________________
શારદા સાગર
૭૪૩
જીવ જેવા કર્મો કરે છે તે જીવને ભેગવવા પડે છે. હવે આગળની ગાથામાં શું કહે છેઃ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुप्पट्ठिओ ॥
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૩૧
અનાથી મુનિ કહે છે હે રાજન્! સુખ કે દુઃખને કર્યાં આપણે! પેાતાના આત્મા છે. અને વિકર્તા પણ આપણા પોતાના આત્મા છે. અન્ય દર્શનીએ કંઈક સારું-ખાટું થાય તે એમ કહે છે કે ભગવાનને ગમ્યું તે ખરું. ભગવાનને તે કાઇ પ્રત્યે શગ કે દ્વેષ નથી. એ શા માટે કાઈને સુખી કે દુઃખી કરે ! ભગવાન તે બધાથી ન્યારા છે. ભગવાન તે એમ કહે છે કે સુખી કે દુ:ખી કરનાર પેાતાના આત્મા છે. પુણ્ય પ્રકૃતિથી સુખ મળે છે ને પાપની પ્રકૃતિથી દુઃખ મળે છે. પુણ્ય ખાંધવાની પ્રકૃતિ નવ છે ને ભાગવવાનાં પ્રકૃતિ ૪૨ છે. ને પાપ ખાંધવાની પ્રકૃતિ ૧૮ છે ને ભાગવવાની પ્રકૃતિ ૮૨ છે. પુણ્ય પ્રકૃતિથી ઇષ્ટ વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શની પ્રાપ્તિ થાય છે. ને પાપની પ્રકૃતિથી અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી મળે છે. એટલે પુણ્ય પ્રકૃતિથી સુખ અને પાપ પ્રકૃતિથી દુઃખ મળે છે. અનેને ઉત્પન્ન કરનારા આત્મા છે. એ રીતે આત્મા પોતાના શત્રુ પણ છે ને મિત્ર પણ છે.
મધુઓ! જૈન દર્શન એક અલૌકિક દર્શન છે. તે તે કહે છે કે આત્મા! તુ ાતે પરમાત્મા બની શકે છે. સેાનું ખાણમાંથી નીકળે છે ત્યારે તે માટીથી મિશ્રિત હાય છે. તેના ઉપર ઘણી ક્રિયા કરી માટીથી અલગ બનાવવામાં આવે ત્યારે તે શુદ્ધ સુવર્ણ અને છે. તેમ કર્મના સમૈગથી મલીન અનેલે! જીવ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક આદિ જુદી જુદી ચેાનિઓમાં ઉત્પન્ન થાય છે ને વિવિધ પ્રકારના સુખ-દુઃખ ભાગવે છે. અને તે આત્મા શુદ્ધ સ્વરૂપમાં સ્થિર ખની કર્મના મેલથી સ ંપૂર્ણ અલગ અને છે ત્યારે તે પરમાત્મા અને છે. વિભાવમાં જોડાયેલે આત્મા પેાતાને શત્રુ છે. ને સ્વભાવમાં સ્થિર ખનેલા આત્મા પેાતાના મિત્ર છે.
આચારગ સૂત્રમાં ભગવાન કહે છે કે “પુરિતા તુમમેવ તુમં મિત્તે દિ વઢિયા મિત્તનિન્જીસિ ? ” હું આત્મા! તું સ્વયં તારા મિત્ર છે. બહારના મિત્રની ઈચ્છા શા માટે કરે છે ? બહારમાં કાઇ તાશ શત્રુ કે મિત્ર નથી. આપણા આત્મા અનંત શકિતને અધિપતિ છે. જ્ઞાની કહે છે કે હું આત્મન્! તું જે કંઈ ઇચ્છે છે, તુ જે કાંઇ મેળવવાને માટે અખી રહ્યા છે તે તને ખીજુ કાઇ આપી શકવાનું નથી. એ તને તારામાંથી પ્રાપ્ત થશે. તું જેને શાષી રહ્યા છે તે સ્વયં તું છે. જે ચીજ પેાતાનામાં રહેલી છે તેને મહારમાં શેાધવાથી કદી પ્રાપ્ત થાય ખરી? અજ્ઞાન મૃગલે પેાતાની નાભીમાં સુગધી ભરેલી છે તે વાતથી અજ્ઞાત હાવાને કારણે બહાર ભમે છે. પણ મહાર