________________
શારદા સાગર
૭૦૩
અંગારાની માફક દુખદાયી છે. આ રીતે સાતે નરકનું જાણવું. નરકમાં પંદર પરમાધામી દે હોય છે. તેમાં પહેલા પરમાધામીનું નામ અંબ છે. અંબ એટલે આંબે. તમે કેરીને રસ કાઢવા માટે કેરીને ઘેબી ઘોળીને તેને રસ કાઢે છે ને? તેમ અંબ નામના પરમાધામી નરકમાં રહેલા નારકીને ઘેલી ઘોળીને તેના શરીરના કુચા કાઢી નાંખે તેવું ભયંકર દુઃખ આપે છે.
નરકમાં નારકીને રહેવા માટેના નરકાવાસ ઘર અ ધકારમય હોય છે. ત્યાં અનંતી ગમી, અનંતી ઠંડી આદિ દશ પ્રકારની વેદનાઓ રહેલી છે. વજ જેવા મુખ અને ચાંચવાળા પક્ષીઓ નારકેને તીક્ષણ ચાંચે કયા કરે છે. ત્યાં ઉત્પન્ન થતી વખતે નીચે માથું અને પગ ઉંચા એવા ભયંકર યાતનાવાળા દુઃખમય સ્થાનમાં નરક કુંભમાં ઉત્પન્ન થાય છે. પરમાધામી દે એ નારકીને કેચી કોચીને બહાર કાઢે છે. જ્યાં કુંભમાંથી બહાર નીકળ્યો કે સામે ભયંકર સિંહ અને શિકારી કૂતરા એને ફાડી ખાવા માટે તૈયાર થઈને ઉભા હોય છે.
સૂયગડાયંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં એકલા નરકના દુખેનું વર્ણન છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્રે તેમની માતાની સામે નરકના દુઓનું વર્ણન કર્યું છે તે વાંચતા કાળજું કંપી જાય છે. તમે કઈ વાર સૂત્રનું વાંચન કરે તે તમને ખબર પડે કે નરકમાં જીવે કેવી ભયંકર વેદના ભેગવી છે ! પરમાધામીએ પાપી છને નરકમાં ઉકળતા સીસાના રસમાં નાંખે છે. આગમાં બાળે છે ને કરવતથી કાપે છે. આવા દુખે આપણું જીવે પણ ભોગવ્યા હશે! પણ અત્યારે જીવને કેઈનું એક કટુ વચન સહન થાય છે? અરે, પરમાધામીએ નારકીને ઉકળતા તાંબા અને સીસાના ધગધગતા રસમાં નાંખીને ઉકાળે છે. પછી બહાર કાઢી તીર્ણ કાંગરાવાળી કરવતથી વહેરે છે. યંત્રમાં પીલે છે. ધગધગતી ભઠ્ઠીની આગમાં નાંખીને શકે છે. જગતમાં જે મોટામાં મોટા દુખે કહેવાય તે બધાં દુખે પરમાધામી દે તે નારકેને આપે છે. મળ, મૂત્ર, રસી, પરૂ વિગેરે અતિ દુર્ગધી પદાર્થોથી ભરેલી કુંભમાં નાંખી દે છે. એમાં તે બિચારાના હાથ, પગ, આદિ અંગે ગળી જાય છે. વળી પાછા એ અને જ્યાં વિકસવા માંડે એટલે કુંભમાં સમાતા નથી. કુંભમાં ભીંસ થવાથી જ્યાં મોઢે બહાર કાઢે ત્યાં પરમાધામીઓ શું બોલે છે?
हण छिदह भिदहणं दहेति, सद्दे सुणेत्ता परहम्मियाणं । ते नारगाओ भयभिन्नसन्ना, कंखंति कन्नाम दिसं वयामो।
- સુ.ય. સૂ. અ. ૫. ઉ. ૧ ગાથા ૬ એ પાપીઓને હણે, છેદન કરો, ભાલાથી ભેદ, અગ્નિમાં બાળે એમ બેલે છે. પરમાધામીઓના આ શબ્દો સાંભળીને નારકીના છ ભયથી સંજ્ઞાહીન થઈ જાય છે