________________
૭૪૦.
શારદા સાગર
સાત્વિક ગુણેને પ્રાયઃ કરીને નાશ થાય છે. ને માયા કપટ, છળ, પ્રપંચ, સ્વાર્થ, ઠગાઈ આદિ અવગુણેની વૃદ્ધિ થાય છે. પછી કર્તવ્યાક્તવ્યને વિવેક ભૂલી ભયંકર પાપ કરતાં સંકેચ પામતે નથી. બીજાને હણવા, ઠગવા કે ખાડામાં ઉતારવા આદિ પાપે તે છે નિઃશંક અને નિર્ભયપણે કરે છે. આ રીતે લોભને વશ થઈને સંસારને પણ નરક જે બનાવી દે છે. તે પિતાનો ભવિષ્યકાળ પણ બગાડે છે. " બંધુઓ ! અજ્ઞાનપણમાં ભૂતકાળ ગમે તે ગયે હોય પણ ભવિષ્યકાળ સુધારો તે સૌના હાથની વાત છે. જે તમારે ભવિષ્યકાળ સુધારવો હોય તે સ્વજન અને સંપત્તિ ઉપરથી મેહ ઉતારી જીવનમાં પવિત્રતા લાવે. પાપના કાર્યથી પાછા હઠે. સ્વાર્થના કેચલા તેડીને પરમાર્થ તરફ વળે. બીજા જેને તમે સુખ આપશે તે તમને જરૂર સુખ મળશે.
લાલી દૂધારે દયાના દાતાર સમા દયાશંકર વૈદના ચરણમાં પડે કે તમે જલ્દી પધારો. મારા દીકરાની સ્થિતિ ગંભીર છે. વૈદ વિચારમાં પડ્યા. હવે શું કરવું? એક બાજુ દૂધારાને દીકરો તરફડે છે ને બીજી તરફ પોતાના દીકરાની સ્થિતિ પણ ગંભીર છે. બંનેને એક પ્રકારનું દર્દ છે. જે મૂકીને જાઉં તે દીકરાની સ્થિતિ ગંભીર છે. એક તરફ પુત્રને પ્રેમ છે ને બીજી તરફ પવિત્ર કર્તવ્યનું પાલન છે. વૈદરાજ મૂંઝાઈ ગયા. કયારે પણ કર્તવ્યપાલનની ફરજ ચૂક્યા નથી. ગમે તેવી મુશ્કેલીમાં ક્યારે પણ કઈ દદીને નિરાશ કર્યો નથી. અત્યારે જવું કેવી રીતે ? ખૂબ મૂંઝાયા. પોતે કદાચ પુત્રને મૂકીને જવા તૈયાર થાય તે પણ પત્ની કેવી રીતે જવા દે? વૈદ મૌન રહ્યા ત્યારે લાલીયો દૂધારે કહે - બાપા! તમે કેમ કંઈ બોલતા નથી? જલ્દી ચાલે. ત્યારે વૈદ કહે છે ભાઈ! શું કરું? મારો દીકરો પણ બિમારીના બિછાને ગંભીર સ્થિતિમાં પડે છે. ત્યારે દૂધારે કહે છે બાપા! તમારા દીકરાને ભગવાન સાજો કરશે. પણ તમે ચાલે. મારે દીકરે એક સૂતો છે, તેની માતા મરી ગઈ છે. મારે બધે આધાર તેના ઉપર છે.
વૈદરાજ વિટંબણામાં પડ્યા. તેનું બાહ્ય મન કહે છે, દીકરાને આ સ્થિતિમાં મૂકીને તું જઈશ નહિ. ત્યારે તેનું અંતર મન કહે છે વિચાર કર. તારું નામ શું? નામ દયાશંકર. દયાને ઉધે શબ્દ શું બને? યાદ. તે દયાને યાદ કરીને તારું નામ સાર્થક બનાવ. આજે તારી કસોટીને દિવસ છે. કુમળા ફૂલ જેવા બાળકને બચાવવા માટે તારે જવું જોઈએ. પત્નીને કહે છે, હે શૈર્યવંતી! તું રજા આપે તે જાઉં. પત્ની કહે - તમે શું બેલે છે? આ મારે કલૈયા કુંવર જે પુત્ર તરફડે છે ને તમે જવાની વાત કરે છે? વૈદ કહે-જે, મેં દીકરાને ભારેમાં ભારે દવાઓ આપી છે કે તું તેની સંભાળ રાખનારી બેઠી છે, પણ આ છોકરે નિરાધ ર પડે છે. તેને સાચવનાર કેઈ નથી. તું પણ તારા હૈયામાં ધીરજ રાખીને તારા નામને સાર્થક કર. તારો સ્નેહલ તને જેટલું વહાલે છે