________________
૭૩૪
શારદા સાગર
બીજી પાલખીમાં રાણું બેઠા. અને રાત્રે પિતાના પિયર ભેગી થઈ ગઈ. એના પિતાજી સીરીયસ હતા એટલે બીજા મહેલમાં લઈ ગઈ. પલંગમાં રાજાને સૂવાડીને પિતે પાસે બેસી રાજાને જાગવાની રાહ જોતી બેઠી હતી.
- માનસિંહ રાજાને શરાબને ખૂબ નશે ચઢ હતું. એટલે પાલખીમાં નાખીને અહીં લાવ્યા છતાં જગ્યા નહિ. સવાર પડતાં નશો ઉતરતાં જાગૃત થયા. આંખ ખોલીને જોયું તે રાણુને પાસે બેઠેલી જોઈ. એટલે કેધિત બનીને કહ્યું કે મેં તને નગર છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું ને હજુ મારી પાસે કેમ બેઠી છે? જહદી ચાલી જા. ત્યારે રાણીએ કહ્યું કે સ્વામીનાથ! મેં આપની આજ્ઞાનું પાલન કર્યું છે. રાજા કહે તે મારી સામે કેમ બેઠી છે? રાણુએ હસતા ચહેરે કહ્યું. સ્વામીનાથી આપ જુઓ. આ આપને મહેલ નથી. પણ મારા પિતાજીને મહેલ છે. રાજા બૂમ પાડીને કહે છે તું મને અહીં શા માટે લાવી છે? ત્યારે, રાણી કહે છે આપે મને વચન આપ્યું હતું કે તને જે મનપસંદ હોય તે લઈને ચાલી જા. તે હે સ્વામીનાથ! મને જે વહાલું હતું તે લઈને આવી છું. આપના સિવાય મને બીજું શું વહાલું હોય? મારૂં તને કહે, મન કહે, ધન કહે, દાગીના કે પૈસા જે કંઈ કહે તે આપ છો. આપના સિવાય મને જગતમાં કંઈ વહાલું નથી.
દેવાનુપ્રિયે! રાણીને તે એને પતિ વહાલું હતું. પણ તમને શું વહેલું છે? બેલે તે ખરા ! પૈસાને! (હસાહસ) રાણી કહે છે આપ બેશુદ્ધ હતા અને આપની આજ્ઞા હતી કે તને જે વહાલું હોય તે લઈને ચાલી જા. એટલે હું આપને પાલખીમાં લઈ આવી છું. મેં આપની આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. રાણીની વાત સાંભળીને રાજાને કે શમી ગમે તે ઠંડાગાર બની ગયા. હવે શું બેલે? રાણીની બુદ્ધિ, વિવેક નમ્રતા અને પ્રેમ ઉપર પ્રસન્ન થઈને કહ્યું હે રાણી “હવે હું ત્યાં તું ને તું ત્યાં હું.” તને આપેલી શિક્ષા હું પાછી ખેંચી લઉં છું. ચાલે, આપણે બંને તારા પિતાજી બિમાર છે તેમને ખબર પૂછવા જઈએ.
રાણી વિનયવાન અને વિવેકવાન હતી. તેણે રાજાની આજ્ઞાનું પાલન કર્યું તો તેના માથે આવેલું સંકટ દૂર કરી શકી અને રાજાને પ્રેમ સંપાદન કરી શકી. આ ભારત દેશમાં એવી પતિવ્રતા સ્ત્રીઓ પણ હોય છે કે જે પિતાના પતિ ઉપર પૂર્ણ સ્નેહ રાખે છે. અને પિતાને ગમે કે ન ગમે પણ પિતાના પતિની પ્રત્યેક આજ્ઞા શિરે માન્ય કરી તેનું પ્રેમથી પાલન કરે છે. આ ત્રણ રાણીનું દષ્ટાંત આપણે આપણા ઉપર ઉતારવું છે. માનસિંહજી રાજાને ત્રણ રાણીઓ હતી. તેમ ચેતન રાજા જે દેહમાં રહેલું છે તે દેહની પણ ત્રણ અવસ્થાઓ છે. બાલપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થામાં માનવી કંઈ કરી શકતો નથી. કારણ કે બાલ્યાવસ્થામાં કંઈ જ્ઞાન