________________
૭૪૨
શારદા સાગર
ફૂલ સદા હસતું રહે છે. તેને કેઈના મસ્તકે રાઢાવે, પાણીમાં ઉકાળે, પીસી નાંખે કે પગ નીચે કચરી નાંખે છતાં એ તમને સુવાસ આપે છે. એ પિતાને ગુણ છોડતું નથી. તેમ જ્ઞાનીઓ કહે છે, આ સંસાર પણ કાંટાળી વાડ જેવું છે. તેમાં આપણે આત્મા ગુલબસમાન છે. દુઃખ વેઠીને પણ બીજાને જે સુખ આપે છે તે આત્મા નંદનવન જે છે. હવે તમે વિચાર કરી લેજો કે તમારે નંદનવન કે કામધેન જેવા બનવું છે કે વૈતરણી નદી અને કૂટ-શામલી વૃક્ષ જેવા બનવું છે? એ પિતાના હાથની વાત છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૫ આસે વદ ૫ ને શુક્રવાર
તા. ૨૪-૧૦-૭૫ અનંત કરૂણનિધિ, ત્રિલોકીનાથ, શાસ્ત્રકાર ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનના સિદ્ધાંત અફર રહેલા છે. તેના ગૂઢ રહસ્યને જે માનવ તેના જીવનમાં ઉતારે છે તેનું જીવન સફળ બને છે. વીતરાગવાણી સાંભળવા માત્રથી પતી જતું નથી. પણ સાંભળ્યા પછી તેને હૃદયમાં ઉતારીને તેનું મનન કરવું એ મહત્વની વાત છે. એક લેખકે પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન. આ ત્રણેમાં અલગ અલગ શકિત રહેલી છે. શ્રવણુ પાણી જેવું છે. મનન દૂધ જેવું છે ને નિદિધ્યાસન અમૃત જેવું છે. જેમ તમે તરસથી ખૂબ આકુળ-વ્યાકુળ થઈ ગયા હો છે તે એક ગ્લાસ ઠંડુ પાણી પી જાવ છો તે થોડી વાર તેની અસર રહે છે. પણ પાછી તરસ લાગે છે. તેમ માત્ર શ્રવણની અસર થેડી વાર રહે છે. પછી હતા તેવા ને તેવા થઈ જાય છે. તેથી આગળ વધીને તમે એક ગ્લાસ દૂધ પીશે તે તેની અસર વધુ રહેશે. કારણ કે દૂધમાં સત્વ રહેલું છે. તેમ સાંભળ્યું છે તેનું જે મનન કરશે તે તેની અસર વધુ સમય રહેશે. અને એ શ્રવણ અને મનનનું આચરણ થશે તે આત્મા અમર બની જશે. જેમ અમૃત પીવે ને રેગ નાશ પામે છે તેમ શ્રવણુ અને મનનનું નિદિધ્યાસન કરવામાં આવશે તે આત્માના જન્મ-જરા અને મરણના રોગ નાશ પામી જશે. જે આત્માઓએ પ્રભુની વાણું સાંભળીને અંતરમાં ઉતારી છે તેમના નામ શાસ્ત્રના પાને સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે ને એ મેક્ષના મોતી બન્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૦મું અધ્યયન અનાથી નિગ્રંથ શ્રેણુક રાજાને સનાથ અને અનાથની વાત સમજાવ્યા પછી આત્માનું સ્વરૂપ સમજાવે છે. કે આત્મા જ્યારે પિતાના સ્વરૂપમાં રમણતા કરે છે ત્યારે નંદનવન જે બને છે. અને પરભાવમાં જાય છે ત્યારે તે કૂટ શાલ્મલી વૃક્ષ અને વૈતરણ નદી જે બને છે. તે શુભ કે અશુભ ભાવમાં જોડાઈને