________________
૩૧૪
શારદા સાગર
શેઠાણીને વાત કરી. શેઠાણીના શિમાં પણુ દુઃખ થયું. હવે શેઠને કયાંય ચેન પડતુ નથી. શત્રે પલંગમાં સૂતા હતા. ઉંઘ આવતી નથી. માંડ માંડ સ્હેજ આંખ મીંચાણી ત્યાં શેઠને ઊંઘમાં વસ્તું આવ્યું. સ્વપ્નામાં એક માણસ ઘરમાંથી ઝાડૂ કાઢતા હતા. આનૂ કાઢતાં કાઢતાં બધા કચરા શેઠના ઉપર લાવીને નાંખ્યા. ત્યારે શેઠે કહ્યું, કે ભાઇ! તું શા માટે મારા ઉપર કચરા નાંખે છે? ત્યારે એ માણસ કહે છે શેઠ! તમે મને આળખા છે ? ઘણાં વખત પહેલાં તમારા ઘેર હું એક નાકર હતા. મારા મા-બાપ મરી ગયા હતા ને તમને સાશ માની મારા પૈસા વિશ્વાસથી તમારે ત્યાં વ્યાજે મૂકીને તમારા ઘેર નાકરી કરતા હતા. તમે મારી પાસે ખૂબ કામ કરાવતા હતા. જમવાના વખત થાય તે પશુ જમવા છોડતા ન હતા. ઘણું કામ કરાવી જે પગાર ઠરાવ્યેા હોય તેમાંથી અડધા માંડ આપતા હતા. મારી આવી દશા થતાં મે વ્યાજે મૂકેલા પૈસાનું વ્યાજ માંગ્યું. તમે મને 'આપ્યું નહિ ને ઉપરથી ખૂબ માર માર્યા. એટલે તમારા ત્રાસથી કંટાળીને હું ચાલ્યા ગયા. ત્યારે તમે ઢઢેરો પીટાવ્યા કે લાણા નાકરને કાઈ રાખશે નહિ. એ ગૂડા છે. ચાર છે, ખરાબ છે એટલે મને કોઇએ રાખ્યા નહિ. તેથી ભૂખ અને દુઃખથી ટળવળતા મરણુ પામ્યા. તે હું તમારા નાકર તમારા દીકરા થઈને તમારે ઘેર આન્યા છું. તમે જેમ નાકરને ત્રાસ આપ્યા હતા તેમ તમારા છોકરા થઇને તમને ત્રાસ આપે છે ને ? એ સ્વપ્નું પૂરું થયું. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી આવી અને કહેવા લાગી કે હું શેઠ ! તમારા કર્યો તમે ભેાગવા. શેઠે પૂછ્યું-તું કોણ છે? ત્યારે કહે કે એક વિધવા સ્ત્રી તમારે ત્યાં વ્યાજે રકમ મૂકી ગઈ હતી. એને જરૂર પડી ત્યારે તમારી પાસે માંગી. ત્યારે તમે ખૂબ ફ્રેંધમાં આવીને કહ્યું કે થાપણ શી ને વાત શી ? તમે તે વાઘ ધડૂકે તેમ હૂક્યા ને એના પૈસા ન આપ્યા. ને ઉપરથી મારી ઝૂડીને કાઢી મૂકી. તે વિધવા સ્ત્રી ખીજી કાઈ નહિં પણ તમારા દીકરાની વહુ સુલેચના મની છે, તે કર્મના બદલે લે છે.
「
આ બધુ દૃશ્ય જોતાં શેઠની આંખ ખુલી ગઇ. પેાતાના ભૂતકાળ શેઠને યાદ આવી ગયા. બધું નજર સમક્ષ તરવરવા લાગ્યું ને દિલમાં થઈ ગયું કે અહા! આ તે મારા કરેલાં કાં હું લેગવું છું. દુનિયામાં કોઇ કોઇને દુઃખ કે સુખ આપનાર નથી. દુઃખ અને સુખ દેનાર પેાતાનાં કર્યાં છે. શેઠને પોતાની ભૂલનું ભાન થતાં પાછલી જિંદગી સુધારી.
અનાથી મુનિ કહે છે, હુ શ્રેણીક રાજા! પેાતાના કર્મના કારણે પેાતાના આત્મા વૈતરણી નદી જેવા બની જાય છે. પૂર્વે જીવે એવા કર્યા કર્યાં હોય છે કે તેના કારણે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થઈને વેરને ખલે લે છે. કોઇ વખત પિતા-પુત્રપણે, તેા કાઇ વખત માતા-દીકરીપણું, સાસુ-વહુપણે એક ઘરમાં ઉત્પન્ન થઈને વૈરના બદલા લે છે. સાંભળેા, શ્રેણીક રાજાના પુત્ર કાણીકે શ્રેણીક રાજાને પિંજરામાં પૂર્યા હતા. અને રાજ ૫૦૦ ચાબૂકના ખુલ્લા ખરડામાં માર મરાવતા હતા. તે પૂના કનું કારણ