________________
૭૧૭
શારદા સાગર બનેલી વાત કરી ન હતી. કારણ કે માતા તે એમ સમજતી હતી કે મારે દીકરો અંજનાને કયાં લાવે છે કે મારે તેને વાત કરવી કે આમ બન્યું છે, તો ,
પવનજીએ અંજનાના મહેલના પગથીયે પગ મૂક પણ મહેલ તેમને સૂનકાર દેખાવા લાગ્યો. મહેલ ગમે તેટલું સુંદર હોય પણ જે અંદર કેઈને વસવાટ ન હોય તે તેના મહેલ ઉપર કાગડા ઉડે છે. ફકત કાકા.ના અવાજ આવતા હોય છે. અંજનાના મહેલે મહેલને સાચવનારા પહેરેગીરે નીચે બેઠા હતા. પહેરેગીરે પવનકુમારને હોંશભેર અંજનાને મળવાની આશાથી આવતા જોયા. હવે કશું કહેવાની હિંમત કરે કે અંજનાની આ દશા થઈ છે! બધા સમજે છે કે પવનને એકદમ કહેવાથી આઘાત લાગશે. માટે ઉપર જવા દો. એક
એક નેકર શેઠના ઘેરથી પિતાના ગામમાં આવ્યા. શેઠને ઘેર આગ લાગી હતી ને બધા મરી પરવાર્યા હતા. મેંકરના ગામમાં શેઠની દીકરી રહેતી હતી. નોકરે આવીને સમાચાર આપ્યા કે બહેન ! બાપુજીને ઘેર આગ લાગી હતી. ત્યારે દીકરીએ પૂછયું- ભાઈ! આગ લાગી પણ ઘરના બધા ક્ષેમકુશળ છે ને? એના બાપને ઘેર એક ઘડી હતી તે ઘરના બધાને ખૂબ વહાલી હતી એટલે છોકરી પૂછે છે ઘડી તે બચી ગઈ છે ને? ત્યારે નેકરે કહ્યું કે ઘડીને થોડી ઝાળ લાગી હતી, તે બે કલાક છવીને મરી ગઈ છે. ત્યારે કહે છે બા તે કુશળ છે ને? હા, બહેન. તેમને પણ
ડું દઝાયું હતું ને હેસ્પિતાલમાં દાખલ કર્યા હતા. તે ચોવીસ કલાક પછી સ્વર્ગવાસ પામ્યા. તે છોકરી કહે કે બાપુજી-ભાઈ-ભાભીઓ અને બાળકોનું શું થયું? તે કહેબહેન! બધાને થોડી ઘણી ઈજા થઈ હતી, ને કઈ બે કલાક કે ચાર કલાક, છ કલાક પછી આ ફાની દુનિયામાંથી વિદાય થયા છે. આ સાંભળીને આ દીકરીને આઘાત ખૂબ લાગ્યા. પણ જે કરે સીધું કહ્યું હતું, કે બહેન! બધા આગમાં બળી ગયા તે ધારકે તેના પ્રાણ ઉડી જાત. પણ ધીમેથી વાત કરી તેથી ઢગલે થઈને પડી ગઈ, બેભાન બની ગઈ પણ પ્રાણ બચી ગયા. કોઈ પણ માણસને વાત કરતાં વાણીને વિવેક રાખવે તે ધર્મ છે.
આ પવનજી માટે પણ પહેરેગીરાએ વિચાર કર્યો કે જો આપણે તેમને કહીશું તે ખૂબ આઘાત લાગશે. એટલે પવનજી, આવ્યા તેથી પધારે પધારે રાજકુમાર ! કહીને સ્વાગત કર્યું. પવનછ અંજનાને મળવા એવા અધીરા બની ગયા છે કે કેમ કરીને જલ્દી અંજનાના સમાચાર મળે. પહેરેગીરેને પૂછયું કે કેમ! રાણી સાહેબ તે મજામાં છે ને ? તે કહે, હા સાહેબ આનંદમાં છે. આપ ઉપર પધારે, પવનજી બીજે ત્રીજે-રોથે માળે ગયા. જેમ જેમ ઉપર ચઢતા જાય છે તેમ તેમને મહેલ સૂનકાર લાગે છે. દરેક માળે નેકર-ચાકર બેઠા હતા. તેમને અંજનાના સમાચાર પૂછતાં પૂછતાં છેક