________________
શારદા સાગર
૭૨૫
સાંભળવું ગમતું નથી. અરે, તેનું વર્તન તેમજ ખોરાક જેન ધર્મને ના છાજે તેવા હોય છતાં મા-બાપ દીકરાને કંઈ કહી શકે નહિ. જેની રગે રગે ધર્મ પરગમ્યો હોય તે આવા દીકરાને ઘરમાં ઉભા રહેવા ન દે. હજુ સુધી મેં એવા મા-બાપ નથી જોયા કે ધર્મને ખાતર દીકરાને મેહ છોડે. તેની જિંદગી સુધારવા કડક પગલું લેવું પડે છે તેમાં વધે નથી. અમે પણ કડક વચનરૂપી લાકડી લઈને તમને પડકાર કરતાં હોઈએ તે તેમાં બીજું કઈ કારણ નથી. પણ તમે અમારા પાડોશી છે. અમારા ભગવાનના શ્રાવક છે, તમારા બગીચામાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી કિંમતી દ્રાક્ષ પ્રમાદરૂપ ગધેડે ખાઈ રહ્યો છે. તેને હાંકી કાઢી તમારું જીવન કેમ ઉન્નત બને તેવી લાગણી છે. તે તમે આવી વીતરાગવાણી સાંભળી જીવનમાંથી પ્રમાદ તેમજ વિષયકષાયને દૂર કરે અને જીવન પવિત્ર બનાવે એવી ભાવના છે.
અનાથી મુનિ કહી રહ્યા છે કે સMા માં , ગપ્પા ને નંદ્રવ હે શ્રેણીક રાજા! મારે પિતાને આત્મા કામધેનુ જે રહેલ છે. કામધેનુ ગાય જ્યારે માંગે ત્યારે મીઠું દૂધ આપે છે. તેમ જેનો આત્મા કામધેનુ જેવો હોય છે તેની પાસે ગમે ત્યારે જાવ તે તેના મુખમાંથી અમૃત જેવી વાણીનું દૂધ મળશે. તે કદી કષાયમાં જોડાશે નહિ. કેઈને કટુ વચન કહેશે નહિ. તેની પાસે તે આત્માનું જ્ઞાન મળશે. ત્યાર પછી અનાથી મુનિ કહે છે કે મારે આત્મા નંદનવન સમાન છે. નંદનવન મેરૂ પર્વત ઉપર આવેલું છે. નંદનવનમાં દેવે સંધ્યા સમયે કીડા કરવા માટે જાય છે. નંદનવનમાં જઈને બેસવાથી આનંદ મળે છે. શાંતિ મળે છે ને શીતળતા મળે છે.
બંધુઓ ! જેને આત્મા ન્યાય, નીતિ અને સદાચારની સૌરભથી યુકત હોય છે તેની પાસે આવનાર મનુષ્ય પણ આનંદ, શાંતિ અને શીતળતા મેળવે છે. ન્યાયયુક્ત જીવન કેવું હોય છે! ન્યાયસંપન્ન આત્માઓ પિતાના પુત્રના અન્યાય ખાતર પિતાના પ્રાણનું બલિદાન આપતા પણ અચકાતા નથી. '
: પ્રમાણિકતા માટે પ્રાણનું બલિદાનઃ મૂળરાજા મહારાજાના મૃત્યુ પછી તેમને પુત્ર ગરાજ રાજા બન્યો. ગરાજનું જીવન ચગી જેવું હતું. તેમને ક્ષેમરાજ આદિ ચાર પુત્રો હતા. એક વખત ક્ષેમરાજ આદિ ચારે ભાઈઓ દરિયા કિનારે ફરવા માટે ગયા. તે દિવસે સંધ્યા સમયે એક પરદેશી વહેપારીએ વહાણ બંદરે આવીને લાંગર્યું હતું. આ ચારે ય ભાઈઓ ફરતાં ફરતાં બંદર ઉપર આવ્યા. પેલું પરદેશી વહાણ તેમણે જોયું. ત્યાં જઈને તપાસ કરી તે વહાણુમાં મૂલ્યવાન રત્ન, તેજ તૂરી, કેસર કરતૂરી આદિ મૂલ્યવાન કબેથી તે ભરેલું હતું. આ જોઈને ચારે પુત્રની મતિ બદલાઈ. કુવિચારની કાળી વાદળી એમના મગજમાંથી પસાર થવા લાગી. થોડે દૂર જઈને વિચાર કરવા લાગ્યા કે આપણું પ્રજાની આબાદી માટે અને દેશની સૂરત પલટી નાંખવા માટે આપણે આ વહાણ લુંટી