________________
શારદા સાગર
૭૬૩
વખાણ કરે છે પણ જુઓ, આપ લડાઈમાં ગયા હતા. અમે તે આપના ગયા પછી ખાધું પીધું નથી. અમે બને તે આપને વિજય થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા. ને આપની વહાલી રાણી તે આપની આજ્ઞા લીધા વિના આપની ગેરહાજરીમાં પિયર ગઈ હતી. એટલે એણે આપને મોટે ગુન્હો કર્યો છે. આ રીતે મરચું મીઠું ભભરાવીને વાત કરી. પણ રાણી શા માટે ગઈ? ક્યા સંજોગોમાં ગઈ તે કંઈ કહ્યું નહિ. કહેવત છે ને કે મોટા માણસોને કાન હોય પણ શાન ન હોય. નાની રાણી કહે છે એણે આ માટે ગુન્હો કર્યો છે તે તેને તમે શું દંડ નહિ કરે? રાજા કહે એને પણ સજા કરીશ. એ રાણું એના મનમાં શું સમજે છે? હું લડાઈમાં ગયો હોઉં ને મારી આજ્ઞા વિના એનાથી પિયર જવાય કેમ?
નાની રાણીએ રાજાને ખૂબ ભરમાવ્યા. બીજે દિવસે રાત્રે માનસિંહ રાજા કે થી ધમધમતા વચલી રાણીના મહેલે ગયા. એક તે રાણી ઉપર ગુસ્સો હતો ને ઉંચા પ્રકારની શરાબની બાટલી પીને આવેલા. એટલે રાણીને કહે છે તું તારા મનમાં શું સમજે છે? તું મારી ગેરહાજરીમાં મારી આજ્ઞા વિના પિયર ગઈ હતી? તેં રાજ્યની મર્યાદાનું ઉલ્લંઘન કરી માટે ગુન્હો કર્યો છે. એ ગુન્હાની તને સજા કરવામાં આવે છે. તું અત્યારે ને . અત્યારે મારું રાજ્ય છેડીને ચાલી જા. તારા પિયર જા કે વગડામાં જા. તારે જ્યાં જવું હોય ત્યાં ચાલી જા. રાજાનું ફરમાન સાંભળી રાણું ગભરાઈ ગઈ. છતાં ખૂબ હિંમત કરીને નમ્રતાપૂર્વક કહ્યું - સ્વામીનાથ! આપની વાત સત્ય છે. આપની આજ્ઞા વિના મારે પિયર જવાય નહિ. પણ મારા પિતાજી ખૂબ બિમાર થઈ ગયા હતા એટલે મને જલદી
ત્યાં જવા માટે સંદેશે આવ્યું હતું. તેથી મેટી બહેનની આજ્ઞા લઈને હું ગઈ હતી. હું મારી ભૂલ કબૂલ કરું છું. સ્વામીનાથ ! મને માફ કરે.
જુઓ, રાણીએ જિનવાણીનું પાન કર્યું હતું તો તેનામાં કેટલી સરળતા અને નમ્રતા હતી! તમાશમાં આટલી નમ્રતા છે?ોતાની ભૂલ ન હોવા છતાં ભૂલ કબૂલ કરી તે કઈ સામાન્ય વાત નથી. રાણી રાજાને હાથ જોડીને વિનવે છે. સ્વામીનાથ! મને માફ કરે. હવે કદી આપની આજ્ઞા વિના નહિ જાઉં. રાજા કહે છે બકવાદ છોડી દે. મારે તારી કઈ વાત સાંભળવી નથી. તું જલ્દી અહીંથી ચાલી જા. સાથે એક વચન આપું છું કે આ મહેલમાંથી જે વસ્તુ તને મનપસંદ હોય અને ખૂબ વહાલી હોય તે લઈને મારા નગરમાંથી ચાલી જા. આટલું બેલતાં શરાબને નશો ચઢવાથી રાજા બેભાન થઈને પલંગમાં પડી ગયા.
નાના ગુન્હાની રાજાએ મોટી શિક્ષા કરી. દિલમાં દુઃખ થયું પણ રાજા પ્રત્યે જરા ય કેલ ન આવ્યો. એના અંતરમાં વિવેકને દીપક જલતે હતા. પતિ પ્રત્યે અનહદ પ્રેમ હતે. ખૂબ ચિંતન કરતાં તેને એક વિચાર આવ્યું. તેણે બે પાલખી મંગાવી. એક પાલખીમાં પિતાની દાસીઓની સહાયથી રાજાને ઉંચકીને પાલખીમાં સૂવાડી દીધા ને