંધાવીને તૈયાર થયે એટલે બીજા દીકરા માટે બીજે બંગલે બંધાવી દઉં. આ રીતે વિચારેની ઘટમાળ ચાલ્યા કરે છે. તે સંસાર રસિક જીવડો તેમાં ગૂંચવાયેલા રહ્યા કરે છે જયારે સમ્યક્રષ્ટિ જીવો કયારે આ ઝંઝટમાંથી છૂટું એવા સ્વપ્ન સેવે છે. એને સંસાર ઉપરથી કંટાળો આવે છે.