________________
શારદા સાગર
લઈએ. ચારે જણએ નિર્ણય કર્યો કે આપણે વહાણ લૂંટી લેવું અને તેની તમામ સમૃદ્ધિ દેશ અને પ્રજાના હિત માટે વાપરવી. એક રાતી પાઈ પણ પિતાના સુખ માટે વાપરવી નહિ,
ભાઈઓએ તે નિર્ણય કર્યો પણ પિતાજીને આ વાત ગમશે કે નહિ? પિતાજીને પૂછયા વિના આ કામ કરીશું તે તેમને દુઃખ થશે. માટે પિતાજીને આ વાત જણાવવી. રાત્રિના સમયે ચારેય ભાઈઓ પિતાજીની પાસે આવ્યા. ને પોતાને વિચાર રજુ કર્યો. પુત્રની વાત સાંભળી ગરાજ મહારાજાને ખૂબ દુઃખ થયું. ને તેમણે કડકાઈથી પુત્રને કહ્યું કે હે પુત્રો! સારામાં સારું કાર્ય પણ હલકા રસ્તે જઈને કદી સિદ્ધ કરાય નહિ. દેશ તથા પ્રજાની આબાદીને તમારે વિચાર ઉત્તમ છે. પણ તેની સામે આપણા આશ્રયે આવેલા પરદેશીના વહાણને લૂંટી લેવાને વિચાર તદન અધમ છે. ભલે, આપણે ભૂખ્યા મરીએ પણ અન્યાયના માર્ગે કદી જવું નથી.
મારામાં શું ઊણપ કે મારા પુત્રે આવા થયા?તમે મારા પુત્ર થઈને તમને આવો ક્રર વિચાર આવ્યો તે જાણી મારા દિલમાં પારાવાર દુઃખ થયું છે. આવા આર્યદેશમાં તમે જમ્યા છે ને તમને આ અનાર્ય વિચાર કેમ આવ્યા? મને તે લાગે છે કે આમાં કાં મારો દેષ હશે અથવા કાં તે તમારી માતાને દેવ હશે! તે સિવાય આવું બને નહિ. પિતાજીની વાત સાંભળીને ચારે પુત્રે શરમાઈ ગયા. કાંઈ પણ બોલ્યા વિના પિતાજીના મહેલમાંથી બહાર નીકળી ગયા. એવો કોઈ પાપને ઉદય થયે કે પિતાજીની આવી હિત શિખામણ એક પણ પુત્રે સાંભળી નહિ. અને ચારે ય પુત્રએ એક થઈને નિર્ણય કર્યો કે વહાણ લૂંટવું. રાત્રે બે વાગે શ થી સજજ સૈનિકેની સાથે જઈને ક્ષેમરાજે વહાણ લુંટી લીધું. જેને રક્ષક માન્યું હતું તે ભક્ષક બની ગયે.
સવાર પડતાં ગજે આ વાત જાણી. તેમનું કાળજું ચિરાઈ ગયું. અહે! પુત્રને આટલું સમજાવ્યા છતાં પાપ કરતાં પાછા ન વળ્યા. આ પુત્રના પાપનું પ્રાયશ્ચિત હું કરી લઉં. મહારાજા ગાજે એક ચિતા પડકાવી. ને પિતે ચિતામાં કૂદી પડયા. પ્રજાજનેએ અને પુત્રએ ચિતામાં પડતા મહારાજાને ખૂબ વાળ્યા. પણ રાજા કહે છે ન્યાય એટલે ન્યાય, પુત્રના અન્યાય ખાતર પિતાજીએ કે ન્યાય તે ! આવા ન્યાય સંપન્ન પ્રજાપ્રિય રાજાના જવાથી પ્રજાને તથા પુત્રને ખૂબ દુઃખ થયું. પણ એ તે પિતાનું જીવન ઉજજવળ બનાવી ગયા. મહારાજા યોગરાજે નશ્વર દેહને ત્યાગ કર્યો પણ આત્માની સૌરભ મૂકતા ગયા. ખરેખર જ્યારે ત્યારે દેહનો ત્યાગ તે થવાનું છે. અદભૂત યોગી આનંદઘનજી મહારાજે પણ ગાયું છે કે “દેહ વિનાશી હમ અવિનાશી અપની ગતિ પકડે છે.” દેહ વિનાશી છે ને આત્મા અવિનાશી છે. આ શરીર અહીં પડયું રહેવાનું છે. સગાવહાલાં તેને નનામીમાં બાંધી રમશાને લઈ જઈ ચિતામાં ગોઠવીને બાબી મૂકશે. પણ “હમ અવિનાશી” હું અવિનાશી છું. આ રીતે આત્માના અવિનાશીપણાનું