________________
શારદા સાગર
૭૦૫ સંભળાવતા જાય કે, હે દુષ્ટા તું પૂર્વભવમાં મહાન લેભી બનીને કેવા કેવા પાપ કરતે હતો શિકાર બેલી મૃગલા જેવા ભેળા પ્રાણીઓને નિર્દય બનીને હણને હતે. ધનના ઢગલા ઉપર ગાઢ મૂછ કરતે હતે. અકકડ ને ફક્કડ બનીને ફરતું હતું અને બીજાની પેટ ભરીને નિંદા કરતું હતું. ત્યારે તને વિચાર ન આવ્યું કે આવા પાપ કરું છું તે મારું શું થશે? ગુરૂના વચનમાં તને શ્રદ્ધા ન હતી. પોતે મૂર્ખ હોવા છતાં પોતાની જાતને પંડિત માનીને રાગ-દ્વેષ અને મોહમાં ખેંચીને બોલતે હતું કે વેદ વિના બીજા કયા શાસ્ત્ર પ્રમાણિક છે? એમ બેલીને પવિત્ર મુનિઓની નિંદા કરતું હતું. નાસ્તિક બનીને ધર્મ સ્વર્ગ - મોક્ષ-નરક જેવી કેઈ ચીજ નથી. બસ, ખાઈ પીને મજા કરે. આ બકવાદ કરતો હતો. તે વખતે ગુરૂઓ તને સાચે માર્ગ બતાવવા માટે કહેતા, કે ભાઈ ! આવા પાપ તારાથી ન કરાય. આવા વચન તારાથી ન બોલાય. તે વખતે અભિમાનમાં આવીને રૂઆબથી ગુરૂના વચનની હાંસી ઉડાવતું હતું અને હવે ગરીબ થઈને શેનો રડે છે?
' આવા કટુ વચને બેલતાં પરમાધામી દેવ નારકીના શરીરના ઝીણા ઝીણા ટુકડા કરીને આકાશમાં ઉછાળે છે. મોટા સમડ જેવા પક્ષીઓ તેના શરીરને તેડી નાંખે છે. નરકના જીવો કારમી વેદના ભગવે છે અને કરૂણ સ્વરે વિલાપ કરે છે છતાં પરમાધામીઓને દયા આવતી નથી. તે અંગે સંધાઈ અખંડ શરીર બનતા ભડભડતી અગ્નિમાં નાંખીને તપાવે છે. લોઢાની ધગધગતી પૂતળી સાથે તેને આલિંગન કરાવે છે, એ નારકીઓ ભૂખતરસના દુઃખથી પીડાય છે ત્યારે રડતાં રડતાં બોલે છે, તે સ્વામી! અમે બળી જઈએ છીએ. અમને ખૂબ ભૂખ લાગી છે, તરસ લાગી છે. ત્યારે પરમાધામીઓ તેના શરીરમાંથી માંસના ટુકડા કાપી તેને દેખતાં અગ્નિમાં પકાવીને તેને ખવડાવે છે અને તાંબા અને સીસાને ઉકળતે રસ તેના મોઢામાં નાંખે છે. ત્યારે ભયંકર દાહથી દુઃખી થયેલા નારકે રાડ પાડીને કહે છે બસ, અમારી ભૂખ તરસ મરી ગઈ. હવે અમારે ખાવું નથી ને પાણી પણ પીવું નથી, છતાં પરાણે તેમના મોઢા પહોળા કરીને સીસાને રસ રેડે છે. આવી અતુલ વેદના ત્યાં જ ભગવે છે.
આવા ભયાનક ત્રાસથી કંટાળી નારકીઓ ત્યાંથી ચારે દિશામાં દેડે છે. દોડતાં દોડતાં આગળ જાય છે ત્યાં પાણીથી ભરેલી ખળખળ વહેતી વૈતરણી નદી જુએ છે. આપણે વૈતરણ નદીની વાત કરી હતી કે તે વૈતરણી નદીની આ વાત છે. ભગવાને સિદ્ધાંતમાં આ નદીની વાત બતાવી છે.
जइ ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया। तरंति ते वेयरणी भिदुग्गा, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥
સૂય. . અ, ૫, ઉ. ૧ ગાથા ૮