________________
૭૧૨
શારદા સાગર
રાગાનાદિ રીપેરીંગ કરાવે તે તેને તમે કેવા કહેા ? મૂર્ખ જ કહેા ને? તે હવે વિચાર કરો; આપણા આત્માએ ભાડે લીધેલી દેહ રૂપી દુકાનને શણગારવા માટે પદ્મ, પાવડર, અને લાલીના લપેડા શા માટે કરવા જોઇએ ? મેાંઘા ભાવના મેવા, મીઠાઇ ને માલમલીદ્વા ખવડાવી તેની કેટલી મરામત કરા છે? મૂલાયમ ને મેઘા વસ્ત્ર, હીરા-મેતી અને પન્નાના દાગીના પહેરી છે, આ બધું શા માટે કરા છે? આ ભાડાની દુકાન સમાન દેહને શણગારવામાં જિંદગીને અમૂલ્ય સમય વેડફી નાંખશે! તે તમે જ્ઞાનીની દૃષ્ટિમાં કેવા કહેવાશે ? મૂર્ખ ને ? આપણા ચેતન ચતુર છે. ચતુર ચેતન પેાતાનુ ઘર છોડી દી પરઘરમાં જાય નહિ અને જો પરઘરમાં ગયા તા કર્મરાજાની ફાજ તેને ઘેરી વળશે. જેને આત્માની પડી નથી તે મનુષ્યા ખાઈ પીને ખેલવામાં આનંદ માને છે. ખસ, કેમ કમાઉં ને મારા દીકરા માટે મૂડી ભેગી કરતા જાઉં! પણ વિચાર તેા કરે. એ દીકરા કેવા નીકળશે તેની તમને ખખર છે પુણ્યના ઉદય હાય તેા દીકરા સારા મળે છે ને મા માપની સેવા કરે છે પણ જો પાપના ઉદય હાય તેા આપની સેવા કરવાને બદ્દલે માપનુ કાળજુ કરીને ખાઈ જાય તેવા કામ કરે છે.
એક શેઠ ખૂબ શ્રીમત હતા. કાળી મજુરી કરી શેઠે ઘણું ધન ભેગું કર્યું. સંસારનુ અધુ સુખ હતું પણ એક વાતનું દુઃખ હતું કે શેર માટીની ખેાટ હતી. શેર માટીની ખાટ એટલે તે તમે સમજો છે ને? એને ત્યાં લાખેાની મૂડી હતી પણ કાઇ સંતાન ન હતું. સંતાન માટે શેઠ-શેઠાણીએ ઘણુ કર્યું. છેવટે માટી ઉંમરે શેઠની આશા ફળીભૂત થાય છે. ને તેમને ત્યાં એક પુત્રને જન્મ થાય છે. પુત્રના જન્મ થતાં શેઠ શેઠાણીના આનંદના પાર ન રહ્યા. પશુ દીકરા જન્મ્યા ત્યારથી માંદા રહેવા લાગ્યા. દીકરાને માટે રાજ ડોક્ટરો ખોલાવવામાં આવતા. મહિનામાં ખાર ઈંજેકશને અપાવવા પડતા હતા. મા-બાપ દીકરાને સાજો કરવા માટે ઘણી મહેનત કરતાં હતાં કે કેમ કરીને મારા દીકરા સાજો થાય? આ રીતે દીકરા સાજો- માંદે રહેતાં મેટો થયે. સ્કૂલમાં ભણુવા મૂક. દીકરા રંગે રૂડા, રૂપાળા ખમ હતા પણ અક્કલમાં મીંડું હતુ. વધારે પગાર આપીને સ્કૂલના ટીચરને ટયુશન રાખતા છતાં પણ તેને યાદ રહેતું ન હતું. પરીક્ષા આવે ત્યારે માંડ માંડ ચાર આની જેટલુ યાદ રહેતુ. શેઠને ઘેર પૈસા ખૂબ હતા. એટલે છોકરા ચાર આની માર્ક મેળવે અને બાર આની ટીચરે ને પૈસા દ્રુમાવી તેને ઉપર ચઢાવતાં હતા. આમ કરતાં મેટ્રિક સુધી ભણાવ્યેા. હવે આગળ વધે તેમ ન હતુ. એટલે શેઠે દીકરાને સ્કૂલમાંથી ઉઠાડી લીધે,
શ્રીમત ઘરમાં તે કહેણુ ઘણાં શ્રીમત હતા એટલે સારા ઘરની કન્યા
આવે ને? ધીમે ધીમે દીકરા માટો થયા: શેઠ માટે કહેણ આવવા લાગ્યા. શેઠાણીને પણ
ઘણી હાંશ હતી કે કયારે દીકરાને પરણાવુ ને વહુ લાવુ, ને હું સાસુ અનુ. ઘણી જગ્યાએ